ભારતમાં ખૂબ જ જલ્દી મોબાઈલ નંબરના આંકડા ૧૦ ને બદલે ૧૧ થઈ શકે છે. હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (TRAI) એ ભલામણ કરી છે, જેને મંજૂરી મળ્યા બાદ મોબાઈલ નંબર ના કુલ અંક બદલવામાં આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા તરફથી રજૂ કરવામાં આવેલ ભલામણમાં મોબાઈલ ની સાથે સાથે લેન્ડલાઈન સર્વિસ માટે “યુનિફાઇડ નંબર પ્લાન” સામેલ કરવાની પણ વાત કરવામાં આવી છે. યુનિફાઇડ નંબર પ્લાનને જો મંજૂરી મળી જાય છે તો મોબાઇલ નંબરનાં અંક ૧૧ થઇ જશે.
જ્યારે લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરવા પહેલાં ૦ લગાવવું જરૂરી બનશે. તમને જણાવી દઈએ કે અત્યારે લેન્ડલાઈન થી કોલ કરતા સમયે ૦ લગાડવાની જરૂર હોતી નથી. વર્તમાનમાં લેન્ડલાઈન થી મોબાઈલ નંબર પર ૦ લગાડ્યા વિના ફોન કરી શકાય છે. ટ્રાય દ્વારા રજુ કરવામાં આવેલ ભલામણ અનુસાર જે રીતે તમે એક ફિક્સ લાઇન ફોનથી ઇન્ટર સર્વિસીસ એરીયા મોબાઈલ કોલ કરો છો, તેવી જ રીતે સર્વિસ કર્યાની અંદર પણ મોબાઇલ ફોન પર કોલ કરવા માટે ૦ લગાવવું પડશે.
૧૦ અબજ લોકો પર પડતી અસર
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ નવી ભલામણ લાગુ થવાથી ભારતના બધા મોબાઈલ નંબર બદલી જશે. આવું થવા પર લગભગ ૧૦ અબજ મોબાઈલ નંબર પ્રભાવિત થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભલામણ ની અસર ડોંગલ ઉપર પણ પડશે અને ડોંગલ માટે પણ વિતરિત કરવામાં આવેલ મોબાઈલ નંબર ની સંખ્યા ૧૩ અંકની થઇ જશે. હાલના સમયમાં દેશમાં ડોંગલ માટે ૧૦ નંબર નો મોબાઇલ નંબર આપવામાં આવેલ છે. વળી તેની ભલામણને કારણે ડોંગલ માટે મોબાઈલ નંબર બદલીને ૧૦ ને બદલે ૧૩ આંખનો કરી દેવો જોઈએ.
પહેલો અંક હશે ૯
ટ્રાય દ્વારા કરવામાં આવેલ ભલામણ અનુસાર મોબાઈલ નંબર માટે ૧૦ થી ૧૩ નંબર સ્વીચ કરવામાં આવે, જેમાં પહેલો અંક “૯” ના રૂપમાં હશે. ફિક્સ્ડ લાઈન નંબર ને ૨ અથવા ૪ ના સમ-લેવલ પર લઈ જવા જોઈએ. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ ઘણા ઓપરેટર્સ તરફથી ૩, ૫ અને ૬ થી શરૂ થતાં નંબરો થી લેન્ડલાઈન કનેક્શન રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી આ નંબર સેવામાં આવ્યાં નથી વળી. હવે ટ્રાય દ્વારા તેને ૨ અથવા ૪ ના સબ-લેવલ પર લઈ જવાની ભલામણ કરવામાં આવી છે.
૧.૨ બિલીયન લોકો છે ઉપભોક્તા
ટ્રાય તરફથી આપવામાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતમાં પહેલાથી જ લગભગ ૧.૨ બિલિયન ટેલીફોન નંબર છે, જેની ટેલી-ડેન્સિટી ૮૭.૪૭ ટકા છે. દેશમાં ફિક્સ અને મોબાઇલ ઉપભોકતાની સંખ્યા ઝડપથી વધી રહી છે. વળી વિવિધ હિતધારકો થી પ્રાપ્ત ઇનપુટ અને ઓપન હાઉસ ડિસ્કશન દરમિયાન થયેલ ચર્ચાઓ પર આધારિત છે, ટ્રાય તરફથી આ ભલામણ રાખવામાં આવેલ છે.