જન્મનાં મહિના પરથી જાણો પર્સનાલિટી અને સ્વભાવ વિશે, જાણો કયા મહિનામાં જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે

Posted by

જ્યોતિષ વિજ્ઞાન જન્મના મહિનાથી કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વના ઘણા બધા રહસ્ય ખોલે છે. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના મહિનામાં જન્મેલા લોકો અલગ અલગ સ્વભાવના હોય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર, આ ૧૨ મહિનામાં જન્મેલા લોકો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણી લે કે જન્મના મહિના અનુસાર તેમનો સ્વભાવ કેવો હોય છે, તેમનામાં શું ખુબી હોય છે અને તેમનામાં ક્યા પ્રકારની ખામીઓ જોવા મળે છે. વળી તેમની કારકિર્દી અને લવ લાઇફ કેવી હોય છે તેના વિશે પણ જાણી શકાય છે.

Advertisement

જાન્યુઆરી

જાન્યુઆરીમાં જન્મેલા લોકોનું સેન્સ ઓફ હ્યુમર ખુબ જ સારું હોય છે. તે પોતાની માસુમિયત અને સેન્સ ઓફ હ્યુમર થી બધાનો મુડ સારો બનાવી દેતા હોય છે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને જાળવવામાં પરેશાની ઉભી થતી નથી. તેમના આઈડિયા બધા કરતાં કંઈક અલગ હોય છે. વર્ષના પહેલા મહિનામાં જન્મેલા લોકોમાં લીડરશીપના ગુણ હોય છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો ખુબ જ ખુશમિજાજ હોય છે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્યમાં સરળતાથી કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો પોતાની એટલા મેન્ટેન રાખે છે કે તેમની ઉંમર જાણવી મુશ્કેલ બની જાય છે. આ લોકો અદભુત વ્યક્તિત્વના માલિક હોય છે અને કોઈને પણ ઇમ્પ્રેસ કરી લેતા હોય છે. મહેનતુ હોવાને લીધે તેમની કારકિર્દી અને ભવિષ્ય ઉજવળ હોય છે. તેઓ દિલના ચોખ્ખા હોય છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો સ્વભાવ દયાળુ હોય છે, પરંતુ તેઓ ઘણી ચીજોમાં જીદ્દી પણ હોય છે અને અમુક મામલામાં સ્વાર્થની હદ સુધી પણ ચાલ્યા જાય છે.

માર્ચ

માર્ચ મહિનામાં જન્મેલા લોકો દિલથી કોમળ સ્વભાવના હોય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જન્મ લેવા વાળા જાતકો પરોપકારી, દાની અને ધાર્મિક સ્વભાવ વાળા હોય છે. તેમનું દિમાગ ખુબ જ તેજ હોય છે. આવા લોકો દિમાગથી એટલા વધારે તેજ હોય છે કે તેમને દગો આપવો કોઈના માટે સહેલું હોતું નથી. તેમનો ભરોસો જો એક વખત તુટી જાય તો તેને પરત મેળવવો મુશ્કેલ હોય છે. માર્ચ મહિનામાં જન્મ લેવા વાળા લોકો સંબંધ નિભાવવામાં સૌથી આગળ હોય છે. તેઓ પોતાના પાર્ટનરને ક્યારેય દગો આપતા નથી.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં જન્મેલા વ્યક્તિ નિડર હોય છે. તેઓ કોઈપણ પ્રકારનો જોખમ લેવાથી પાછળ હટતા નથી. આ લોકોમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ સફળતા મેળવવાનો ખાસ ગુણ હોય છે. એપ્રિલમાં જન્મેલા લોકો મુશ્કેલ કાર્યને ખુબ જ સરળતાથી કરી લેતા હોય છે. તેમને મિત્રો અને પરિવારજનો સાથે ખુબ જ પ્રેમ હોય છે. તેમનો સ્વભાવ રોમાન્સથી ભરપુર હોય છે. તેઓ કળા પ્રેમી હોય છે. તેમને બીજાઓની ભાવનાઓની કદર હોય છે. તેઓ દગો સહન કરી શકતા નથી.

મે

મે મહિનામાં જન્મેલા લોકો બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ ખુબ જ જોશીલા હોય છે અને ખુબ જ મહત્વકાંક્ષી હોય છે તથા સપના જોવાનું પસંદ કરે છે. જો કે તેઓ ખુબ જ જલ્દી કોઈ એક કામથી કંટાળી જાય છે. બંધાઈને રહેવું અથવા કોઈના દબાણમાં કામ કરવું તેમના સ્વભાવમાં હોતું નથી. જલ્દી ગુસ્સે થઈ જવું જિદ્દી અને કઠોર દિલના હોવું તેમના નકારાત્મક પાસા છે. સાહિત્ય અને કળામાં તેમને રૂચી હોય છે.

જુન

જુન મહિનામાં જન્મેલા લોકોના સ્વભાવની વિશેષ વાત એ છે કે તેઓ ખુબ જ વિનમ્ર હોય છે. લોકોની મદદ કરવામાં તેઓ પાછળ હટતા નથી. જુનમાં જન્મેલા લોકો ખુબ જ કલ્પનાશીલ હોય છે. દિમાગમાં ઘણા પ્રકારના રોમાંચક વિચાર ચાલતા રહે છે. જોકે આ લોકોનો મુડ ક્યારે બદલાઈ જાય તેની જાણ કોઈને થતી નથી. અચાનકથી તેઓ એક પળમાં જ નારાજ પણ થઈ શકે છે. આ મહિનામાં જન્મેલા લોકો રોમાન્સની બાબતમાં પણ નંબર વન હોય છે. તેમનામાં સિંગિંગ, ડાન્સિંગ અને સ્પોર્ટ્સ જેવી પ્રતિભાવો હોય છે.

જુલાઈ

જુલાઈમાં જન્મેલા લોકો આર્થિક રૂપથી સશક્ત હોય છે. આ લોકોને જાણ હોય છે કે પૈસાને કેવી રીતે વ્યવસ્થિત કરવાના છે અને તેમને ક્યાં ખર્ચ કરવાના છે તથા કઈ જગ્યાએ પૈસા બચાવવાના છે. તેમનો સ્વભાવ ખુબ જ શાંત હોય છે. તેમને કારકિર્દીમાં ખુબ જ સફળતા મળે છે. બીજા પ્રત્યે તેઓ ઈર્ષાનો ભાવ રાખતા નથી.

ઓગસ્ટ

ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા લોકો બુદ્ધિમાન હોય છે. સાથોસાથ સ્વભાવથી કંજુસ હોય છે. જે તેમને ધનવાન બનાવે છે. સમાજની ભલાઈના કામમાં તેમની સક્રિયતા જોવા મળે છે. તેમના અમુક મિત્રો જ હોય છે. તેમની અંદર ગજબની પ્રતિભા છુપાયેલી હોય છે. તેઓ પોતાની મરજીના માલિક હોય છે તથા સ્પષ્ટ વાદી હોય છે. પ્રેમની બાબતમાં તેઓ સંબંધોને ખુબ જ વધારે મહત્વ આપે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરમાં જન્મ લેવા વાળા લોકો ખુબ જ કોમળ હૃદયના તથા ભાવુક હોય છે. પરંતુ તેઓ બીજાની સામે પોતાને મજબુત બતાવે છે. આ લોકોને પોતાના જીવનમાં બધું જ પ્રાપ્ત થાય છે, પરંતુ તેના માટે તેમણે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. આ લોકો ખુબ જ મહેનતુ હોય છે. ખુશ મિજાજ હોવાની સાથો સાથ આ લોકોને ગુસ્સો પણ જલ્દી આવે છે. પરંતુ તેઓ પોતાનો ગુસ્સો છુપાવીને નથી રાખતા, પરંતુ તુરંત વ્યક્ત કરી દેતા હોય છે. આ લોકો ખુબ જ રચનાત્મક હોય છે અને દરેક કામમાં પરફેક્શન પસંદ કરે છે. પ્રેમની બાબતમાં આ લોકો ઈમાનદાર પાર્ટનર સાબિત થાય છે.

ઓક્ટોબર

ઓક્ટોબર મહિનામાં જન્મ લેવા વાળા લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તે હંમેશા યુવાન દેખાય છે. તેઓ બોલવાની કળામાં હોશિયાર હોય છે. તેઓ સંબંધોને યોગ્ય રીતે સમજે છે. તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચીને જ રહે છે. આ મહિનામાં જન્મ લેવા વાળા યુવાનો નિરંતર સફળતાના શિખર સુધી પહોંચવાના સપના જુએ છે અને તેને પુરા કરવા માટે સખત મહેનત કરે છે. ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકોને સુખ સગવડતા તથા જીવનમાં દરેક ચીજ મળે છે, પરંતુ તેમને ક્યારેય પણ અભિમાન થતું નથી. તેઓ ભાવુક હોય છે પરંતુ જીવનના ઘણા બધા પાસાઓમાં તેમનું પ્રેક્ટીકલ રૂપ જોવા મળે છે.

નવેમ્બર

નવેમ્બર મહિનામાં જન્મ લેવાવાળા લોકો વધારે ક્રિએટિવ હોય છે. તેઓ સરળતાથી નવા વિચારો અને રચનાત્મક ઉપાય શોધી લેતા હોય છે. નવેમ્બર મહિનામાં જન્મ લેવા વાળા લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તેમની પર્સનાલિટી એવી હોય છે કે તમે તેને પોતાનાથી દુર કરી શકતા નથી. તેઓ પોતાના મિત્રોની વચ્ચે ખુબ જ પોપ્યુલર હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે અને તેમને કોઈ શોર્ટકટ લેવો પસંદ હોતું નથી. તેઓ મિત્રતા અને સંબંધોની બાબતમાં હંમેશા ઈમાનદાર રહે છે. તેઓ પોતાના મિત્રોનો ક્યારેય સાથ છોડતા નથી.

ડિસેમ્બર

ડિસેમ્બર મહિનામાં જન્મ લેવા વાળા લોકો પોતાના સિદ્ધાંતોને ક્યારેય છોડતા નથી. તેમને હંમેશા સીધી વાત કહેવાની આદત હોય છે. તેઓ બધા સાથે હળી મળીને રહેનાર હોય છે. તેમના વ્યક્તિત્વમાં આકર્ષણ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ વધારે સક્રિય રહેતા હોય છે. મોટાભાગે ડિસેમ્બર મહિનામાં જન્મ લેવા વાળા જાતકો મહેનતુ હોય છે, પરંતુ તેમને બંધાઈને કામ કરવું પસંદ હોતું નથી. તેમનામાં આત્મવિશ્વાસ ગજબ નો હોય છે. ઘણી વખત તેઓ કામ કરવામાં ઉતાવળ કરે છે અને તેમની આ આદત તેમને ઘણી વખત મુસીબતમાં મુકી દેતી હોય છે. તેઓ થોડા અભિમાની હોય છે. તેઓ ઘરેથી બહાર મોજ મસ્તીનું જીવન જીવવાના શોખીન હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.