અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ હવે વિશ્વવ્યાપી નજર હેઠળ છે. 15 અગસ્ટે, જ્યારે ભારત 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રરહ્યું હતું, તે જ દિવસે ઇસરોની સ્થાપનાના 50 વર્ષ પણ પૂરા થયા હતા. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈશન (ઇસરો)એ 5 દાયકાની આ યાત્રામાં ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતની આઝાદી પછી સ્થાપિત ઇસરોએ ભારતની જેમ જ વિકાસની લાંબી મુસાફરી કરી છે. ઇસરોનો પ્રથમ પ્રોજેક્ટ સેટેલાઇટ ટેલિકમ્યુનિકેશન પ્રયોગ પ્રોજેક્ટ (STEP) હતો જેણે ભારતના ગામોમાં ટીવીની પહોંચ સુનિશ્ચિત કરી હતી. આજે ઇસરો માછીમારો માટે રીઅલ ટાઇમ સેટેલાઇટનો ઉપયોગ કરી રહ્યો છે. ચાલો નજર કરીએ ઇસરોની ગૌરવપૂર્ણ વિકાસ યાત્રા પર.
આ વર્ષ ઇસરો માટે ઘણી સિદ્ધિઓ લાવ્યું છે
મિશન ચંદ્રયાન-2 નું સફળ લોન્ચ એ આ વર્ષે ઈસરો ની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ હતી. મિશન ચંદ્રયાન-2 ના સફળ લોન્ચ પર ફક્ત આ દેશ ની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ની નજર છે. આ વર્ષ એટલે પણ વિશેષ છે કેમકે આ ઇસરોની સ્થાપનાનું 50મુ વર્ષ છે. ઇસરો આ વર્ષે તેનું સુવર્ણ જયંતી વર્ષ ઉજવી રહ્યું છે અને તે દરેક ભારતીય માટે એક મહાન ઉપલબ્ધિ છે. આ વર્ષ ઇસરોના સ્થાપક અને ભારતમાં અંતરિક્ષ વિજ્ઞાનના પિતા વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દીનું વર્ષ પણ છે.
ઈસરો ની પ્રાથમિકતા લોકો ના જીવન ને સુધારવાનું છે
ઈસરોની પ્રાથમિકતા હંમેશાં સામાન્ય માણસના જીવનમાં સુધારણા માટે રહી છે અને આ જ કારણ થી તેમની ઉઓલબ્ધીઓ જુદી તરી આવે છે. ભારતના અવકાશ પ્રયોગોની સ્થાપનાનો સમય હતો ત્યારે પણ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓ સ્પષ્ટ હતી. ઇસરોના કાર્યક્રમોનું કેન્દ્ર શરૂઆતમાં પૃથ્વીના સઘન અભ્યાસ અને સંદેશાવ્યવહાર સુવિધાઓમાં સુધારો હતો. વિક્રમ સારાભાઇએ તેમના એક પ્રખ્યાત ભાષણોમાં કહ્યું હતું કે, “અમે નાગરિકોને ચંદ્ર પર મોકલવાનું સ્વપ્ન નથી જોતા અને ન તો વિવિધ ગ્રહોનો અભ્યાસ કરવાનું અમારું લક્ષ્ય છે”. અને આ ભારતીય વૈજ્ઞાનિકોકો મહત્વાકાંક્ષી કે નિરાશાવાદી હોવાના આ સંકેત નથી. આ ભારતની પરિસ્તીથી ને ધ્યાન માં રાખી નક્કી કરેલું લક્ષ્ય છે.
વિક્રમ સારાભાઈ ના આદર્શ પર ચાલ્યા કે. સિવલ
અંતરિક્ષ એજન્સીના વર્તમાન અધ્યક્ષ કે. સીવને સારાભાઇના આદર્શને અપનાવવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘સારાભાઇનું વિઝન હતું કે અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય નાગરિકોના હિતમાં વધુ હોવો જોઈએ. તે આજે પણ ઇસરો માટે પ્રેરણાત્મક વાક્ય છે. અમારા બધા પ્રોગ્રામો આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને કેટલાક શ્રેષ્ઠ પરિણામો પણ દૃશ્યમાન થયા છે.
ઇસરો અન્ય દેશોને પણ મદદ કરી રહ્યું છે
એક સમય હતો જયારે ઇસરો તેની મોટાભાગની જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર હતું. તેના ઉપગ્રહોના નિર્માણ અને પ્રક્ષેપણ માટે ઇસરોની અન્ય દેશો પર નિર્ભરતા હતી. જો કે, ઇસરોએ હવે આ દિશામાં મોટી પ્રગતિ કરી છે અને હવે ભારત વિશ્વના ઘણા દેશોને અવકાશ વિજ્ઞાન ના ક્ષેત્રમાં મદદ કરી રહ્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ, ઇસરોએ 104 ઉપગ્રહો એક સાથે લોંચ કર્યા જે આજ સુધીનો વિશ્વ રેકોર્ડ છે. આ ઉપગ્રહોમાં મોટાભાગના અન્ય દેશોના હતા.
ઇસરોનું કમર્શિયલ યુનિટ પણ સારું કામ કરી રહ્યું છે
છેલ્લા 3 વર્ષમાં ઇસરોએ 239 વર્કિંગ સેટેલાઇટ લોન્ચ કર્યા છે, જેણે ઇસરોના કમર્શિયલ યુનિટ એન્ટ્રિક્સ કોર્પોરેશન એ 6,289 જેટલૂ રેવેન્યુ જનરેટ કર્યું છે. આજે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઇસરો વિશ્વની અગ્રણી સંસ્થાઓ સાથે સમાવડી બની ને ઉભી છે. તાજેતરમાં ઇસરોએ સિંથેટર એપેરચર રડાર (નિસાર) પર સાથે કામ કરવા નાસા સાથે જોડાણ કર્યું છે. ઇસરો અને નાસા આમાં સમાન ભાગીદાર છે. એટલું જ નહીં, ઇસરો અને નાસા જાપાન સાથેના ચંદ્ર અને મંગળના મિશનમાં સાથે મળીને કામ કરશે.