જાણો તમારો પાર્ટનર વોટ્સઅપ માં સૌથી વધારે કોની સાથે વાત કરે છે

Posted by

ભારતમાં ઘણા લોકો સોશ્યલ મેસેજિંગ એપ વોટ્સઅપનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં ફેલાયેલા વોટ્સઅપ પોતાના યુઝર્સને ઓડિયો અને વિડીયો મેસેજ તથા વીડિયો કોલની સુવિધા પણ આપે છે. આજકાલ દરેક વ્યક્તિ દરેક મિનિટે પોતાનું વોટ્સઅપ ચેક કરતા રહે છે, જાણે તેની આદત થઈ ગયેલી હોય. તેવામાં ઘણી વખત જોવામાં આવે છે કે વોટ્સઅપને કારણે ઘણાં કપલ ની વચ્ચે ઝઘડો પણ થતો હોય છે.

એક સાથે રહેતા પાર્ટનર્સને સતત એક બીજા પર શંકા થતી રહે છે કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત તો નથી કરી રહેલ ને અથવા તો અન્ય કોઈ વ્યક્તિ સાથે તેના સંબંધો નથી ને? તેવામાં જો તમે પણ તે જાણવા માંગો છો કે તમારો પાર્ટનર વોટ્સઅપ પર સૌથી વધારે કોની સાથે વાત કરે છે, તો તેના માટે આજે અમે તમને વોટ્સઅપ ને એક સરળ ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે તમારો પાર્ટનર કોની સાથે વધુ વાત કરે છે. જોકે તેના માટે તમારે પોતાના પાર્ટનરના ફોન નો પાસવર્ડ હોવો જરૂરી છે.

તો ચાલો તમને જણાવીએ કે કઈ રીતે તમે પોતાના પાર્ટનરને સાથે કોણ સૌથી વધારે વાત કરે છે તેની જાણકારી મેળવી શકો છો.

  • સૌથી પહેલા તમારે વોટ્સઅપ ખોલવાનું રહેશે. ત્યારબાદ એકદમ જમણી તરફ ખુણામાં જોવા મળતા ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીંયા પર ક્લિક કર્યા બાદ તમને સેટિંગનો ઓપ્શન જોવા મળશે. જેમાં તમને ઘણા બધા વિકલ્પ જોવા મળશે.
  • આ બધા વિકલ્પોમાંથી તમારે સ્ટોરેજ એન્ડ ડેટા નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ફરીથી ઘણા બધા વિકલ્પો જોવા મળશે.

  • આ બધામાંથી તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમે આખું લીસ્ટ જોઈ શકશો કે જેની સાથે તે એકાઉન્ટમાંથી ચેટ થયેલી હશે.
  • આ લિસ્ટમાં જેનું નામ સૌથી ઉપર જોવા મળશે, તેની સાથે તમારો પાર્ટનર સૌથી વધારે વાત કરતો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *