જાણો ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે ક્યાં-ક્યાં સિતારાઓએ જ્યોતિષની મદદ લીધેલી છે

Posted by

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણા ફિલ્મી કલાકારોએ જ્યોતિષની મદદ લીધી છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મી કલાકારોની ન્યુમેરીલોજીકલનાં હિસાબથી પોતાનું નામ બદલીને પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરી છે. તો ચાલો આજે તમને જણાવીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારો વિશે જેમણે ખાસ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવવા માટે જ્યોતિષની મદદ લીધી છે.

શિલ્પા શેટ્ટી

હિન્દી સિનેજગતની સુપરહિટ એન્ડ ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મ લાઈટલાઈટ થી દૂર રહી છે. કદાચ તમારામાંથી થોડા લોકો જ જાણતા હશે કે શિલ્પા શેટ્ટીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કારકિર્દીની શરૂઆત પહેલા પોતાનું નામ બદલી લીધું હતું. જી હાં, શિલ્પાનું પહેલાનું નામ અશ્વિની શેટ્ટી હતું. હકીકતમાં તો ન્યુમરોલોજીસ્ટ નાં કહેવાથી શિલ્પાનાં પેરેન્ટ્સે તેનું નામ અશ્વિની થી બદલીને શિલ્પા શેટ્ટી રાખી દીધું હતું.

સલમાન ખાન

બોલીવુડ દબંગ એટલે સલમાન ખાનનું સાચું નામ જાણીને તમે હેરાન રહી જશો. જણાવી દઈએ કે તેનુ સાચું નામ સલમાન નહીં, પરંતુ અબ્દુલ રશીદ સલમાન ખાન છે. મોડેલિંગમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરતી વખતે તેને પોતાનું નામ લાંબુ લાગ્યું, તેથી તેમણે સેકન્ડ નામ સલમાન ખાન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ મૂક્યા.

કેટરિના કૈફ

અભિનેત્રી કેટરીના કેફ પણ આ લિસ્ટમાં આવે છે. જી હાં, કેટરિનાએ બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનતા પહેલા પોતાનું નામ બદલી લીધું હતું. હકીકતમાં તો કેટરીનાનું સાચું નામ KATE TURQUOTTE હતું, પરંતુ જ્યારે બોલિવૂડમાં તે આવી ત્યારે તેમણે પોતાનું નામ બદલી KETRINA KAIF કરી લીધું.

આમિર ખાન

તે સિવાય મિસ્ટર પરફેક્ટનિસ્ટ એટલે આમિર ખાને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું. હકીકતમાં તો તેમનું ખરું નામ મોહમ્મદ આમિર હુસેનખાન છે.

સની લીયોની

પોતાની ગ્લેમરસ અને સુંદરતાને લઈને ચર્ચામાં રહેવાવાળી સ્ટાર સની લિયોનીએ પણ પોતાનું સાચું નામ બદલ્યું હતું. જી હાં, સની લીયોનીનું સાચું નામ કરનજીત કૌર વોહરા છે. પરંતુ જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બની તો તેમણે પોતાનું નામ બદલી સની રાખી દીધું.

અક્ષય કુમાર

બોલિવુડ ખેલાડી અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. પરંતુ જ્યારે તેમણે પહેલી ફિલ્મ સૌગંધ મળી તો તેમણે પોતાનું નામ રાજીવ ભાટીયા થી બદલી અક્ષય કુમાર રાખી દીધું. નામ બદલાયા પછી તેનું ફિલ્મી કારકિર્દી ચમકી ગયું.

કરિશ્મા કપૂર

અહીં અભિનેત્રી કરિશ્મા કપુરે પોતાના નામને રાની મુખરજીનાં નામની જેમ એક અક્ષર દૂર કરી દીધો. જી હાં, કરિશ્મા કપુરે પોતાનું નામ Karishma Kapoor થી બદલી Karisma Kapoor રાખી દીધું.

જીતેન્દ્ર કપૂર

પોતાના જમાનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાનાર સુપર સ્ટાર જીતેન્દ્ર કપુરે પણ પોતાનું સાચું નામ બદલી નાખ્યું હતું. હકીકતમાં તેમનું સાચું નામ રવિ કપુર હતું. તે સમયમાં બોલીવુડ હિરોના નામ કઈક અલગ પ્રકારના હતા અને એટલે તેમણે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં હિસાબથી પોતાનું નામ બદલી નાખ્યું. પરંતુ પોતાના રીયલ નામથી જોડાણ હોવાના કારણે તેમણે હંમેશા પોતાની દરેક ફિલ્મમાં પોતાનું નામ રવિ જ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *