જાણી લો કે કેવી રીતે ૧ મોરપંખ તમને કરોડપતિ બનાવી શકે છે, ચુપચાપ આ જગ્યાએ રાખી દો, માં લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ

ભગવાન શ્રીકૃષ્ણને સામાન્ય રીતે તો ઘણી વસ્તુઓ પ્રિય છે, પરંતુ મોરપંખ તેમની સૌથી નજીક હોય છે. મોરપંખને લોકો ઘરમાં રાખે છે, જેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે અને નકારાત્મકતા દુર થાય. મોરપંખ રાખવાથી જીવ જંતુઓ પણ દુર રહે છે. પરંતુ અમે તમને અમારા આ લેખમાં મોરપંખના કારગર ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની જાણકારી તમને નહીં હોય. ખાસ કરીને મોરપંખ નો ઉપયોગ કરવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે કયા કયા ઉપાય કરવાથી તમને ધન લાભ મળી શકે છે.

સુખ સમૃદ્ધિ

ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે મોરપંખને દક્ષિણ-પુર્વ દિશામાં રાખો. એક-બે નહીં પરંતુ મોરપંખ વધારે માત્રામાં રાખવા. તેનાથી ઘરમાં સુખ સંપતિ આવે છે અને સાથોસાથ ઘરનું વાતાવરણ પણ ખુબ જ સારું રહે છે.

ધન લાભ

જો તમે સખત મહેનત કરો છો અને તેમ છતાં પણ તમારા ઘરમાં પૈસા ટકતા નથી, તો પુજાના સ્થાન ઉપર મોરપંખ રાખી દો. તેનાથી ઘરમાં પૈસા પણ આવશે અને હંમેશા માટે ટકી પણ રહેશે. ઘરમાં મોરપંખ રાખવાથી બરકત આવે છે અને સાથોસાથ મિત્રો અને પરિવારના સદસ્યોની વચ્ચે સંબંધ પણ સારા જળવાઈ રહે છે.

વાસ્તુદોષ

ઘણી વખત પરિવારમાં ઘણા પ્રકારની સમસ્યા થતી હોય છે ત્યારે આપણને સમજમાં નથી આવતું કે આ સમસ્યા કયા કારણને લીધે થઈ રહી છે. તેના માટે ઘરનો વાસ્તુદોષ ખુબ જ મહત્વ ધરાવે છે. જો ઘરમાં દરરોજ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હોય તો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા રાખી દો. તેની સાથે બે મોરપંખ પણ રાખી દો. આવું કરવાથી વાસ્તુદોષ ખતમ થઈ જશે અને સમસ્યા પણ દુર થઈ જશે.

રાહુ દોષ

રાહુથી ઘર પરિવાર સંબંધો શરીર દરેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જો કુંડળીમાં રાહુ દોષ હોય તો એક તાવીજમાં મોરપંખ બાંધીને પોતાના જમણા હાથમાં પહેરી લો. તેનાથી રાહુ દોષ ખતમ થઈ જાય છે. સાથોસાથ કોઈ શારીરિક બીમારીથી પરેશાન હોય અથવા કોઈ સમસ્યામાં અડચણ આવી રહી હોય તો તે પણ દુર થાય છે.

વેપાર

જો તમે કોઈપણ પ્રકારનો વેપાર કરો છો અને તેમાં તમને નુકસાન થઈ રહ્યું છે તો દુકાનની પુર્વ દિશામાં મોરપંખ રાખી દો. તેની સાથે ચાંદી અથવા સ્ટીલના કળશમાં પાણી ભરીને રાખો. તેનાથી તમારો વેપાર ધમધોકાર ચાલવા લાગશે અને માં લક્ષ્મીની કૃપા મળશે.

ઘરમાં ખુશહાલી

જો ઘરમાં બરકતની સાથો સાથ ખુશહાલી વાળું વાતાવરણ ઈચ્છો છો તો પોતાના ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણને મોરપંખનું મુકુટ પહેરાવો. તેને દરરોજ ધુપ-દીવા કરો. તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. ઘરમાં જો અશાંતિનું વાતાવરણ રહેતું હોય તો પુજા સ્થળ ઉપર ધર્મ ગ્રંથોની વચ્ચે મોરપંખ રાખી દો. તેનાથી બધા દેવી-દેવતાઓની કૃપા તમને મળશે.