જાહેરમાં છલકાયું હતું સની દેઓલનું દર્દ, કહ્યું – મોટી એક્ટ્રેસ મારી સાથે કામ નથી કરતી, જાણો કારણ

Posted by

સની દેઓલની ગણતરી હીન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતામાં થાય છે. સની દેઓલે પોતાની એક્ટિંગ અને એક્શન અવતારથી બોલીવુડમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સની દેઓલ એક અભિનેતાના રૂપમાં લગભગ ૩૮ વર્ષથી હિન્દી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને તેમણે પોતાના સમયની લગભગ દરેક અભિનેત્રી સાથે કામ કર્યું છે. પરંતુ અમુક જાણીતી અભિનેત્રીઓ એવી પણ રહી છે, જેમણે સની દેઓલ સાથે કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો અને આ વાતનો ખુલાસો સની દેઓલે જાતે કર્યો હતો.

સની દેઓલની કારકિર્દી ખુબ જ શાનદાર રહેલી છે. તે હવે ફિલ્મોમાં નજર નથી આવતા પરંતુ જ્યારે તેમનો સમય હતો તો તેમણે બધાને પોતાના દિવાના બનાવી રાખ્યા હતા. ૮૦ અને ૯૦નાં દશકમાં સની દેઓલે એકથી એક ચડિયાતી હિટ ફિલ્મ હિન્દી સિનેમાને આપી. સની દેઓલ ઘણીવાર ક્રેડિટ ન મળવા પર પણ ખુલ્લા દિલથી વાત કરતા રહે છે. સની દેઓલે સ્પષ્ટ રીતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમને પોતાની બ્રાન્ડિંગ કરતા નથી આવડતી. જ્યારે અન્ય ફિલ્મી કલાકાર તેમાં તેનાથી આગળ નીકળી જાય છે.

સની દેઓલ એકવાર ઇન્ડિયા ટીવીનાં જાણીતા શો “આપકી અદાલત” માં મહેમાન તરીકે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. સની પ્રમાણે, તે ઘણા એક્ટર્સની હરકતોથી પરેશાન થઇ જતા હતા.

સનીએ જણાવ્યું હતું કે, તેમની સાથે જાણીતી અભિનેત્રી રહેલી શ્રીદેવી કેમેરાની પાછળ ઘણી વખત અજીબ હરકતો કરતી હતી. જેનાથી તેમની એક્ટિંગ પર પણ અસર પડતી હતી. આપકી અદાલતમાં સનીએ કહ્યું હતું કે, “એકવાર મેં મારી નજર શ્રીદેવી પર ટકાવી રાખી અને તેને કહ્યું કે, હવે હું તને નહીં  છોડીશ.” જોકે તે મારી વાત સમજી ગઈ પરંતુ પછી મેં તેની સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો.”

એકવાર સની દેઓલ મીડિયા સાથે વાત કરતાં મોટો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, મોટી અભિનેત્રીઓ તેની સાથે કામ કરવા નથી ઈચ્છતી. સની દેઓલે જણાવ્યું હતું કે, “શ્રીદેવી અને ઐશ્વર્યા રાયે મારી સાથે કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો. મેં ફિલ્મ “ઘાયલ” માટે શ્રીદેવીને અપ્રોચ કરી હતી, પરંતુ તેમણે ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો. હુ એક બીજી ફિલ્મ બનાવી રહ્યો હતો, જેના માટે મેં એશ્વર્યા રાયને અપ્રોચ કરી, પરંતુ તેણે મારી સાથે કામ કરવાથી ઇનકાર કરી દીધો.”

મેં ઘણી બીજી મોટી અભિનેત્રીઓને અપ્રોચ કરી પરંતુ તે મારી સાથે કામ કરવા ઇચ્છતી ન હતી. કદાચ બધાએ તેમની સાથે કામ કરવા માટે એટલા માટે ઇનકાર કર્યો કારણ કે તે પુરુષ પ્રધાન ફિલ્મોમાં જ કામ કરતા હતા.”

એકવાર મીડિયાકર્મીઓએ સની દેઓલને સવાલ કર્યો હતો કે દેઓલ પરિવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન આપ્યું છે તો શું તમને નથી લાગતું કે તમારા પિતાને એવોર્ડ ન મળવો એક ભેદભાવ હતો? જવાબમાં સની દેઓલે કહ્યું હતું કે, “એવું નથી, કારણ કે મારા પાપા બસ મારા પાપા છે અને તેમને એવોર્ડ મળવો, ન મળવો અલગ વાત છે. પરંતુ તેમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. જ્યાંથી મારા પિતા આવ્યા છે, ત્યાંથી કોઈ આવતું નથી અને જો આવે છે તો અહીં સુધી પહોંચતું નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *