Breaking News : બોલીવુડ કલાકાર ઇરફાન ખાનનું ૫૩ વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં નિધન

Posted by

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું ૫૩ વર્ષની ઉંમરમાં ૨૯ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ નિધન થઈ ગયું છે. ઈરફાન ખાનની તબિયત અચાનક ખરાબ થવાને કારણે તેમને મંગળવારના રોજ મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં આઈસીયુ માં એડમીટ કરવામાં આવ્યા હતા. તેમને કોલોન ઇન્ફેક્શનને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ઈરફાન ખાનના મૃત્યુના સમાચાર ટ્વિટર પર ફિલ્મ નિર્માતા શુજીત સરકારે શેયર કર્યા હતા. તેમણે લખ્યું, “મારા પ્રિય મિત્ર ઈરફાન, તમે લડ્યા અને ખૂબ જ લડ્યા. મને હંમેશા તમારા પર ગર્વ રહેશે. આપણે ફરીથી મળીશું. શાંતિ અને ઓમ શાંતિ. ઇરફાન ખાનને સલામ.”

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું કે, ઈરફાન ખાનનાં નિધનના સમાચાર મળી રહ્યા છે. તે એક પરેશાન કરવા વાળા અને ખૂબ જ દુઃખદ સમાચાર છે. અવિશ્વસનીય પ્રતિભા, મહાન સહયોગી, સિનેમાની દુનિયા માટે એક શાનદાર યોગદાન કરતા, અમને ખૂબ જ જલ્દી છોડી ગયા.

આ પહેલા ઇરફાન ખાનનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, ઇરફાન ખાનને કોલોન ઇન્ફેક્શનને કારણે મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે અપડેટ આપતા રહીશું. તેઓ ડોક્ટરના નિરીક્ષણમાં છે. તેમની તાકત અને સાહસે તેમને અત્યાર સુધી લડાઈ લડવામાં મદદ કરી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જબરદસ્ત ઇચ્છાશક્તિ અને પોતાના બધા જ શુભચિંતકોની પ્રાર્થનાને કારણે તેઓ પૂર્ણ રૂપથી જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

સ્કીપ થઈ ગઈ હતી કીમોથેરાપી

નજીકના સૂત્રો જણાવે છે, ફિલ્મ “અંગ્રેજી મીડિયમ” ના શૂટિંગ દરમિયાન ઇરફાન ખાનને એક કિમોથેરાપી કરાવવાની હતી, પરંતુ શૂટિંગને કારણે તેઓ આ ટ્રીટમેન્ટ સ્કીપ કરી ગયા હતા. જેના કારણે ફિલ્મની શૂટિંગ દરમિયાન પણ તેમને ઘણી વખત તકલીફ થતી હતી, પરંતુ બહારથી તેમની આ પરેશાની દેખાતી ન હતી. બે મહિના પહેલા એટલે કે હોળી પહેલા તેમની તબિયત ફરીથી બગડી ગઈ હતી, ત્યારબાદથી સતત તેમની તબિયત બગડતી ગઈ. હજુ ૧૦ દિવસ પહેલા જ્યારે તેમની તકલીફ વધી ગઈ ત્યારે તેમને કોકીલાબેન હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. આ વખતે હોસ્પિટલમાં તેઓ પોતાની બીમારીને કારણે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા હતા.

૨૦૧૮ થી ચાલી રહ્યો હતો ઈલાજ

તમને જણાવી દઈએ કે ૨૦૧૮માં ઇરફાન ખાનને ન્યુરોઇંડોક્રાઇન ટ્યુમર ની જાણ થઇ હતી. લંડનમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થવાને કારણે તેઓ ભારત પરત આવ્યા હતા. લંડન ઈલાજ કરાવીને પરત આવ્યા બાદ ઈરફાન ખાન કોકીલાબેન હોસ્પિટલના ડોક્ટરની દેખરેખમાં ઈલાજ કરાવતા હતા. પાછલા ઘણા મહિનાથી તેઓ હોસ્પિટલમાં રૂટીન ચેક-અપ કરાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *