જમી લીધા પછી તુરંત ટોયલેટ માટે ભાગવું પડે છે તો આ ૫ ઉપાયોથી દુર કરી શકો છો પોતાની પરેશાની

Posted by

ઘણા લોકોમાં જોવામાં આવે છે કે એમને જમી લીધા બાદ તરત જ કે થોડા સમય પછી ટોયલેટ તરફ ભાગવું પડે છે. લોકોને લાગે છે કે એવું એટલા માટે થઈ રહ્યું છે કે એમનો ખોરાક પચ્યા વગર જ બહાર નીકળી ગયો પરંતુ વાસ્તવમાં એનું કારણ એવું નથી હોતું. તમને કદાચ આશ્ચર્ય થશે કે આપણે જે કંઈ ખાઈએ છીએ તેણે સંપુર્ણ રીતે પ્રોસેસ થવા અને મળરૂપે બહાર નીકળવામાં ઘણી વાર એક થી પાંચ દિવસ લાગી જાય છે. એના માટે આ સમસ્યા તરત જમવામાં આવેલા ખોરાકની નથી હોતી પરંતુ આ સમસ્યાનો સંબંધ પાચનતંત્ર ની ગડબડી થી કે પેટમાં કોઈ રીતનાં ઇન્ફેક્શનથી થઈ શકે છે.

મેડિકલ ટુડે અનુસાર જમ્યા બાદ તરત જ ટોયલેટ લાગવાનું કારણ ગેસ્ટ્રોકોલિક રિફલેક્સ હોઈ શકે છે. આ સ્થિતિમાં એ થાય છે કે જ્યારે તમે જમો છો અને આ ખોરાક પેટ સુધી પહોંચે છે, તો તમારું શરીર થોડા ખાસ હોર્મોનને રિલીઝ કરે છે, જેનાથી આંતરડા   સંકોચાવા લાગે છે. આ કારણે આંતરડામાં રહેલા ફુડ બહાર નીકળવા ઈચ્છે છે અને તમને મળ ત્યાગ કરવાનો સંકેત મળવા લાગે છે. ઘણીવાર એવું ત્યારે પણ થાય છે જ્યારે તમે પેટ ભરેલું હોવા છતાં પણ ઘણું વધારે જમો છો. ત્યારે સંભવ છે કે નવા ફુડની જગ્યા બનાવવા માટે તમારું પાચનતંત્ર જુના ફુડને બહાર નીકળવાનો સંકેત મોકલવા લાગે છે. આ સિવાય પેટ સાથે જોડાયેલી થોડી સમસ્યા પણ એનું કારણ હોઈ શકે છે જેમ કે-

  • ઇરિટેબ્લ બોવેલ સિંડ્રોમ (IBS)
  • ક્રોસ ડીસિસ
  • સિલિયક ડીસિસ
  • ફુડ ઇંતોલરેન્સ વગેરે.

જો તમને પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો તમે તમારા ખોરાકની આદત માં થોડો બદલાવ કરો. ખોરાકની આદતમાં આ બદલાવથી સંભવ છે કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે. જો તમે થોડા દિવસ આ ઉપાયને અપનાવ્યા બાદ પણ તમને આ સમસ્યા થઈ રહી છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

શું છે ગંભીર સમસ્યા?

સામાન્ય રીતે જમ્યા બાદ ટોયલેટ લાગવી ઘણી ગંભીર સમસ્યા નથી. જોકે આ સમસ્યા સાથે જ જો તમારું વજન જલ્દી થી ઘટવા લાગે તો તરત ચિકિત્સકને બતાવવું જોઈએ. જમ્યાનાં તુરંત બાદ પોટી લાગવાની સમસ્યા ગેસ્ટ્રો કોલિક રિફલકસ કહેવાય છે. જોવામાં આવે છે કે આ સમસ્યા તે લોકોને વધારે આવે છે જે શરુઆતનાં લાંબા સમય સુધી ટોયલેટને રોકી ને રાખે છે. જો તમને પણ ખોરાક ખાધાનાં તુરંત જ ટોયલેટ તરફ ભાગવું પડે છે, તો આ ટિપ્સની મદદથી તમારી આ સમસ્યા જલ્દી જ સારી થઈ જશે.

યોગ્ય કરો પોતાની ખાણી-પીણી

ઘણીવાર ખાણી-પીણી ની ગડબડીને કારણે પણ આ સમસ્યા આવે છે. વારંવાર ટોયલેટ જવાની સમસ્યાથી બચવા માટે તમારે એવા આહાર લેવા જોઈએ જે શરીરમાં અતિરિક્ત પાણીને જાળવી રાખે અને ગેસની સમસ્યાને દુર કરવામાં ઉપયોગી હોય. તેના માટે તમારે આહારમાં દહીં, કાચા સલાડ, આદુ, અનાનસ, જામફળ, અજમા વગેરેને સામેલ કરો. આ સિવાય કેળા, કેરી, પાલક, ટામેટાં અને શતાવરી વગેરે આહારમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, એટલા માટે આ આહાર પણ ફાયદાકારક છે.

ખોરાક સારી રીતે ચાવીને ખાવું

વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણામાંથી ઘણા લોકો ભોજનને લઈને ખરાબ આદતોને સામેલ કરી લે છે. એમાંથી એક છે આહારને જલ્દીથી ખાવું. પરંતુ જલ્દી ખાવાથી તમે અજાણતામાં ખોરાક સાથે હવા પણ ગળી જાઓ છો. જે પેટમાં ગેસ અને સોજાનું કારણ બને છે. એટલા માટે પોતાના આહારને ૩૦ વાર ચાવવાની કોશિશ કરો. પછી જુઓ તમે તમારી સમસ્યાને કેવી રીતે સરળતાથી દુર કરી લો છો.

ફાઇબર વાળા આહારનું સેવન કરો

દરેક ભોજન પછી ટોયલેટની સમસ્યાનું કારણ કબજિયાત પણ હોઈ શકે છે. કબજીયાતની સમસ્યા હોવા પણ આંતરડાને ફંકશન કરવામાં પરેશાની આવવા લાગે છે. એટલા માટે આ સમસ્યાથી બચવા માટે ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થોને પોતાના આહારમાં સામેલ કરો. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થમાં નાસપતી, સફરજન, વટાણા, બ્રોકોલી, આખું અનાજ, દાળ સામેલ કરો.

થોડું થોડું ભોજન કરો

જો તમને ખોરાક ખાધા બાદ તરત ટોયલેટ માટે જવું પડે છે તો તમારા ખોરાકને ટુકડાઓમાં વહેંચી લો અને થોડું થોડું ભોજન કરો. ભોજનનાં ત્રણ મોટા આહાર ની જગ્યાએ ચાર-પાંચ નાના ભોજન કરો. આ તમારા મેટાબોલિઝમ ને સારું રાખે છે અને વારંવાર ભૂખ લાગવાથી રોકે છે.

સારી ઉંઘ લો

ઊંઘ તમારા શરીર મન, મસ્તિષ્ક સાથે સાથે તમારા પાચનતંત્રને પણ પ્રભાવિત કરે છે. હંમેશા તમે જોયું હશે કે જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો બીજા દિવસે પેટ પણ સાફ થતું નથી. એટલા માટે જો તમારે જમ્યા બાદ તરત જ ટોયલેટ લાગવાની સમસ્યા રહે છે તો તમારી ઊંઘની કોલેટી અને સમય પર પણ ધ્યાન આપવું જોઈએ. એના માટે દરરોજ ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *