જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને લગાવો પંજરી નો ભોગ, વ્રતમાં પણ ખાઈ શકાય છે, જાણો રેસીપી

આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર સોમવારનાં દિવસે આવી રહ્યો છે. તેવામાં આ વખતે એક અત્યંત દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ જાણકારો અનુસાર આવા અવસર પર વ્રત કરવાથી વધારે લાભ મળે છે અને ભક્તોની દરેક મનોકામના પુર્ણ થાય છે. વ્રતમાં અન્ન ગ્રહણ કરવાને નિષેધ જણાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને ભોગમાં ચઢાવવામાં આવેલ ફળ દહીં તથા પંજરીનો આહાર ગ્રહણ કરી શકાય છે.

પંજરી શબ્દ પંજ પરથી બનેલ છે. તેનો અર્થ છે કે પાંચ પ્રકારની વસ્તુઓને મળીને તૈયાર કરવામાં આવેલ નૈવૈધ અથવા પ્રસાદ. જો તમે આ પ્રસાદ બનાવી રહ્યા છો તો તેમાં પોતાના સ્વાદ અનુસાર અન્ય ઘણી સામગ્રીઓનો પણ પ્રયોગ કરી શકો છો. પરંતુ અહીંયાં અમે તમને જણાવીશું કે ભગવાન શ્રીકૃષ્ણને ભોગ લગાવવા માટે પંજરી કયા પ્રકારથી બનાવવામાં આવે છે.

ધાણા પંજરી

ભગવાન શ્રીકૃષ્ણને નૈવૈધ નાં રૂપમાં ધાણાની પંજરી અનિવાર્ય રૂપથી અર્પિત કરવામાં આવે છે. તેને બનાવવી ખુબ જ સરળ હોય છે. પૈનમાં મધ્યમ આંચ માં ઘી ઓગાળી તેમાં ધાણા ઉમેરો અને બન્નેને એકસાથે શેકી લો. સૂકું નારિયેળ, બદામ તથા ડ્રાયફ્રુટ ને પીસીને તરબુચ નાં બીજ સાથે ઉમેરો. અંતમાં આ બધી ચીજોને બારીકાઈથી પીસીને ખાંડના પાવડરની સાથે ઉમેરીને શેકેલા ધાણામાં ઉમેરી દો. આ રીતે તમારી પંજરી તૈયાર થઈ જશે.

નાળિયેર પંજરી

આ પંજરી બનાવવાની રીત ધાણા પંજરી થી થોડી અલગ છે. એક કપ છીણેલું નારિયેળ લઈને તેને મધ્યમ આંચ પર શેકો. ત્યારબાદ તેમાં તરબુચના બીજ, બારીક કાપેલી બદામ, કાજુ તથા અન્ય સુકોમેવો ઉમેરો. અન્ય એક વાસણમાં તાર વાળી ખાંડની ચાસણી બનાવો. હવે આ બધી ચીજોને એકસાથે ઉમેરી ઠંડું થવા સુધી રાખી દો. આ રીતે તૈયાર કરવામાં આવેલી નાળિયેર પંજરી તમે ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરીને તમે સ્વયં ગ્રહણ કરો.