પુરુષ ભલે ઘરની બહાર પોતાને સિંહ બતાવતો હોય પરંતુ ઘરની અંદર પત્ની સામે તે બિલાડી બની જાય છે. ભલે તે સામાન્ય પુરુષ હોય કે કોઈ સેલીબ્રીટી, દરેક પુરુષ પોતાની પત્ની આગળ ઢીલો પડી જાય છે. વળી પાર્ટનર સાથે નાના મોટા ઝઘડાઓ તો સામાન્ય બાબત છે પરંતુ શું કોઈ ગર્લફ્રેન્ડ અથવા પત્ની પોતાના પાર્ટનરને જાહેરમાં થપ્પડ મારી શકે છે? આવું લગભગ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં તે સામાન્ય બાબત છે. ચાલો અમે તમને એવા પાંચ એક્ટર વિશે જણાવીએ જેઓ જાહેરમાં પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડ ની થપ્પડ ખાઈ ચુક્યા છે.
અક્ષય કુમાર
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડના ખેલાડી કુમારનું. હકીકતમાં ફિલ્મ ‘અંદાજ’ અને ‘મુજસે શાદી કરોગી’ દરમિયાન અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાની વચ્ચે અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. આ ખબર થી પરેશાન થઈને એક દિવસ મુંબઈની એક હોટલમાં ટ્વિંકલ ખન્નાએ અક્ષયના મોઢા પર એક જોરદાર થપ્પડ લગાવી દીધી હતી અને અક્ષય ને ધમકી આપી હતી કે આગળથી તેઓ પ્રેમિકા સાથે કોઈ ફિલ્મ સાઇન કરશે નહીં.
ઈમરાન હાશ્મી
બોલિવૂડના સીરિયલ કિસર ઈમરાન હાશ્મી તો ઘણી વખત પોતાની પત્ની પરવીનના હાથે થપ્પડ ખાઈ ચુક્યા છે. આ વાતનો ખુલાસો ઈમરાન હાશ્મી એ જાતે કરેલો છે. હકીકતમાં ઇમરાનની વાત માનીએ તો તેમની પત્ની પરવીન તેની દરેક ફિલ્મની પહેલી સ્ક્રીન જોયા બાદ તેને થપ્પડ મારે છે.
સુશાંત સિંહ રાજપૂત
નાના પડદા થી મોટા પડદા સુધી પહોંચવા વાળા સુશાંત સિંહ રાજપૂત પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે થી થપ્પડ ખાઈ ચૂક્યા છે. ખબરો અનુસાર એક વખત યશરાજ સ્ટુડિયોમાં અંકિતા અને તેની વચ્ચે કોઇ વાતને લઇને ખુબ જ તકરાર થઈ ગઈ હતી અને અંકિતાએ ગુસ્સામાં આવીને જાહેરમાં સુશાંતને જોરદાર થપ્પડ લગાવી હતી.
કરણ સિંહ ગ્રોવર
બિપાશા બાસુના પતિ કરણ સિંહ ગ્રોવર પણ એક વખત પોતાની એક્સ વાઇફ જેનિફર વિંગેટ થી થપ્પડ ખાઈ ચુક્યા છે. આ ઘટના ટીવી શો ‘દિલ મિલ ગયે’ દરમિયાન ની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જેનિફરે કરણને નિકોલ અને શ્રદ્ધાને કારણે થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ બંનેએ ઘણા મહિના સુધી એકબીજા સાથે વાત કરી ન હતી.
આર્યન વૈદ્ય
બોલિવૂડની અમુક ફિલ્મોમાં નજર આવી ચુકેલા આર્યન વૈદ્યને યુટીવી બિન્દાસ ના રિયાલિટી શો ‘લવ બ્રેકઅપ’ માં તેની અમેરિકન પત્ની એલેક્ઝાન્ડ્રા કોપેલ સાથે ઝઘડો થઈ ગયો હતો અને એલેક્ઝાન્ડ્રા એ બે વખત શોમાં આર્યનને થપ્પડ મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આર્યનને એલેક્ઝાન્ડ્રાના પરિવાર તરફથી સન્માન નથી મળી રહ્યું, જે તેઓ મેળવવા ઈચ્છે છે.