બોલીવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દિકરી જ્હાનવી કપુર હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં રહેલી છે. જ્હાનવી કપુર પોતાની એક્ટિંગથી વધારે પોતાની લુક અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ ને લીધે લોકોની વચ્ચે ચર્ચા નું કેન્દ્ર રહે છે. અવારનવાર જ્હાનવી કપુરની તસ્વીરો વાયરલ થતી રહે છે. તેની વચ્ચે તેની અમુક વધુ તસ્વીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો મા જ્હાનવી કપુર ખુબ જ શાનદાર અવતારમાં નજર આવી રહી છે. થોડા સમયમાં જ્હાનવી કપુરની આ તસ્વીરો ઇન્ટરનેટ પર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગઈ હતી.
બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપુર હાલમાં વેકેશન ઉપર હતી, જ્યાંથી તેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરેલી હતી. અભિનેત્રી આ તસ્વીરોમાં ગજબની સુંદર દેખાઈ રહી છે. જ્હાનવી કપુરે હાલમાં જ બિકીનીમાં પોતાના તમામ ફોટો શેર કરેલા છે, જેમાં તે સમુદ્રના કિનારે મસ્તી કરતી નજર આવી રહી છે. હવે તેને પોતાની અમુક વધુ તસ્વીરો શેર કરેલી છે, જેમાં તે બીકીની માં કેમેરા તરફ ઇન્ટેન્સ લુક આપતી જોવા મળી રહી છે.
જ્હાનવી કપુર એક વાર ફરીથી પોતાની સુંદરતાનો જલવો બતાવીને લોકોને દીવાના બનાવેલ છે. અભિનેત્રી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની બિકિની તસ્વીરો પોસ્ટ કરેલી છે. આ તસ્વીરો ઇન્ટરનેટ ઉપર આગ લગાવી રહી છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે જ્હાનવી કપુરે નિયોન કલરની બિકીની પહેરેલી છે, જેમાં તેની સુંદરતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
તે સમુદ્રની વચ્ચોવચ ઝાડ ઉપર બેસીને પોઝ આપી રહી છે. વળી દરેક તસ્વીરમાં તેનો અંદાજ લોકોને તેની તરફ આકર્ષિત કરી રહેલ છે. તસ્વીરો જોઇને સ્પષ્ટ જાણવા મળે છે કે જ્હાનવી કપુર હાલના દિવસોમાં પોતાના કામથી બ્રેક લઈને વેકેશન એન્જોય કરી રહી છે.
જ્હાનવી કપુરની આ તસ્વીરોને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. વળી તેની ઉપર કોમેન્ટ કરીને યુઝર્સ તેની પ્રશંસા કરતા પણ નજર આવી રહ્યા છે. તેની પર કોમેન્ટ કરીને યુઝર તેને હોટ, બોલ્ડ, બ્યુટીફુલ અને ફાયર કહી રહ્યા છે. એક ફેન દ્વારા લખવામાં આવ્યું હતું કે, “મારું હાર્ટ ફેલ થતા થતા બચી ગયું, તમને જોઈને.” વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “જ્હાનવી કપુર શિયાળામાં તો સ્વેટર પહેલી લો, નહીંતર તાવ આવી જશે તો હું દુનિયાને શું મોઢું બતાવીશ.?”
તમને જણાવી દઈએ કે જ્હાનવી કપુર છેલ્લી વખત ફિલ્મ “મિલી” માં નજર આવી હતી. તેની આ મુવી મલયાલમ ફિલ્મ “હેલેન” ની રિમેક હતી. આ ફિલ્મને માથુકુટ્ટી ઝેવિયર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ. વળી જ્હાનવી કપુરની ફિલ્મ “મિલી” ને તેના પિતા બોની કપુરે પ્રોડ્યુસ કરેલ છે. ફિલ્મમાં જ્હાનવીની એક્ટિંગ ને ખુબ જ પસંદ કરવામાં આવેલ.
જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર વધારે દમ બતાવી શકી નહીં. તેની સાથો સાથ જ્હાનવી કપુર ખુબ જ જલ્દી રાજકુમાર રાવની સાથે “મિસ્ટર એન્ડ મિસિસ માહી” માં નજર આવશે. “મિસ્ટર એન્ડ મિસિસ માહી” નું નિર્દેશન શરણ શર્મા કરી રહ્યા છે. વળી તેનું નિર્માણ કરણ જોહર કરી રહેલ છે. આ ફિલ્મ ક્રિકેટની પૃષ્ઠભુમિ પર આધારિત છે.
તે સિવાય જ્હાનવી કપુરે થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અમુક તસ્વીરો પોસ્ટ કરેલી હતી, જેમાં પણ તે બિકિનીમાં પોઝ આપી રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સને જાણવી કપુરનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે જ્હાનવી કપુરે કાળા રંગની બિકિની પહેરેલી છે. બિકિનીમાં જ્હાનવી કપુર સ્વિમિંગ પુલના કિનારે બેસેલી નજર આવી રહી છે.
જ્હાનવી કપુર દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં બેગ્રાઉન્ડમાં સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે, પરંતુ આ સમગ્ર તસ્વીરમાં બધા જ લોકોની નજર ફક્ત જ્હાનવી કપુર તરફ આકર્ષિત થઈ રહી છે. અમુક લોકોએ કોમેન્ટ કરીને કહ્યું હતું કે, “ગ્લેમરસ”, વળી એક્ટ્રેસની તસ્વીરને જોઈને એક યુઝરના મોઢામાંથી તો “ઉફ્ફ” પણ નીકળી ગયું.
View this post on Instagram
આ તસ્વીરની સાથે જ્હાનવી કપુરે વધુ અન્ય તસ્વીરો શેર કરેલી છે, જેમાં પ્રકૃતિની સુંદરતા જોવા મળી રહી છે. સુંદર સીનરી શેર કરવાની સાથો સાથ જ્હાનવી કપુરે પોતાના મિત્રોની સાથેની તસ્વીરો પણ પોસ્ટ કરેલી છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે જ્હાનવી કપુર પોતાના મિત્રોની સાથે ખુબ જ એન્જોય કરી રહી છે. તેની સાથો સાથ જ્હાનવી કપુરે ભોજનની તસ્વીર પણ શેર કરી છે, જેમાં સ્વાદિષ્ટ વ્યંજન નજર આવી રહ્યા છે.