જમીન થી આકાશ સુધી પહોંચેલા પંકજ ત્રિપાઠીની સફળતામાં તેની પત્નીનો છે મોટો હાથ, તસ્વીરો જોઈને કહેશો “સુંદરતાનો ખજાનો” છે

Posted by

હિન્દી સિનેમાનાં જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી હાલમાં જ ૪૫ વર્ષનાં થઈ ગયા છે. પોતાની સારી એક્ટિંગ થી પંકજે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તેમના  કામનાં દરેક લોકો વખાણ કરે છે. પંકજે છેલ્લા થોડા વર્ષોમાં એટલું શાનદાર કામ કર્યું છે કે તે હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓનાં લિસ્ટમાં આવીને ઊભા રહી ગયા છે. પંકજ ત્રિપાઠી ફિલ્મોમાં સાઈડ અને સહાયક રોલમાં જ નજર આવે છે. જોકે તે લીડ હીરો પર પણ ભારી પડી જાય છે. તેમનો અંદાજ દરેકનું દિલ જીતી લે છે. તે સતત અભિનયનાં ક્ષેત્રમાં પોતાનું નામ અને કદ વધારતા જઈ રહ્યા છે. ૫ સપ્ટેમ્બર, ૧૯૭૬માં બિહારનાં એક નાના શહેર બેલસંદ માં પંકજનો જન્મ થયો હતો.

બિહારની એક નાની જગ્યા થી નીકળીને પંકજ ત્રિપાઠી મોટું નામ મેળવ્યું. જોકે તેમનું અહીં સુધી પહોંચવાની સફર ઘણી મહેનત અને સંઘર્ષ થી ભરેલું રહેલ છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને પંકજનાં જીવનમાં પણ કંઇક એવું જ થયું. તેમની સફળતામાં તેમની પત્ની મૃદુલા ત્રિપાઠી નો મોટો હાથ છે.

પંકજ અને મૃદુલાનાં લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા. પંકજ ત્રિપાઠીએ ગરીબીમાં પોતાના દિવસ પસાર કર્યા છે. તે ક્યારેક એક નાના ઘરમાં રહેતા હતા. જોકે આજે તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. એક સમય એવો પણ હતો. જ્યારે તે રસ્તા પર લોકો પાસે કામ માંગતા હતા અને કહેતા હતા કે મારી પાસે એક્ટીંગ કરાવી લો.

પંકજનાં ખરાબ સમયમાં તેમને તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીએ સાથ આપ્યો હતો. તે તેના પતિ સાથે ખભેથી ખભો મેળવીને ઊભી રહી. ઘણી વખત પંકજને પત્ની મૃદુલા પ્રત્યે પોતાના પ્રેમનો ઇજહાર કરતા જોવામાં આવ્યા છે. જણાવવામાં આવે છે કે પંકજે મૃદુલાને પહેલી વખત ધોરણ ૧૦નાં ક્લાસમાં હતા ત્યારે જોઈ હતી. આ વાતનો ખુલાસો પંકજે જાતે પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

પંકજે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની પ્રેમ કહાની વિશે બતાવતા કહ્યું હતું કે, “જ્યારે તે ૧૦માં ધોરણમાં હતા ત્યારે તેમને પહેલીવાર મૃદુલા ને જોઈ હતી. તે ધાબા પર ઊભી હતી અને પંકજ તેને નીચેથી જોઈ રહ્યા હતા. જ્યારે અચાનક બંનેની નજર ટકરાઈ ગઈ. ત્યારબાદ બન્નેની મુલાકાત થઈ અને મેં નક્કી કરી લીધું કે હું મૃદુલા સાથે લગ્ન કરીશ.”

પંકજ અને મૃદુલા એકબીજાને ચીઠ્ઠી લખતા હતા અને એકબીજાની હાલચાલ પુછતા હતા. તેની વચ્ચે કામની બાબતમાં પંકજનું બહાર જવાનું પણ જળવાઈ રહેતું હતું. જ્યારે એક સમયે તે અભ્યાસ માટે દિલ્હી આવી ગયા. જોકે બંનેનો પ્રેમ સતત વધી રહ્યો હતો. પંકજને એવું પણ લાગ્યું કે તેમના દિલ્હી આવ્યા બાદ મૃદુલા નાં લગ્ન થઈ ગયા હશે પરંતુ એક દિવસ પંકજે મૃદુલા ને ફોન કર્યો અને પછી બંનેએ પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધો.

પંકજ તો અભ્યાસની બાબતમાં દિલ્હી આવ્યા હતા, જ્યારે નોકરી માટે મૃદુલા પણ દિલ્હી આવી ગઈ હતી. અહીં બંને ફરીથી મળ્યા અને પછી લગ્ન સુધી વાત પહોંચી ગઈ. બંનેના  વર્ષ ૨૦૦૪માં લગ્ન થઈ ગયા. આજે કપલની એક દીકરી છે. જેનું નામ આશી ત્રિપાઠી છે. લગ્ન પછી ફિલ્મોમાં કામ અને નામ માટે પંકજ દિલ્હી થી મુંબઈ આવી ગયા હતા.

પંકજ માટે ફિલ્મોમાં નામ મેળવવું કોઈ સરળ કામ નહોતું. તે ફિલ્મી દુનિયા માટે એકદમ નવા હતા અને તે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ થી પણ ન હતા. તે કામના ચક્કરમાં લાંબા સમય સુધી આમ-તેમ ભટકતા રહ્યા અને તેમની પાસે તે દરમિયાન પૈસા પણ ન હતા. આ સંકટનાં સમયમાં તેમની પત્ની મૃદુલા તેમનું ઘર ચલાવતી હતી.

જણાવી દઇએ કે ધીરે ધીરે પંકજને ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થઈ ગયું. તે સતત સારું કામ કરતા ગયા અને તેમને મોટી ઓળખાણ મળતી ગઈ. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર, સ્ત્રી, ન્યુટન જેવી હિટ ફિલ્મોમાં કામ કરી પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો હતો. જ્યારે વેબ સીરીઝ મિરઝાપુર માં “કાલીન ભૈયા” નું કિરદાર નિભાવીને તે એક મોટા સ્ટાર બની ગયા હતા. આજે તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. એક આલીશાન જીવન જીવે છે.

હાલમાં જ તેને કૃતિ સેનન સાથે ફિલ્મ “મીમી” માં જોવામાં આવ્યા હતા. જેને સામાન્ય પ્રતિક્રિયા મળી હતી. જ્યારે તેમણે હવે અક્ષય કુમાર સાથે ફિલ્મ “ઓ માય ગોડ-2” ની શુંટિંગ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *