જ્હાનવી કપુરે પોતાના લગ્નનું કરી લીધું છે પ્લાનિંગ, જાણો ક્યાં થશે લગ્ન અને લગ્નમાં શું પહેરશે

Posted by

બોલીવુડમાં એક થી એક ચડિયાતી અભિનેત્રીઓ પોતાનો જલવો જણાવી રહી છે. વળી ફિલ્મ જગતની ૨૪ વર્ષીય અભિનેત્રી જ્હાનવી કપુરની ગણતરી હવે ન્યુ કલાકારોનાં લિસ્ટમાં ટોપ પર કરવામાં આવે છે. જ્હાનવી પોતાના ગ્લેમરસ અને ફેશનેબલ હોવાના કારણે પણ ચર્ચામાં જળવાઈ રહે છે, પરંતુ જ્હાનવી હાલનાં સમયે પોતાના “વેડિંગ પ્લાન” ને લઈને ચર્ચામાં રહેલી છે. તમને જણાવી દઈએ કે ભલે હાલમાં જ્હાનવી કરતાં પહેલા તેમના મોટાભાઈ અર્જુન કપુર અને મોટી બહેન અંશુલા કપુર પણ લગ્નનાં લિસ્ટમાં તેમનાથી આગળ છે, પરંતુ તેમનાથી આગળ નીકળીને જ્હાનવીએ પોતાના લગ્નને લઈને સંપુર્ણ પ્લાનિંગ પહેલાથી જ કરવાનું શરૂ કરી દીધું છે. માત્ર ૨૪ વર્ષીય જ્હાનવી કપુરે પોતાના માટે “ડ્રીમ વેડિંગ પ્લાન ” બનાવી લીધો છે. હાલમાં જ્હાનવીએ એક મેગેઝિનને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે પોતાના વેડીંગ પ્લાન વિશે બધાને જણાવ્યું હતું.

હકીકતમાં જ્હાનવી પોતાના લગ્નને ખુબ જ સાધારણ અને ટ્રેડિશનલ રાખવા ઈચ્છે છે. સાથે જ તે પોતાના લગ્ન સાથે જોડાયેલા દરેક રીતરિવાજ ને અલગ અલગ જગ્યા પર કરવા ઈચ્છે છે. જોકે તેમણે પોતાના લગ્નના રીતરિવાજ માટે લોકેશનનું પણ સિલેક્શન પહેલાથી જ કરી લીધું છે. વળી જ્હાનવી પોતાની બેચલર પાર્ટી દક્ષિણ ઇટલીમાં કેપ્રી માં એક યાચ પર કરવા ઈચ્છી રહે છે. આ સાથે જ તેમના લગ્ન તિરુપતિમાં થાય તેવું તે ઇચ્છે છે. જ્હાનવીની માતા શ્રીદેવીની તિરુપતિમાં ઘણી આસ્થા હતી. એટલા માટે જ્હાનવી પોતાના લગ્નમાં તિરુપતિને પસંદ કરી રહી છે. સાથે જ્હાનવી તેમના સંગીત, હલ્દી અને મહેંદીનાં રીતરિવાજ મયલાપુર સ્થિત તેમના માતા શ્રીદેવીનાં પૈતૃક ઘરમાં નિભાવવામાં તેવી ઇચ્છા છે.

જોકે જ્હાનવી લગ્ન પછી શ્રેષ્ઠ રિસેપ્શનને હોસ્ટ કરવામાં વિશ્વાસ રાખતી નથી. તે પોતાના લગ્નને ખુબ જ સાધારણ જ રાખવા ઈચ્છે છે. જેમાં થોડા જ મહેમાન હોવા જોઈએ અને આખા લગ્ન માત્ર બે દિવસમાં જ કમ્પ્લિટ થઈ જવા જોઈએ. આ તો વેડિંગ વેન્યુ ની વાત હતી. હવે જણાવી એ કે જ્હાનવી પોતાના લગ્નમાં ડેકોર કેવું કરવા ઈચ્છી રહી છે?

હકીકતમાં જ્હાનવીની ઈચ્છા છે કે તેમના લગ્નમાં બધું જ ભલે સાધારણ હોય અને સાદુ રાખ્યું હોય પરંતુ વેન્યુ ની સજાવટ મોગરાના ફુલો અને મીણબત્તીથી હોવી જોઈએ. આ સિવાય તે બ્રાઇડમેડ્સ માં પોતાની નાની બહેન ખુશી કપુર, મોટી બહેન અંશુલા કપુર અને બેસ્ટ ફ્રેન્ડ તનિષા સંતોષીને બોલાવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે જ્હાનવી કપુરે  ભલે પોતાના લગ્નનો પ્લાન બનાવી રાખ્યો હોય પરંતુ હાલમાં તે સિંગલ જ છે. જ્હાનવી કપુરનું નામ શિખર પહાડિયા અને એક્ટર કાર્તિક આર્યન સાથે જોડાયું હતું, પરંતુ હાલમાં એક્ટ્રેસ સિંગલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *