જલ્દી આવી રહી છે બોબી દેઓલની આશ્રમ-૩, બોલીવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસની પણ થશે તેમાં એન્ટ્રી, નામ જાણીને ખુશ થઈ જશો

Posted by

બોબી દેઓલની બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ છે. તેમની ફિલ્મી કારકિર્દીમાં ભલે ચઢાવ-ઉતાર આવેલો હોય, પરંતુ તેમની ફેન ફોલોઈંગ માં આજે પણ જરા ઘટાડો થયેલ નથી. બોબી દેઓલે પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં “બરસાત” ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેઓ ગુપ્ત, ઓર પ્યાર હો ગયા, કરીબ, સોલ્જર, દિલ્લગી, બાદલ, બિચ્છુ, અજનબી, હમરાજ, બરસાત સહિત ઘણી ફિલ્મોમાં નજર આવ્યા. વચ્ચે તેમની ફિલ્મી કારકિર્દી એકદમથી આપ પડી ગઈ હતી, જેનાથી તેઓ ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમની પત્ની તાન્યા દેઓલે તેમને હિંમત આપી.

એક લાંબા બ્રેક બાદ બોલિવુડમાં રેસ-૩ થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ તો ચાલી શકી નહીં, પરંતુ તેમને ફરીથી બોલિવુડમાં કામ કરવા માટે ઘણી ઓફર મળવા લાગી. બોબી દેઓલ છેલ્લી વખત વેબ સીરીઝ આશ્રમમાં જોવામાં આવેલ હતા. આ સિરીઝમાં બોબી દેઓલે એક ઢોંગી બાબાનો કિરદાર નિભાવ્યો હતો. સિરીઝમાં તેમના કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં બોબી દેઓલની લોકપ્રિયતામાં એકવાર ફરીથી ચાર ચાંદ લાગી ગયા છે.

આશ્રમ સિરીઝની અત્યાર સુધીમાં બે સીઝન આવી ચુકેલ છે. આ સીરીઝને પ્રકાશ ઝા એ ડાયરેક્ટ કરેલ છે. સિરીઝમાં બોબી દેઓલ સિવાય ચંદન રોય સાન્યાલ, અદિતિ પોહનકર, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયેન્કા, તુષાર પાંડે, ત્રિઘા ચૌધરી, અનિલ રસ્તોગી, સચિન શ્રોફ, અનુરિતા ઝા અને રાજીવ સિદ્ધાર્થ જેવા ઘણા ટેલેન્ટેડ કલાકાર છે. પહેલી બે સિઝનની સફળતાને ધ્યાનમાં રાખીને મેકર્સ હવે ખુબ જ જલ્દી ત્રીજી સિઝન લાવવાની તૈયારીમાં છે. વળી ફેન્સ પણ આશ્રમ-3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આશ્રમ વેબ સીરીઝ તેના ગ્લેમરસને લીધે પણ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને બોબી દેઓલ અને તેમાં આપેલા સીન ખુબ જ વાયરલ થયા હતા. જેના કારણે વેબ સીરીઝ વિવાદોનો પણ હિસ્સો રહી હતી. કરણી સેના એ તો આ વેબ સીરિઝ ઉપર હિન્દુ ધર્મને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. કરણી સેના અનુસાર આ ફિલ્મ દ્વારા હિન્દુ ધર્મને બદનામ કરવામાં આવી રહેલ છે. આ ધર્મની એક નેગેટીવ ઇમેજ બતાવવામાં આવી રહી છે. તેની અસર યુવાન પેઢી ઉપર ખોટી પડી રહી છે.

હકીકતમાં સિરીઝ ની કહાની માં એક એવા ઢોંગી બાબાને બતાવવામાં આવેલ છે, જે પોતાના આશ્રમની ચોખ્ખી છબી પાછળ ખોટા કામ કરે છે. આ સિરીઝમાં બાબાની ચેલી બનેલી બબીતા ચૌધરીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. સિરીઝમાં તેના અને બોબી દેઓલનાં ઘણાં ગ્લેમરસ સીન બતાવવામાં આવેલ છે. હવે મેકર્સ આશ્રમમાં એક નવી ગ્લેમરસ એક્ટ્રેસની એન્ટ્રી કરાવવા જઈ રહેલ છે.

આશ્રમનાં ત્રીજા ચેપ્ટરમાં જન્નત-૨ માં કામ કરી ચુકેલ એક્ટ્રેસ ઈશા ગુપ્તા નજર આવશે. તે સિરીઝમાં બોબી દેવલનાં પ્રચારકનું કિરદારને નીભાવતી નજર આવશે. તે સમાજનાં લોકોમાં કાશીપુર વાળા બાબા ની છબી ચમકાવવાનું કામ કરતી જોવા મળશે. સિરીઝની ત્રીજી સિઝનનું શુંટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું. તેને જયપુર અને ભોપાલમાં ફિલ્માવવામાં આવશે. રિપોર્ટનું માનવામાં આવે તો આશ્રમ સીરીઝની ત્રીજી સિઝન વધારે ધમાકેદાર થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *