જાહેરમાં દુર્ગા પુજા દરમ્યાન ઝઘડી પડી કાજોલ અને તનિષા મુખર્જી, ઝઘડો એટલો વધી ગયો કે માં એ વચ્ચે આવીને બંનેને છુટા પાડવા પડ્યા : VIDEO

Posted by

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર સેલિબ્રિટીની વચ્ચે લડાઈ-ઝઘડા નાં સમાચાર આવતા રહે છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલિબ્રિટી વિશે તમને જાણ હશે કે જેમના વચ્ચે વર્ષોથી લડાઈ-ઝઘડા ને લીધે વાત થતી નથી. પરંતુ અહીંયા આપણને ભાઈ અથવા બહેન ની વચ્ચે લડાઈ ઝઘડા નાં સમાચાર ખુબ જ ઓછા સાંભળવા મળે છે. જોકે તેની વચ્ચે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી છવાયેલા છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવામાં આવી રહ્યું છે કે બે બહેનો એટલે કે કાજોલ અને તનિષા મુખર્જી પરસ્પર લડાઈ ઝઘડો કરી રહી છે. હકીકતમાં નવરાત્રી દરમિયાન કાજોલ પોતાની બહેન અને માં તનુજા સાથે દુર્ગાપુજા કાર્યક્રમમાં પહોંચી હતી અને આ દરમિયાન કંઈક એવું થઇ ગયું હતું કે બંને બહેનો જાહેરમાં ઝઘડવા લાગી હતી. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

બોલિવુડ અભિનેત્રી કાજોલ હાલનાં દિવસોમાં પોતાની દુર્ગા પુજાના વીડિયોને લઈને ખુબ જ વધારે ચર્ચામાં રહેલી છે. જણાવી દઈએ કે તે ખુબ જ ધાર્મિક પ્રવૃત્તિની છે અને માતાજીને ખુબ જ માને છે. એ જ કારણ છે કે પાછલા ઘણા સમયથી સતત માતાજીનાં પુજનમાં વ્યસ્ત રહેલી નજર આવે છે. જણાવી દઈએ કે હાલના સમયમાં બોલિવુડના કલાકારો પુજા દરમિયાન પહોંચ્યા હતા અને આ દરમિયાનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હતી.

હાલમાં જ કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે, જેમાં તે પોતાની બહેન સાથે વાદવિવાદ કરતી નજર આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાજોલે દુર્ગા પુજાના આ તહેવારની ખુબ જ ધામધુમથી ઉજવણી કરી હતી, જેના માટે તેને ખુબ જ તૈયારીઓ પણ કરી હતી અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોને આમંત્રિત પણ કર્યા હતા. પરંતુ આ દરમિયાન તેમનો એક વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

જેમાં તે પોતાની બહેન તનિષા મુખર્જી સાથે વાદવિવાદ કરતી નજર આવી રહી છે. બંને વચ્ચે તકરાર એટલી વધી જાય છે કે તેમની માં વચ્ચે આવીને બન્નેને અલગ કરે છે. બાદમાં જોવામાં આવે છે કે બંને બહેનો એક સાથે ફોટોશુટ પણ કરાવતી નજર આવી રહી છે. બંને બહેનો ની વચ્ચે વાત એટલી વધી જાય છે કે તનિષા મુખર્જી કાજોલને “ચુપ રહે” એવું પણ કહે છે. પરંતુ સ્થિતિને સમજીને માં બંનેને સંભાળે છે અને બાદમાં ફોટોશુટ કરતા નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *