જલ્દી આવી રહી છે ઝાયડસ કેડિલા ની બાળકો માટે સોઈ વગરની કોરોના રસી, જાણો કેટલી છે અસરકારક

Posted by

ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. દેશમાં સૌથી પહેલા કોવિશિલ્ડ અને કોરસી સાથે જ રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ પછી ઘણા બીજા રસીનાં આપાતકાલીન ઉપયોગની મંજુરી આપવામાં આવી. હવે સમાચાર મળી રહ્યા છે કે દેશમાં જલ્દી જ બાળકો માટે પણ કોરોનાની રસી આવી જશે. મતલબ છે કે દેશમાં અત્યાર સુધીમાં માત્ર ૧૮ વર્ષથી ઉપરની ઉંમરનાં લોકોને જ કોરોના ની રસી લગાવવામાં આવી રહી છે. સરકારની તરફથી જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલા એ પોતાની કોરોના રસી ZyCoV-D (બાળકો માટે બનાવવામાં આવેલી કોરોના રસી) નાં ઉપયોગ માટે ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે મંજુરી માટે આવેદન કર્યું છે.

આશા રાખવામાં આવી રહી છે કે જલદી આ રસીનાં આપાતકાલીન ઉપયોગની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ રસી ૧૨ વર્ષથી ઉપર વાળા બાળકો માટે બનાવવામાં આવી છે. જો આ રસીને મંજુરી મળી જાય છે તો જલ્દી જ દેશમાં બાળકોનું રસીકરણ અભિયાન શરૂ થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બાળકો માટે બનાવવામાં આવેલી કોરોના રસી ZyCoV-D ત્રીજી લહેર વિરુદ્ધ પ્રભાવી રૂપથી કામ કરશે. જોકે કોરોનાની સંભવીત ત્રીજી લહરમાં બાળકોનાં વધારે સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આ કારણને લીધે પણ આ રસી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવો વિસ્તારથી જાણીએ ઝાયડસ કેડિલા દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલી ZyCoV-D રસી વિશે.

બાળકો માટે કોરોના રસી ZyCoV-D ૧૨ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે. આ કોરોના રસીની દવા નિર્માતા કંપની ઝાયડસ કેડીલા એ બનાવી છે. આ રસી નાં ત્રીજા સ્ટેજનાં ટ્રાયલ પણ પુરા કરી દીધા છે. ZyCoV-D દુનિયાની સૌથી પહેલી ”પ્લાઝમિડ ડીએનએ” રસી છે, જે કોરોના વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવી રહી છે. ZyCoV-D  કોરોના રસી શરીરમાં કોરોના વાયરસ સામે લડવા માટે એંટીજન બનાવવાનું કામ કરે છે. કોરોના ની આ રસી સ્ટોર કરવા માટે ૨-૮ ડિગ્રી તાપમાન જોઈએ છે. એટલા માટે તેને ભારતમાં કોલ્ડ ચેન સ્થિતિમાં અનુકૂળ પણ માનવામાં આવે છે. ખબર પ્રમાણે ઝાયડસ કેડિલા એ આ રસીનાં નિર્માણમાં લગભગ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

કેટલી અસરકારક છે ઝાયડસ કેડિલા ની  ZyCoV-D રસી?

ZyCoV-D કોરોના રસીનાં ત્રીજા સ્ટેજનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઇ ચુકેલ છે અને ટ્રાયલ પછી હવે પરિણામ પ્રમાણે આ રસી કોરોનાનાં સંક્રમણને રોકવામાં લગભગ ૬૬.૬ ટકા અસરકારક છે. આંકડા પ્રમાણે ZyCoV-D કોરોના રસી ગંભીર સંક્રમણ વિરુધ્ધ ૧૦૦ ટકા પ્રભાવી છે. રસીને બનાવવા વાળી કંપની ઝાયડસ કેડિલા એ કહ્યુ કે, ૧૨ વર્ષથી વધારે ઉંમર વાળા લોકો માટે બનાવવામાં આવેલી આ રસી કોરોનાનાં નવા ડેલ્ટા પ્લસ વેરિઅંટ વિરુદ્ધ પણ પ્રભાવિત રૂપથી કામ કરશે. મતલબ છે કે આ રસીનાં ત્રીજા ફેઝમાં ટ્રાયલમાં ૨૮ હજાર લોકોને આ રસી આપવામાં આવી હતી. જેમાંથી ૧૦૦૦ લોકોની ઉંમર ૧૨ થી ૧૮ વર્ષ વચ્ચે હતી. આ લોકો પર થયેલા પરિક્ષણનાં આધાર પર કંપનીએ આ જાણકારી આપી છે.

સોય વગરની હશે આ ત્રણ ડોઝ વાળી રસી

૧૨ વર્ષથી વધારે ઉંમર વાળા લોકો માટે બનાવવામાં આવેલી કોરોના ની ZyCov-D રસી સોય વગરની હશે. આ રસીને જેટ ઈન્જેકતરનાં માધ્યમથી લગાવવામાં આવશે. જેનાથી બાળકોમાં રસી લગતા સમયે દુખાવો પણ ઓછો થશે. જાણકારી પ્રમાણે ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી આ કોવિડ રસી બે નહીં ત્રણ ડોઝમાં લગાવવામાં આવશે. પહેલો ડોઝ આપ્યાનાં ૨૮ દિવસ પછી એનો બીજો ડોઝ આપવામાં આવશે અને પછી ૫૬ દિવસ પછી ત્રીજો ડોઝ લગાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકો માટે બનાવવામાં આવેલી આ કોરોના રસી દેશમાં જુલાઈ-ઓગસ્ટ મહિના સુધી આવી જશે. જો આ રસીનાં આપાતકાલીન ઉપયોગની મંજુરી આપવામાં આવે છે, તો દેશમાં કોરોના માટે લગાવવામાં આવતી આ પાંચમી રસી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *