મુંબઈ ઇન્ડિયન્સ નાં સ્ટાર ખેલાડી ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ ખુબ જ સુંદર છે, જેની તસ્વીરો જોઈને તમે પણ કહેશો કે તેની આગળ બોલીવુડની મોટી એક્ટ્રેસ પણ ઝાંખી દેખાય છે. ભારતીય ટીમના બેટ્સમેન વિકેટકીપર ઈશાન કિશન પોતાના શાનદાર પ્રદર્શન માટે ઓળખવામાં આવે છે. આઇપીએલ થી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સુધી ઈશાન કિશનની ક્રિકેટ કારકિર્દી અને પર્સનલ લાઇફ બંને ખુબ જ દિલચસ્પ પર રહેલ છે.
કઈ હસીનાના પ્રેમમાં આ બેટ્સમેન ક્રિકેટના મેદાન પર આઉટ થઈ ગયો, તેના વિશે અમે તમને જણાવીશું. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન પોતાની તાબડતોડ બેટિંગની સાથે પોતાની ગર્લફ્રેન્ડ એટલે કે અદિતિ હુંડિયાને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે.
અદિતિ હુંડિયા વ્યવસાયથી એક મોડલ છે. તે વર્ષ ૨૦૧૭ માં ફેમીના મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ પણ રહી ચુકી છે. વર્ષ ૨૦૧૮ માં મિસ સુપર નેશનલ ઈન્ડિયાનો તાજ પણ તેણે પોતાના નામે કરેલો હતો. એટલું જ નહીં અદિતિ હુંડીયા સોશિયલ મીડિયા પર ઘણી બધી બ્રાન્ડની એડ પણ કરે છે.
અદિતિ નો જન્મ જયપુર, રાજસ્થાનમાં ૧૫ જાન્યુઆરી, ૧૯૯૭ નાં રોજ થયો હતો. જયપુરમાં પોતાના સ્કુલના શિક્ષણ સિવાય તેને સેન્ટ ઝેવિયર્સ કોલેજથી બિઝનેસની ડિગ્રીની સાથે સ્નાતક પણ કરેલું છે. શરૂઆતમાં મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા ઈચ્છતી હતી.
તેની સાથો સાથ તેણે વર્ષ ૨૦૧૭ માં એફડી કલર્સ ફેમીના મિસ ઇન્ડિયા રાજસ્થાનનો ખિતાબ પણ જીતેલો હતો. તે સિવાય તે અરમાન મલિકના “ટુટે ખ્વાબ” વીડિયોમાં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેવાવાળી અદિતિ હુંડિયા નાં ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખથી વધારે ફોલોવર્સ છે.
અદિતિને ઘણી વખત આઇપીએલ ની મેચ દરમિયાન ઈશાન કિશન અને તેની ટીમને સપોર્ટ કરતાં પણ જોવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯ માં જ્યારે તે ઈશાન કિશનને સપોર્ટ કરવા માટે મેદાન ઉપર આવી હતી, ત્યારથી આ બંનેની લવ સ્ટોરી વિશે લોકોને જાણ થઈ હતી. ત્યારબાદ બંનેની એક સાથે ઘણી બધી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં જોવામાં આવી હતી.