જલ્દી ખરીદી લો આ બાઇકને ફક્ત ૨૦ હજાર રૂપિયામાં મળી રહી છે, પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત નથી

દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધતા જઈ રહ્યા છે. તેની કિંમતો સામાન્ય વ્યક્તિની કમર તોડી રહી છે. સામાન્ય વ્યક્તિ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સરકાર પણ કોઇ રાહત આપવાના મૂડમાં નથી. એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધતા રહેશે. તેવામાં તમારા ખિસ્સા પર તેનો ભાર નિશ્ચિત પણે આવવાનો છે. દેશમાં ઘણા લોકોની આવક પણ એટલી નથી કે તેઓ વધતા જઈ રહેલા પેટ્રોલના ભાવની સાથે પોતાનું જીવન ચલાવી શકે. તો શું તેવામાં આપણે ઘરેથી બહાર નીકળવાનું બંધ કરી દેવું જોઈએ અથવા ઓફિસ પગપાળા ચાલીને જવું જોઈએ? પરંતુ અમે તમારી આ ચિંતાને ધ્યાનમાં રાખીને એક ઉપાય લઈને આવ્યા છીએ. વળી કહી શકાય કે આ એક ખુશખબરી છે.

અમે તમને એક એવી બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત માત્ર ૨૦ હજાર રૂપિયા છે અને તે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે. Detel કંપનીની ઓળખ સમગ્ર દુનિયામાં સસ્તી કિંમતમાં પ્રોડક્ટ આપવાની છે. હવે Detel કંપની કંઈક એવું કરવા જઈ રહી છે જેનાથી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ મોખરે થઈ જશે. જાણકારી અનુસાર Detel કંપની સૌથી સસ્તુ ઇ-સ્કૂટર લોન્ચ કરવાની છે. કંપનીએ તેની સાથે દાવો કર્યો છે કે તેનાથી સસ્તુ ઇ-સ્કૂટર સમગ્ર દુનિયામાં કોઈ પણ દેશ પાસે હજુ સુધી ઉપલબ્ધ નથી.

ભારતીય સ્ટાર્ટઅપ કંપની Detel નો દાવો છે કે Easy Plus દુનિયાનું સૌથી સસ્તુ સ્કૂટર બનશે. બ્રાન્ડ “ડિટલ ડિકાબોર્નીઝ ઇન્ડિયા” અંતર્ગત આ સ્કૂટર રજૂ કરવાનું છે. આ કંપની પોતાના આ સ્કૂટરને એપ્રિલ ૨૦૨૧ સુધીમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો આ સ્કૂટરની વાત કરવામાં આવે તો તે ઈલેક્ટ્રીક સ્કૂટર છે.

ફિચર્સની વાત કરવામાં આવે તો આ સ્કૂટર Detel Easy Plus સિંગલ ચાર્જમાં ૬૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકવાની સક્ષમ હશે. તેની અંદર 20ah ની બેટરી લગાવેલી હશે. તેની સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે આ ભારતનું સૌથી સસ્તુ સ્કૂટર હશે અને ભારતના રસ્તાઓ પર દોડવા લાયક હશે. Detel Easy Plus પીળા, લાલ અને રોયલ બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે.

તમને જણાવી દઈએ કે Detel દ્વારા પાછલા વર્ષે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ડિટેલ ઇઝી લોન્ચ કર્યું હતું. તેની કિંમત જીએસટી સહિત કુલ મળીને ૨૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટરને ૭ થી ૮ કલાક માં ફૂલ ચાર્જ કરી શકાય છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. એક વખત ચાર્જ થયા બાદ તે ૬૦ કિલો મીટર સુધીનું અંતર કાપી શકે છે. Detel સસ્તા ઉપકરણ વેચવા માટે ઓળખવામાં આવે છે. Detel કંપનીઓએ પાછલા વર્ષે ૧ ગુરુ નામથી એક મોબાઇલ ફોન પણ લોન્ચ કર્યો હતો, જેની કિંમત ફક્ત ૬૯૯ રૂપિયા રાખવામાં આવી હતી.

આ સ્કૂટર વિશે ડિટેલ ફાઉન્ડેશનના સંસ્થાપક ગીતિકા ભાટિયાએ કહ્યું હતું કે Detel ઇલેક્ટ્રિક વાહનોને વેચવાની સાથે સાથે પર્યાવરણ બચાવવાના અભિયાનની શરૂઆત પણ કરશે. જણાવી દઈએ કે આ કંપનીએ ૧ ગુરુ નાં નામથી જે ફોન લોન્ચ કર્યો હતો. તેમાં ૧૬ જીબી મેમરી હતી, જે એક્સપાન્ડેબલ છે. એટલું જ નહીં આટલા પૈસા માં ફ્લેશ લાઇટ, જીપીઆરએસ અને બીટી ડાયલર જેવા સ્માર્ટ ફિચર આપવામાં આવ્યા છે.