જાણો ૧૦ બજેટ ઇલેક્ટ્રિક બાઇક વિશે જેને તમે ૫૦ હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો

Posted by

પેટ્રોલ ડિઝલનાં વધતાં જતાં ભાવ, ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકુળ ઇલેક્ટ્રિક વ્હિકલની ડિમાન્ડ ભારતમાં આજકાલ શિખર પર છે. લોકો ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ ટુ-વ્હીલરને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. દેખભાળમાં સસ્તુ અને સરળ ડ્રાઇવિંગને કારણે ઇન્ડિયન મિડલ ક્લાસ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરને ઇન્ટરસિટી મોબાલીટી માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવી રહ્યું છે. જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવા માટે વિચારી રહ્યા છો, તો આજે અમે તમને બતાવીશું અમુક એવા ઇલેક્ટ્રિક વ્હિકલ વિશે જે શાનદાર ડ્રાઇવિંગ સાથે-સાથે સસ્તા બજેટમાં પણ આવે છે. તો ચાલો અમે તમને બતાવીએ તે ઈલેક્ટ્રીક બાઈક વિશે.

Kabira Mobility

કબીરા મોબાઇલની Kollegio ઈલેક્ટ્રીક સ્કુટર તમને સિંગલ ચાર્જમાં ૧૦૦ કિલોમીટરની ડ્રાઇવિંગ આપે છે અને આ ઈલેક્ટ્રીક સ્કુટર ની કિંમત માત્ર ૪૫,૯૯૦ રૂપિયા છે.

Raftaar Electrica

Raftaar Electrica  પણ એવી જ ટુ-વ્હીલર બાઇક લોન્ચ કરી રહી છે, જે તમને સિંગલ ચાર્જમાં ૧૦૦ કિલોમીટર ની રેન્જ આપે છે. આ બાઇકની કિંમત ૪૮,૫૪૦ રૂપિયા છે. તેમાં 250 watt ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે.

Komaki XGT KM

Komaki ની આ ઈલેક્ટ્રીક સ્કુટર પણ આ લિસ્ટમાં સામેલ છે. જોકે સિંગલ ચાર્જમાં આ સ્કુટર તમને ૮૫ કિલોમીટરની રેન્જ આપે છે. પરંતુ આ સ્કુટર માટે તમારે માત્ર ૪૨,૫૦૦ રૂપિયા ચુકવવા પડશે.

Velev Motors VEV 01

આ સેગમેન્ટમાં સૌથી ઓછી કિંમતમાં ઈલેક્ટ્રીક સ્કુટર તમને સિંગલ ચાર્જમાં ૭૦ થી ૮૦ કિલોમીટર સુધી ની રેન્જ આપશે અને આ બાઇકની કિંમત માત્ર ૩૨,૫૦૦ રૂપિયા છે.

Yo Edge

Yo Edge આ ઇલેક્ટ્રીક સ્કુટર તમને સિંગલ ચાર્જમાં ૮૦ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને આ બાઇકની કિંમત ૪૯,૦૦૦ હજાર રૂપિયા છે.

Komaki Xone

Komaki ની એક અન્ય ઈલેક્ટ્રીક સ્કુટર પણ તમને તમારા માટે સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. Komaki Xone પણ તમને સિંગલ ચાર્જમાં ૮૫ કિલોમીટર ની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને આ સ્કુટરની કિંમત ૪૫,૦૦૦ રૂપિયા છે.

Komaki X2 Vouge

Komaki આ સેગમેન્ટમાં અમુક સારા ઓપ્શન પ્રોવાઇડ કરે છે. કંપનીની X2 Vouge ઈલેક્ટ્રીક બાઈક પણ તમે સિંગલ ચાર્જમાં ૮૫ કિલોમીટર ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઈલેક્ટ્રીક બાઈકની કિંમત ૪૭,૦૦૦ રૂપિયા છે.

Ampere Magnus Pro

આ ઈલેક્ટ્રીક બાઈક તમને સિંગલ ચાર્જમાં ૭૫ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને તેની કિંમત ૪૯,૯૯૯ રૂપિયાથી શરૂ થાય છે.

Geliose Hope

આ ઈલેક્ટ્રીક બાઈક તમને સિંગલ ચાર્જમાં ૭૫ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને આ બાઇકની કિંમત ૪૬,૯૯૯ રૂપિયા છે.

Benling Falcon

આ ઈલેક્ટ્રીક બાઈક તમને ૪૮,૧૫૦ રૂપિયામાં મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *