શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનને સફેદ પાવડરનાં મામલામાં એનસીબી દ્વારા એક ક્રુઝ માંથી ધરપકડ કરવામાં આવી છે. અહીંયા રેવ પાર્ટી ચાલી રહી હતી, જેમાં તમામ પ્રકારના સફેદ પાઉડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ખુલાસો થયા બાદ એક પછી એક વખત ફરીથી બોલીવુડ ઉપર ડાઘ લાગી ગયો છે. સંપુર્ણ દુનિયામાં રેવ પાર્ટીઓનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ૮૦ અને ૯૦નાં દશકમાં આ પાર્ટીઓની શરૂઆત થઈ હતી. જો રેવ પાર્ટીની વાત કરવામાં આવે તો તેનો મતલબ જોશ અને મોજ-મસ્તી થી ભરેલી મહેફિલ થાય છે. આ પાર્ટીઓમાં બિન્દાસ રીતે ગેરકાનુની સફેદ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુપચુપ રીતે થતી આ પાર્ટીઓમાં અમીરજાદાઓ એન્જોય કરતા હોય છે. લાઉડ મ્યુઝિક, ડાન્સ અને સફેદ પાવડર આ પાર્ટીઓની શાન હોય છે. આ પાર્ટી આખી રાત ચાલે છે. સફેદ પાઉડર વેચનાર આ લોકો માટે આ પાર્ટી કોઈ લોટરી થી ઓછી હોતી નથી.
ખાસ વાત એ છે કે આ રેવ પાર્ટીઓમાં દરેક લોકો સામેલ થઈ શકતા નથી. તેમાં એન્ટ્રી મેળવવા માટે મોટી રકમ ચુકવવી પડે છે. અહીંયા દરેક પ્રકારનો સફેદ પાવડર ઉપયોગ લેવામાં આવતો હોય છે. તેની અસર અંદાજે ૭ થી ૮ કલાક સુધી રહે છે. રેવ પાર્ટીઓમાં મોટા ભાગે સફેદ પાઉડર તેના આયોજકો જ ઉપલબ્ધ કરાવે છે. તેમાં યુવક અને યુવતીઓ પણ સામેલ હોય છે.
૮૦ અને ૯૦નાં દશકમાં દુનિયા ઝડપથી રેવ પાર્ટીઓ થી વાકેફ થઇ હતી. જોકે આવી પાર્ટીઓની શરૂઆત અંદાજે ૨૦ વર્ષ પહેલા થઇ ચુકી હતી. લંડનમાં થતી ખુબ જ જોશીલી પાર્ટીને “રેવ પાર્ટી” કહેવામાં આવે છે. અમેરિકી ન્યાય વિભાગના એક દસ્તાવેજ જણાવે છે કે ૧૯૮૦ની ડાન્સ પાર્ટીઓથી જ રેવ પાર્ટીનું ચલણ પણ નીકળ્યું હતું. જેમ-જેમ ટેકનોલોજી અને સફેદ પાવડરની જાળ ફેલાઈ, તેમ-તેમ રેવ પાર્ટીઓની લોકપ્રિયતા વધતી ગઈ. ભારતમાં રેવ પાર્ટીઓનું ચરણ ગોવામાં શરૂ થયું હતું. ત્યાર બાદ દેશના ઘણા શહેરોમાં પાર્ટીઓનો ટ્રેન્ડ વધવા લાગ્યો. હવે ઇન્ટરનેટને લીધે તે વધારે સરળ બની ગયેલ છે. ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેની એન્ટ્રી અને સંપર્ક મળી જાય છે.
રેવ પાર્ટીઓનો મતલબ છે ફુલ મસ્તી. એન્ટ્રી માટે ખુબ જ મોટી રકમ ચુકવવી પડે છે. રેવ પાર્ટીની અંદર લાઉડ મ્યુઝિક ની સાથે સફેદ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગની રેવ પાર્ટીઓમાં સફેદ પાવડર ઉપલબ્ધ કરવાની જવાબદારી ઓર્ગેનાઇઝર ની હોય છે. અમુક રેવ પાર્ટીઓમાં “ચીલ રૂમ” પણ હોય છે, જ્યાં જાહેરમાં ગોરખધંધા ચાલતા હોય છે. ઘણા કલબમાં સફેદ પાવડરનાં અમુક સાઇડ ઇફેક્ટને ડીહાઇડ્રેશન અને ઓછું કરવા માટે પાણી અને ડ્રિંકની પણ સગવડતા કરવામાં આવે છે.
રેવ પાર્ટીઓ ૨૪ કલાકથી લઈને ૩ દિવસ સુધી ચાલે છે. હાલમાં જ એનસીબીએ જે ક્રુઝ પાર્ટી પર રેડ પાડીને શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી તે પણ એક રેવ પાર્ટી માનવામાં આવી રહેલ છે. જેને સમુદ્રની વચ્ચે ક્રુઝમાં આયોજન કરવામાં આવી હતી. જેમાં તમામ પ્રકારના સફેદ પાઉડરનો ઉપયોગ થઇ રહ્યો હતો. મુંબઈ સફેદ પાવડર કેસમાં શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાન સહિત અન્ય આરોપી હાલમાં એનબીની કસ્ટડીમાં છે.