જાણો દેશનાં ૫ સૌથી અમીર મંદિરો વિશે જ્યાં દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે

Posted by

ભારતને હંમેશાથી જ મંદિરો અને તીર્થસ્થાનો નો દેશ કહેવામાં આવે છે. સર્વધર્મ સમભાવ  વાળા આ દેશમાં હજારોની સંખ્યામાં મંદિરો હાજર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આસ્થાની ભાવના સાથે દેવી-દેવતાઓનાં દર્શન કરવા અને પોતાની ઈચ્છા માંગવા માટે આવે છે. ભારતમાં લગભગ દરેક શહેરના દરેક ખુણામાં કોઈને કોઈ મોટું મંદિર જોવા મળી જાય છે. જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા કરોડ રૂપિયાનો ચઢાવો પણ ચઢાવવામાં આવે છે. તો ચાલો તમને ભારતનાં ૫ સૌથી અમીર મંદિર વિશે બતાવીએ, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા કરોડો રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવે છે.

પદ્મનાભસ્વામી મંદિર, કેરલ

તમને બતાવી દઈએ કે કેરલનાં તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ મંદિરની ૬ તિજોરીમાં લગભગ ૨૦ અબજ ડોલરની કુલ સંપત્તિ છે. જ્યારે પદ્મનાભ મંદિરમાં મહાવિષ્ણુ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જેની અનુમાનિત કિંમત ૫૦૦ કરોડની નજીક બતાવવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુનાં દર્શન માટે શ્રદ્ધાળુ દેશ-વિદેશથી આવતા રહે છે.

તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ

જો આંધ્રપ્રદેશનાં તિરુમાલા માં સ્થિત તિરૂપતિ બાલાજી મંદિરની વાત કરીએ તો અહીં આ મંદિર દેશનું  સૌથી પ્રતિષ્ઠિત અને અમીર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ લગભગ ૬૦ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જોકે કોરોના વાયરસને કારણે આ મંદિરમાં પ્રવેશ પ્રબંધિત કરવામાં આવ્યો છે. જો મંદિરમાં એકત્રિત થવા વાળા દાનની વાત કરીએ તો આ મંદિરમાં દર વર્ષે લગભગ ૬૫૦ કરોડ રૂપિયાનું દાન આવે છે.

સાંઈબાબા મંદિર, શિરડી

મહારાષ્ટ્રનાં અહમદનગર માં સ્થિત શિરડી સાઈબાબા મંદિરનું નામ દેશ-વિદેશમાં ઘણું વધારે જાણીતું છે. હંમેશા તમે મોટા મોટા આમિર અને કલાકારોને મંદિરમાં દર્શન કરવાની ખબર સાંભળતા હશો. તમને બતાવી દઈએ કે શિરડી સાંઇબાબા મંદિરમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શિરડી સાંઈ સંસ્થાન પ્રમાણે દર વર્ષે આ મંદિરમાં લગભગ ૪૮૦ કરોડ રૂપિયાનું દાન આવે છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ

જમ્મુની પહાડીમાં સ્થિત માતારાની વૈષ્ણો દેવીનું મંદિર આખા દેશભરમાં ઘણું વધારે લોકપ્રિય છે. આ મંદિરમાં દર વર્ષે દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. એક વેબસાઈટ પ્રમાણે માતારાની વૈષ્ણોદેવી મંદિરમાં દર વર્ષે લગભગ ૫૦૦ કરોડ રૂપિયાનું દાન આવે છે. જેનાથી આ મંદિરનું નામ દેશનાં સૌથી અમીર મંદિરમાં આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરનું નામ પણ દેશમાં સૌથી અમીર મંદિરના લિસ્ટમાં આવે છે. સિદ્ધિવિનાયક મંદિર ગણેશ ભગવાનનું ઘણું જાણીતું મંદિર છે. અહીં સામાન્ય નાગરિક થી લઈને સેલિબ્રિટી સુધી માથું ટેકવા અને મન્નત માગવા આવે છે. રિપોર્ટ પ્રમાણે આ મંદિરમાં દર વર્ષે મંદિર શ્રદ્ધાળુઓ દ્વારા દાન થી લગભગ ૭૫ થી ૧૨૫ કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે મંદિરમાં એવી માન્યતા છે કે સિદ્ધિ વિનાયકની મહિમા અપરંપાર છે, તે ભક્તોની મનોકામનાને તુરંત પુર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *