પ્રેમના એક ખાસ વાત હોય છે કે તે જેના પણ જીવનમાં હોય છે તેનું જીવન સુંદર બની જાય છે. પરંતુ નસીબ થી જ લોકોને સારો જીવનસાથી મળી શકે છે. કોઈ વ્યક્તિને તેનો મનપસંદ પાર્ટનર નાની ઉંમરમાં મળી જાય છે તો કોઈને લાંબા સમય બાદ મળે છે. જોકે આ વાતનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી કે તમને ક્યારેય તમારો પાર્ટનર મળશે, પરંતુ આ વાત અમુક હદ સુધી જ્યોતિષશાસ્ત્ર ઉપર નિર્ભર કરે છે. તમારી રાશિ આ વાતનો જવાબ આપી શકે છે કે તમને પોતાનો પાર્ટનર ક્યારે મળશે.
મેષ રાશિ
અગ્નિ તત્વની રાશિ મેષ રાશિના લોકોનો સ્વભાવ ઉગ્ર હોય છે, પરંતુ અંદરથી તેઓ એટલા જ સંવેદનશીલ પણ હોય છે. જેવી તેમની પર્સનાલિટી હોય છે, શક્ય છે કે તેમને ૨૫ વર્ષની ઉંમરમાં પોતાનો મનપસંદ પાર્ટનર મળી જાય. આ એક એવી ઉંમર હોય છે, જેમાં તમે પોતાની લવ લાઈફ અને પોતાની કારકિર્દી વિશે ગંભીર બનીને વિચારવા લાગો છો. એટલા માટે આ સમયે પાર્ટનર મળવાનો મતલબ છે કે તમારા રિલેશન લાંબો સમય સુધી ચાલશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને ખુબ જ નાની ઉંમર એટલે કે લગભગ ૧૮ વર્ષમાં જ પોતાનો પાર્ટનર મળી જાય છે. તે વાતમાં જરા પણ બેમત નથી કે આ ઉંમર તે સમજવા માટે કે આ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ છે ખુબ જ ઓછી હોય છે. પરંતુ આ ઉંમરમાં તમે ખુબ જ માસુમ અને ખુબ જ ચોખ્ખા દિલના હોવ છો. વળી સામાન્ય રીતે તો સાચો જીવનસાથી મેળવવા માટે તમારી આખી ઉંમર પડેલી છે, પરંતુ આ ઉંમરમાં જો તમને સાચા મનથી કોઈની સાથે પ્રેમ થાય છે તો આવો પ્રેમ ખુબ જ નિસ્વાર્થ હોય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો સભામાં ખુબ જ ઉત્સુકતા રહેલી હોય છે અને તેમને પોતાનો મનપસંદ સાથી ૧૯ વર્ષની ઉંમરમાં મળી શકે છે, પરંતુ તમારી અંદર એક સમજદારી જીવનના બીજા તબક્કામાં જઈને આવે છે. તમારા ચંચળ સ્વભાવ નું પરિણામ હોય છે કે તમે કોઈ એક સાથે પોતાનો સમગ્ર જીવન પસાર કરી શકતા નથી. તમારું બ્રેકઅપ પણ થાય છે અને તમને ફરીથી પાર્ટનર પણ મળી જાય છે, પરંતુ એક ઉંમર બાદ તમારા સ્વભાવમાં પણ પરિપક્વતા આવી જાય છે અને ત્યારબાદ તમે ઈમાનદારીની સાથે પોતાનું જીવન પસાર કરો છો.
કર્ક રાશિ
તમારી રાશિના લોકો સ્વભાવથી રોમેન્ટિક હોય છે. તમે બાળપણથી જ પોતાના મનપસંદ સાથી નાં સપના જુઓ છો, એટલા માટે તમને પોતાનો મનપસંદ પાર્ટનર યંગ એજ એટલે કે લગભગ ૨૧ વર્ષની ઉંમરમાં મળી જાય છે. આ ઉંમરમાં તમારા મનમાં ઘણી બધી સુવર્ણ યાદો રહી જાય છે અને તમારા મનમાં કંઈક નવું જાણવાની અને સમજવાની ઈચ્છા પણ હોય છે.
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા લોકો પ્રેમમાં વધારે વિશ્વાસ રાખતા નથી અને તેના વિશે વધારે વિચારતા પણ નથી, એટલા માટે સિંહ રાશિ વાળા લોકોને સાચો પ્રેમ મળવામાં ખુબ જ વધારે સમય લાગે છે. શક્ય છે કે તેમને ૨૭ વર્ષની ઉંમરમાં સાચો પાર્ટનર મળે છે. આવું ત્યારે જ બની શકે છે, જ્યારે તેઓ પોતાના જીવનમાં ગંભીરતા મહેસુસ કરી શકે.
કન્યા રાશિ
જો તમે કન્યા રાશિના છો તો તમે પોતાના દિલ અને દિમાગની વચ્ચે ફસાયેલા રહેતા હોવાને લીધે પોતાના જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં ઘણો સમય લગાવો છો. જોકે તમને પોતાના મિત્રો તરફથી તેમના પાર્ટનર વિશે જાણવામાં ખુબ જ મજા આવે છે, પરંતુ પોતાનાં વિશે તમે જલ્દી નિર્ણય કરી શકતા નથી. તમે પોતાના પરિવારના લોકો અને મિત્રોની વચ્ચે વધારે ખુશ રહો છો, એટલા માટે પોતાના પાર્ટનર વિશે વધારે વિચારી શકતા નથી.
તુલા રાશિ
તુલા રાશિ વાળા લોકોને તેમનો મનપસંદ જીવનસાથી ૨૦ વર્ષની ઉંમરમાં જ મળી જાય છે. આ એક એવો સમય હોય છે જ્યારે તમે પોતાના જીવન વિશે વધારે વિચારો છો અને સાથોસાથ મુંઝવણમાં પણ રહો છો. તમને એક એવો પાર્ટનર મળે છે જે જીવનના મહત્વના નિર્ણય લેવામાં તમારી ખુબ જ મદદ કરે છે. આવા પાટનની સાથે તમે સૌથી વધારે ખુશ મહેસુસ કરો છો. વળી તે તમારો સૌથી સારો મિત્ર પણ બની જાય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા લોકો આ મામલામાં ખુબ જ નસીબદાર હોય છે અને તેમને ખુબ જ નાની ઉંમરમાં પોતાનો મનપસંદ પાર્ટનર મળી જાય છે. શક્ય છે કે ટીનેજમાં જ તેમને પોતાનો પાર્ટનર મળી જાય છે, પરંતુ તમને તે વાતની જાણ હોતી નથી કે આ પાર્ટનર જીવનભર સાથ નિભાવી શકશે કે નહીં. તેમ છતાં પણ તમે તેની સાથે સંપુર્ણ ઈમાનદારીથી સંબંધ નિભાવો છો. વળી બદલામાં તમને પાર્ટનર તરફથી પણ ભરપુર પ્રેમ મળે છે.
ધન રાશિ
પોતાની લાઈફ માટે ભલે તમે કોઈની ઉપર નિર્ભર રહેતા ન હોય, પરંતુ તમે એક એવો સંબંધ ઈચ્છો છો જે બંધનમાં બંધાઈને ફક્ત તમારી સાથે રહે. કોઈની સાથે રિલેશનશિપ પહેલા પણ તમે ખુબ જ વિચારો છો અને સમજો છો, એટલા માટે તમે ૨૦ વર્ષની ઉંમર બાદ ૩૦ વર્ષ સુધી પહોંચતા-પહોંચતા પોતાના પાર્ટનરને શોધી શકો છો. આ સમયે તમે પણ કમિટમેન્ટમાં રહેવા માટે સંપુર્ણ રીતે તૈયાર રહો છો.
મકર રાશિ
મકર રાશિના લોકો આ બાબતમાં ખુબ જ સમજદાર હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈની સાથે પોતાની લાગણી વ્યક્ત કરતા નથી. તેમના માટે રિલેશન નો મતલબ દરેક પ્રકારની સારો હોય છે. તેમને સાચો સાથી પોતાની શરતો ઉપર જોઈએ છીએ. તેઓ રિલેશનશિપની બાબતમાં ખુબ જ સમજી વિચારીને નિર્ણય કરતા હોય છે. એજ કારણ છે કે તેમને મોડેથી પરંતુ જેની સાથે તેઓ રિલેશનશિપ રાખે છે, તેને સંપુર્ણ જવાબદારીની સાથે નિભાવે છે. તેમને હંમેશા એક પરિપક્વ અને જવાબદાર પાર્ટનરની તલાશ હોય છે.
કુંભ રાશિ
તેમની બાબતમાં તમને હંમેશા બીજા લોકો ઉપર શંકા રહેશે. તમને પોતાનો પાર્ટનર ૨૨ વર્ષની ઉંમરમાં મળી જાય છે. તમે કોઈ એવા પાર્ટનરની તલાશમાં રહો છો, જેની ઉપર તમે ભરોસો કરી શકો અને જેની સાથે તમે પ્રેમનો સંબંધ જીવનભર નિભાવી શકો. તમારે એક એવો પાર્ટનર જોઈએ છે, જે તમે જેવા છો તેવા તમને સ્વીકાર કરે. કોઈ એવો વ્યક્તિ જે સમજે કે પ્રેમમાં તમારે પણ સ્પેસ અને ફ્રીડમ જોઈએ છે.
મીન રાશિ
મીન રાશિના લોકો હંમેશા પ્રેમની તલાશમાં રહે છે. તમારા માટે કોઈ વ્યક્તિને પ્રેમ કરવો અને તેની ચિંતા કરવી જ જીવનનો લક્ષ્ય હોય છે. જ્યારે તમને કોઈ એવો પાર્ટનર મળી જાય છે, તો તમે પ્રેમ કરવામાં અચકાતા નથી. તમને ૧૯ વર્ષની ઉંમરમાં જ તમારો સાચો પાર્ટનર મળી જાય છે. તમે એક એવા પાર્ટનરની તલાશમાં છો, જે તમારો સાચો પાર્ટનર પણ બની શકે અને તમારો મિત્ર પણ બની શકે.