જાણો કાજુ ખાવાની યોગ્ય રીત નહિતર તમારું હ્રદય અને કિડનીને સંપુર્ણ રીતે કરી શકે છે ખરાબ

Posted by

જોવા જઈએ તો ડ્રાયફ્રુટ હંમેશા આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. લગભગ બધા જ ડ્રાયફ્રુટ્સનો સ્વાદ લાજવાબ હોય છે. ઘણીવાર તો તેને ગમે તેટલા ખાવા છતાં મન ભરાતું નથી. ઘણીવાર તો લોકો તને પેટ ભરીને ખાઈ પણ છે. આખરે તો તેનો સ્વાદ જ એવો હોય છે. એમાં પણ જો કાજુની વાત કરવામાં આવે તો કદાચ જ કોઈ એવું વ્યક્તિ હશે, જેને કાજુ નહીં ખાધા હોય. ખરેખર તો ભારતનાં દરેક ઘરમાં દરેક વસ્તુમાં કાજુ નાખવામાં આવે છે.

એ સિવાય કાજુ સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેને અમુક માત્રાથી વધારે ખાવામાં આવે તો તે આપણી હેલ્થ માટે ખુબ જ નુકસાનકારક થઈ શકે છે. જો કાજુને જરૂરિયાતથી વધારે માત્રામાં લેવામાં આવી તો તે આપણી હેલ્થ ઉપર ખુબ જ ખરાબ અસર કરે છે. એટલા માટે જો તમે વધારે પડતા કાજુ ખાતા હોવ તો આ ખબર તમારા માટે ખુબ જ કામની છે. આ ખબર દ્વારા જાણો કે કાજુ માત્રાથી વધારે પડતું સેવન કરવાથી તે આપણને કેવી રીતે નુકસાનકારક સાબિત થાય છે.

જો તમને સામાન્ય રીતે માથાનો દુખાવો અથવા માઈગ્રેન રહેતું હોય તો કાજુ થી દુર રહેવું. કાજુમાં અમીનો એસિડ, ટાયરામીન, ફેનેલેથાઈલમાઈન જોવા મળે છે. જેનાથી તમારા માથાનો દુખાવો બમણો થઈ જતો હોય છે. જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો પણ કાજુ થી દુર રહેવું. તેમાં હાઈ કેલરી હોય છે. વધારે માત્રામાં સેવન કરવાથી તમારું વજન પણ ઝડપથી વધી શકે છે. ૩૦ ગ્રામ કાજુ ની અંદર લગભગ ૧૩.૧ ફૈટ રહેલું હોય છે. એટલા માટે જો તમારે વજન ઓછું કરવું હોય તો કાજુનું સેવન હમેશા ખુબ જ ઓછી માત્રામાં કરવું.

તમને જણાવી દઈએ કે ત્યાંથી ૪ કાજુમાં 82.5 mg મેગ્નેશિયમ જોવા મળે છે. કાજુ વધારે ખાવાથી મેગ્નેશિયમ ડાયાબિટીસ, થાઇરોઇડ, મૂત્ર સંબંધી અને આર્થરાઇટિસની દવાઓ ઉપર પ્રભાવ પાડે છે. એ સિવાય કાજુને વધારે પડતું ખાવાથી તમારા શરીરની અંદર દવાઓ અસર કરવાનું બંધ કરી દે છે. તે સિવાય જો કોઈ વ્યક્તિની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેમને કાજુ થી દુર રહેવું જોઈએ. કાજુ ની અંદર સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવો ખુબ જ મુશ્કેલ બની જતું.

એટલા માટે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે અતિ સર્વત્ર વર્જયેત એટલે કે વધારે પડતી દરેક આદતમાં ખરાબ જ હોય છે. એટલા માટે આજથી જ કાજુ અથવા કોઈપણ પ્રકારની વસ્તુઓની આદત હોય તો તેની વધારવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *