જન્મથી જ બાળકમાં આવી જાય છે આ ૪ ગુણ, બહારની દુનિયા માંથી મેળવવા અશક્ય છે

કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ પોતાના ગુણો અને કર્મોને કારણે જ શ્રેષ્ઠ અને લોકોનો પ્રિય બની જાય છે. જે વ્યક્તિ પોતાની પાસે ગુણોનો ભંડાર રાખે છે તે બધાને પોતાની તરફ આકર્ષિત કરી લેતો હોય છે. દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં લોકો તે વ્યક્તિનાં શિષ્ય બની જતા હોય છે. વળી એવી વ્યક્તિ જે નિર્ગુણ હોય તેનું જીવન નર્ક સમાન હોય છે. તેને ક્યાંય પણ માન-સન્માન પ્રાપ્ત થતું નથી. મહાન આચાર્ય ચાણક્યે પોતાના નીતિશાસ્ત્ર માં ઘણી એવી વાતોને સ્થાન આપ્યું છે. તેમાંથી એક એમણે જણાવી છે કે કેટલાંક ગુણો એવા હોય છે જે માણસની અંદર જન્મતાની સાથે જ પ્રવેશ કરતાં હોય છે. એટલે કે એમનું માનવું છે કે વ્યક્તિમાં કેટલાક ગુણ જન્મતાની સાથે જ હોય છે, તેને બાદમાં અર્જિત કરી શકાતા નથી. આચાર્ય ચાણક્ય એક શ્લોકનાં માધ્યમથી કહે છે કે “દાતૃત્વં પ્રિયવકતૃત્વં ધીરત્વમુચિતજ્તાઞ, અભ્યાસેન ન લભ્યન્તે ચત્વારઃ સહજા ગુણાઃ” ચાલો તમને વિસ્તારથી ચાણક્યનાં આ શ્લોક વિશે જણાવીએ.

દાન દેવાની ઈચ્છા

આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈપણ વ્યક્તિ દાન આપે છે તો તે તેનો જન્મજાત ગુણ છે. તેને તેના માટે બહારની દુનિયામાં જઈને શિક્ષા લેવી પડતી નથી. તેને શિક્ષા થી પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.

વાણીમાં મીઠાશ

વાણીમાં મીઠાશ. વ્યક્તિની અંદરનાં ગુણોમાં નો સૌથી મોટો ગુણ એ છે કે આ ગુણ થી વ્યક્તિ કોઈનું પણ દિલ સરળતાથી જીતી શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે આ પણ એક જન્મજાત ગુણ છે. તેને પણ બહારથી શીખવું આપણા માટે મુશ્કેલ છે.

ધીરજ

આજની ભાગ-દોડવાળી જિંદગીમાં ઘણીવાર જોવા મળે છે કે લોકોમાં ધીરજનો ખુબ જ અભાવ છે. ઉતાવળમાં લોકો ખોટું કામ કરી બેસે છે. પછીથી તેના માટે તેને ખુબ જ મોટી નુકસાની ભોગવવી પડતી હોય છે. એટલે કે જો તમારામાં ધીરજ છે અથવા તમને આ ગુણ બીજામાં જોવા મળે તો સમજી જવું કે આ ગુણ ભગવાને તેને ભેટ સ્વરૂપ આપેલ છે.

સારા અથવા ખરાબનું જ્ઞાન

સારા અથવા ખરાબનું જ્ઞાન હોવું એ પણ એક ગુણ કોઈ વ્યક્તિમાં જન્મની સાથે જ આવે છે. તેને પણ બહારથી અર્જિત કરવું અથવા મેળવવુ ઉપર જણાવવામાં આવેલ ત્રણેય ગુણોની જેમ જ ખુબ જ અઘરું છે. આ ગુણ દરેક વ્યક્તિના ખુબ જ જીવનમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. માણસને તે વાતની જાણકારી હોવી જરૂરી છે કે તેના માટે શું સારું છે અને શું ખરાબ છે.