જાણો એક સ્વસ્થ વ્યક્તિએ આખા દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ, વધારે પડતું મીઠું ખાવું ખતરનાક હોય છે

મીઠું એક એવો પદાર્થ છે, જેના વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. મીઠું ખાવાથી સ્વાદ વધી પણ શકે છે અને બગડી પણ શકે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે મીઠું સ્વાસ્થ્ય સાથે પણ એવું જ કરે છે જે સ્વાદ સાથે કરે છે. કારણકે કોઈપણ ચીજ વધારે સારી હોતી નથી. અમુક લોકોને વધારે મીઠું ખાવાની આદત હોય છે. ભોજનમાં મીઠું વધારે હોવા છતાં પણ તેઓ વધારે મીઠું લઈને ખાતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે નક્કી કરેલ માત્રા કરતા ઓછું મીઠું ખાવાથી પણ સમસ્યા થવા લાગે છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને જણાવીશું કે કેટલું મીઠું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

એક શોધ અનુસાર વધારે મીઠું ખાવાથી શરીરની અંદર એવું નુકસાન પહોંચે છે, જે જો ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરી દેવામાં આવે તો પણ નુકસાન ઓછું થતું નથી. જાણકારોનું માનવું છે કે લાંબા સમય સુધી વધારે મીઠું લેવાને કારણે બ્લડપ્રેશર વધી જાય છે, જેનાથી હૃદયને નુકસાન પહોંચે છે. એટલા માટે નક્કી કરેલ માત્રની અંદર જ મીઠું ખાવું જોઈએ.

ડોક્ટરો અને વિશેષજ્ઞોનાં જણાવ્યા અનુસાર વધારે મીઠું ખાવાથી હૃદય રોગ સંબંધી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. એટલું જ નહીં જો તમે જરૂરિયાત કરતાં વધારે મીઠાનું સેવન કરશો તો ડિહાઈડ્રેશન થવાની સંભાવનાઓ પણ રહે છે.

અમેરિકન હાર્ટ એસોસિયેશનનું માનવામાં આવે તો વ્યક્તિએ દરરોજ ૨,૩૦૦ મિલીગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ. જો કે તેની આદર્શ માત્રા ૧,૫૦૦ મિલીગ્રામ જ જણાવવામાં આવેલી છે. એટલા માટે યોગ્ય રહેશે કે કોશિશ કરો કે તમારે દરરોજ તેનાથી વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ. પરંતુ લોકોનું ધ્યાન તે વાત પર નથી જતું કે તેઓ જાણતા અજાણતા ઘણી બીમારીઓ અને નિમંત્રણ આપી રહ્યા છે.

અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર અમેરિકામાં રહેતા લોકો દરરોજ નક્કી કરેલ માત્રાથી વધારે મીઠાનું સેવન કરે છે. અહિંયા દરરોજ એક વ્યક્તિ અંદાજે ૩,૪૦૦ મિલીગ્રામ મીઠાનું સેવન કરે છે. હકીકતમાં અમેરિકામાં અડધાથી વધારે લોકો પૅકડ ફૂડનું સેવન કરે છે, જેના દ્વારા તેમના શરીરની અંદર મીઠાની માત્રા વધારે પહોંચી જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ ૧૫ વર્ષ સુધી ૧૨,૦૦૦ લોકો પર સોડિયમ અને પોટેશિયમની અસર સમજવા માટે શોધ કરી હતી. આ શોધ ખતમ થતાં-થતાં ૨,૨૭૦ લોકોનાં મૃત્યુ થઈ ગયા હતા. તેમાંથી ૮૨૫ લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૪૩૩નું મૃત્યુ સ્ટ્રોક અથવા બ્લડ ક્લોટને કારણે થયું હતું.

શોધમાં તે વાત સામે આવી હતી કે મોટાભાગનાં લોકો વધારે સોડિયમ અને ઓછું પોટેશિયમ લેવાની ભૂલ કરે છે. તેઓ નથી જાણતા કે સોડિયમ થી બ્લડપ્રેશર વધે છે તો પોટેશિયમથી ઓછું થાય છે. આ પ્રક્રિયા શરીરના સંતુલનને જાળવી રાખવામાં વ્યક્તિની મદદ કરે છે. વધારે સોડિયમ અને ઓછું પોટેશિયમ લેનાર લોકો ખૂબ જ જલ્દી મૃત્યુનો શિકાર થઈ જાય છે. ખાસ કરીને તેમાંથી અડધા લોકોને હાર્ટ એટેક થવાની સંભાવના ૨૦૦ ટકા વધી જાય છે.