ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના અંદાજે ૭૦ હજારથી વધારે મામલા સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૨૨,૪૫૫ લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે અને ૨,૨૯૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલના સમયમાં ભારતમાં એક્ટિવ મામલાની સંખ્યા અંદાજે ૪૬,૦૦૮ છે. દરરોજ આવી રહેલ સંક્રમિત મામલાઓની વચ્ચે ભારતમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. ઘણા રાજ્યોમાં સંક્રમણના મામલા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મામલાની સંખ્યા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સંક્રમણના ૨૩,૪૦૧ મામલા સામે આવી ચૂક્યા છે જ્યારે ૮૬૮ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
પરંતુ આ બધાની વચ્ચે ઘણા રાજ્યો એવા છે, જેમણે પોતાને કોરોનાથી મુક્ત ઘોષિત કરી દીધા છે. મિઝોરમ દ્વારા પોતાને કોરોના મુક્ત ઘોષિત કરવાની સાથે જ આવા રાજ્યોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. વળી કેરળમાં પણ ભારતમાં સૌથી શાનદાર રીતે આ મહામારી પર કાબૂ મેળવી લીધો છે. હાલના સમયે રાજ્યમાં કોરોનાનાં કુલ ૧૬ એક્ટિવ કેસ છે. તો ચાલો જાણીએ તે રાજ્યો વિશે જેમણે પોતાને કોરોનાથી મુક્ત ઘોષિત કરી દીધા છે.
મિઝોરમ
મિઝોરમ કોરોના વાયરસ મુક્ત રાજ્ય બની ગયું છે. રાજ્યનો એકમાત્ર કોરોના પોજિટિવ દર્દી પણ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યો છે. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર તે વ્યક્તિ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ વ્યક્તિ એમ્સ્ટર્ડમ માં ૧૬ માર્ચના રોજ યાત્રા કર્યા બાદ મિઝોરમ પરત આવેલ હતો. તે ઉચ્ચ શિક્ષા માટે ગયેલ હતો. મિઝોરમના કોરોના મુક્ત થવા પર કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને પણ ખુશી વ્યક્ત કરી હતી અને રાજ્યને અભિનંદન આપ્યા હતા. ડિસ્ચાર્જ થયા બાદ પણ વ્યક્તિને ૧૪ દિવસના હોમ ક્વોરંટાઈન માં રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તે વ્યક્તિનો ૧૪ દિવસ બાદ ફરી એકવાર રિપોર્ટ કરવામાં આવશે.
ગોવા
ભારતમાં પોતાને કોરોના મુક્ત ઘોષિત કરનાર પહેલું રાજ્ય ગોવા હતું. ગોવામાં કોરોના વાયરસના કુલ ૭ દર્દીઓ સામે આવ્યા હતા. આ ૭ દર્દીઓના સ્વસ્થ થયા બાદ પાછલા મહિનાનાં આખરમાં ગોવાએ પોતાને કોરોના મુક્ત જાહેર કરી દીધું હતું. મહત્વનું છે કે ગોવા તે રાજ્યોમાં માનવામાં આવી રહ્યું હતું, જ્યાં કોરોના વાયરસ ઝડપથી માસ સ્પ્રેડ કરી શકતું હતું. દુનિયાભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવે છે. પરંતુ અવિસ્મરણીય રૂપથી આ નાના રાજ્યએ કોરોનાને હરાવવામાં ખૂબ જ જલદી સફળતા પ્રાપ્ત કરી હતી.
મણિપુર અને અરુણાચલ પ્રદેશ
જો કોરોના મહામારીની વાત કરીએ તો સમગ્ર ઉત્તર પૂર્વમાં જ તેની અસર ઓછી જોવા મળે છે. દેશના આ ભાગમાં સૌથી મોટું રાજ્ય અસમ છે અને અહીંયા પર મહામારી ના સૌથી વધારે મામલા પણ સામે આવ્યા છે. અસમમાં કોરોનાના કુલ ૬૩ મામલા સામે આવ્યા છે. જેમાંથી ૩૪ સ્વસ્થ થઇ ચૂક્યા છે. જો કોરોના મુક્ત રાજ્યોની વાત કરવામાં આવે તો મિઝોરમ સિવાય મણિપુર અને અરુણાચલ પ્રદેશ પણ કોરોના મુક્ત ઘોષિત કરવામાં આવી ચુક્યા છે. અરુણાચલ પ્રદેશમાં કોરોનાનો ફક્ત ૧ કેસ આવ્યો હતો, જે સ્વસ્થ થઇ ચૂક્યો છે. વળી મણિપુરમાં આવેલ ૨ કેસ પણ સ્વસ્થ થઇ ચુક્યા છે.
ત્રિપુરા થયુ કોરોના ફ્રી, પરંતુ ફરીથી આવ્યું ઝપેટમાં
કોરોના મામલામાં ત્રિપુરામાં અજીબ ઘટના બની હતી. રાજ્યને કોરોનાનાં ૨ દર્દીઓ સ્વસ્થ થયા બાદ ૨૫ એપ્રિલના રોજ કોરોના મુક્ત ઘોષિત કરી દેવામાં આવેલ હતું. પરંતુ ફરીથી ૨ મે ના રોજ ૨ જવાનોનાં નવા મામલા સામે આવ્યા. પછી ૪ મે ના રોજ ૧૨ અને અત્યાર સુધીમાં તે સંખ્યા વધીને ૧૩૨ થઈ ચૂકી છે. બીએસએફ જવાનોને એકાએક આવેલ આ મામલાઓને કારણે હડકંપ મચેલો છે.