જોક્સ-૧
આજકાલ નાના બાળકો પડી જાય અને છોલાઈને મમ્મી પાસે આવે તો મમ્મી કહે,
“અલે લે લે, મારો દિકો ભમ્મ થઈ ગયો”
અને એક અમારી મમ્મી હતી જે કહેતી હતી,
ન્યાં હું તારા બાપનો ડાબલો દાઈટો હતો તે ન્યાં ગુડાણો તો
અને બીજા બે ઢીકા પડતા બોનસમાં.
જોક્સ-૨
પરણેલા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ક્યારે સુર્યાસ્ત થઈ ગયા પછી તમારી પત્ની સાથે ઝઘડો ન કરશો.
કારણ કે વિભિષણનાં કહેવા મુજબ આસુરી તાકાત સુર્યાસ્ત પછી બમણી થઈ જાય છે,
માટે ખીચડી સાદી હોય કે વઘારેલી પણ જમી લેજો બાપા.
જોક્સ-૩
ડોક્ટર : તમને કોઈ જુની બીમારી છે, જે તમને ધીમે ધીમે ખાઈ રહી છે.
દર્દી : ધીમે બોલો. બહાર જ બેઠી છે.
જોક્સ-૪
બાજુની સીટ ઉપર બેસેલી યુવતીને કંડક્ટરે કહ્યું : આ મોબાઈલ તમને જીવનમાં બહુ આગળ લઈ જશે.
યુવતી : કેમ?
કંડકટર : ટિકિટ તો તે વડોદરા ની લીધી હતી પણ બસ સુરત વટી ગઈ.
જોક્સ-૫
જમાઈ સાસરેથી પત્નીને તેડવા ગયો સાસુએ જમાઈને જતી વખતે ૫૧ રૂપિયા હાથમાં આપ્યા.
જમાઈ (રસ્તામાં) : હું ૧૨૦ રૂપિયાનાં કિલો સફરજન તારા મમ્મી માટે લાવ્યો અને એમણે મને ૫૧ રૂપિયા જ આપ્યા.
પત્ની : તમે મને તેડવા આવ્યા હતા કે સફરજન વેચવા આવ્યા હતા?
જોક્સ-૬
ગર્લફ્રેન્ડ પીઝા ખાતા ખાતા એકદમ રોમેન્ટિક અંદાજમાં બોયફ્રેન્ડને કહ્યું : કંઈક એવું કહે ને કે જેનાથી મારા દિલના ધબકારા વધી જાય.
બોયફ્રેન્ડ : તારા સમ… ખિસ્સામાં એક રૂપિયો પણ નથી અત્યારે.
જોક્સ-૭
જમાઈ : તમારી છોકરીનો બહુ ત્રાસ છે. બહુ નખરા કરે છે અને કારણ વગર ઝઘડે છે.
સહાનુભુતિ સાથે સસરા કહે : ભાઈ તારી પાસે જે “કટપીસ” છે ને એનો આખો “તાકો” મારી પાસે છે.
જમાઈ ચુપ થઈ ગયા.
જોક્સ-૮
ગામડાના કાકા પાર્ટીમાં જમવા ગયા ડાઇનિંગ ટેબલ ઉપર પહેલા કચુંબર રાખેલું હતું તે જોઈને કાકા ઉભા થઈને આવતા રહ્યા.
કાકી : શું થયું?
કાકા : હજુ શાક વઘારવાનું બાકી છે.
જોક્સ-૯
બધા પોતાની પત્નીને ધર્મ પત્ની કહે છે,
તો શાળાને ધર્મશાળા કેમ નથી કહેતા?
આ તો જસ્ટ મગજમાં સવાલ ઊભો થયો.
જોક્સ-૧૦
પેટ્રોલ પંપ ઉપર લખે છે કે મોબાઈલ વાપરવો નહીં
અને પાછા ત્યાં જ લખે Paytm કરો.
જોક્સ-૧૧
જેન્તીની પત્ની એને મુકીને ચાલી ગઈ.
જેન્તી : યાર કાંતિ, મારી પત્ની મને મુકીને જતી રહી.
કાંતિ : તું જરૂર એનું ધ્યાન જ નહીં રાખતો હોય એટલે જતી રહી.
જેન્તી એ કાંતિ ને એક લાફો મારીને ગુસ્સામાં કહ્યું : સગી બહેનની જેમ રાખતો હતો હું એને.
જોક્સ-૧૨
ગામમાં વિદેશી ભુરીયા આવ્યા.
દરવાજે લીંબુ મરચા લટકતા જોઈને બોલ્યા, What is this?
રઘો : એ એન્ટિવાયરસ છે. મેડ ઇન ઇન્ડિયા.
જોક્સ-૧૩
છોકરી વાળા : અમારી છોકરી B.A. છે.
છોકરા વાળા : આ અમારે પણ બીએ એવી જ છોકરી જોઈએ છે. માથાભારે અમારે ન ચાલે.