જાણો શા માટે દુનિયાભરમાં હજુ સુધી નથી બની શકી કોરોના વાયરસની વેક્સિન?

Posted by

કોરોના વાયરસથી બચવા માટે દુનિયાનાં ઘણા દેશો વેક્સિન બનાવવામાં જોડાઈ ગયા છે. હાવર્ડ અને ઇઝરાયેલે ખૂબ જ જલ્દી આ વેક્સિન મનુષ્યો પર ટ્રાયલ કરવાનો દાવો પણ કરેલ છે. પરંતુ જાણીએ કે વેક્સિન બનાવવાના કામમાં આખરે શા માટે આટલી પરેશાની આવી રહી છે? શું વાયરસનો મ્યુટેશન તેનું સૌથી મોટું કારણ છે? સૌથી પહેલા સમજવું પડશે કે વાયરસ શું હોય છે અને એન્ટીબોડીનું શું કામ હોય છે.

એન્ટીબોડી મનુષ્યના શરીરમાં Y (વાય) નાં આકારનું પ્રોટીન હોય છે. જે વાયરસને ઓળખીને તેને હટાવે છે. જાણો કે વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરીને કેવી રીતે કોશિકાઓ દ્વારા પોતાનો વિસ્તાર કરે છે અને વાયરસ કોશિકાઓની અંદર પોતાનું જીનોમ તૈયાર કરે છે. તેના માટે તે મનુષ્યની કોશિકાઓના પ્રોટીનનો ઉપયોગ કરે છે.

વેક્સિન દ્વારા આપણા શરીરમાં પ્રવેશ થઈને એન્ટિબોડીઝ વાયરસની કોશિકાઓને જોડવાથી રોકે છે. કોશિકાઓમાં વાયરસની એન્ટ્રી બ્લોક કરે છે. જેના લીધે વાયરસ RNA રિલીઝ કરી શકતો નથી. સાધારણ પરિસ્થિતીમાં વાયરસ કોશિકાઓમાં પ્રવેશ કરીને તેને હાઇજેક કરે છે, તેની મશીનરીનો ઉપયોગ કરીને પોતાનો વિસ્તાર કરે છે. બીજી પરિસ્થિતિમાં વાયરસના જેનેટિક કોડમાં આવેલ બદલાવને મ્યુટેશન કહે છે. જ્યારે વાયરસ પોતાને વિસ્તાર આપે છે તો આ પ્રક્રિયામાં થતા બદલાવને મ્યુટેશન કહેવામાં આવે છે.

વાયરસથી બચવા માટે વેક્સિન લગાવવામાં આવે છે. વેક્સિન શરીરને આવશ્યક એન્ટીબોડી વિકસિત કરવામાં મદદ કરે છે. વાયરસને કોશિકાઓની અંદર વધવાથી રોકવાની પ્રક્રીયાને એંટીજેન્સ કહેવામાં આવે છે. વાયરસ મ્યુટેશન, વેક્સિન બનાવવાની માર્ગમાં અવરોધ હોય છે. હકીકતમાં સાધારણ પરિસ્થિતીમાં વેક્સિન વાયરસની ઓળખ કરીને તેને રોકી દે છે. પરંતુ મ્યુટેશનને કારણે એન્ટિબોડીઝ વાયરસની ઓળખ કરી શકતા નથી. આ સ્થિતિમાં વેક્સિન ની કોઈ અસર થતી નથી.

કોરોના વાયરસની વાત કરીએ તો હજુ સુધી કરવામાં આવેલ રિસર્ચ અનુસાર તે પોતાને મ્યુટેટીડ કરી રહેલ છે. આ વાયરસ સાથે લડવા માટે આપણે નવી વેક્સિનની જરૂરીયાત પડશે. કોરોના વાયરસ થી બચવા માટે વેક્સિન પર સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ નજર રાખી રહ્યા છે કે વાયરસ કેવી રીતે પોતાના માં બદલાવ કરી રહ્યો છે.

વાયરસના સ્ટ્રેન ત્રણ પરિસ્થિતિઓ પર આધારિત છે. એક પરિસ્થિતિમાં વેક્સિન કારગર સાબિત થશે. પરંતુ અન્ય બે પરિસ્થિતિમાં વાયરસને રોકવા માટે વારંવાર વેક્સિનમાં બદલાવ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *