સબ ટીવી પર પ્રસારિત થતી સૌથી લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ દરેક ઘરે જોવામાં આવતો શો છે. આ શો ઘણા લોકોની પહેલી પસંદ છે. બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ દરેક આ શો જોવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે સમગ્ર શો ગોકુલધામ સોસાયટીના લોકોને આજુબાજુ ફરતો રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં પાત્રો પણ ખુબ જ મજેદાર છે. પરંતુ બધાને હસાવતા આ પાત્રો વિશે ની બધી વાતો તમે જાણતા નહીં હોય. તેમના વાસ્તવિક જીવનના અમુક એવાં પાસાં હોય છે જે દરેક વ્યક્તિ જાણતા નથી. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દેખાતા પોતાના વાસ્તવિક જીવનમાં કેટલા અમીર છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે. સાથોસાથ એ પણ જણાવીશું કે આ સ્ટાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના એક એપિસોડ માટે કેટલા પૈસા વસૂલ કરે છે.
દિશા વાકાણી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી પ્રમુખ પાત્ર એટલે કે દયાબેન નો રોલ નિભાવનાર દિશા વાકાણી પાછલા અમુક સમયથી આ શોમાં દેખાઈ રહ્યા નથી. જણાવી દઈએ કે દિશા હાલના સમયમાં મેટરનીટી લીવ પર છે. રિપોર્ટનું માનવામાં આવે તો દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં સૌથી વધારે ફી વસૂલ કરે છે. જણાવવામાં આવે છે કે દિશા વાકાણીની નેટવર્થ ૩૭ કરોડ રૂપિયાથી પણ વધારે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે તેમની ફી અન્ય કલાકારોની સરખામણીમાં ખૂબ જ વધારે છે.
દિલીપ જોશી
શોમાં પોતાના અલગ અંદાજથી બધાને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા જેઠાલાલ પણ ખૂબ જ મોટી ફી વસૂલ કરે છે. માનવામાં આવે છે કે દિલીપ જોષીની ફી પણ દિશા વાંકાણીની આસપાસ જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ જોષી એક એપિસોડ માટે અંદાજે ૧.૫ લાખ રૂપિયા વસૂલ કરે છે. દિલીપ જોષીની નેટવર્થ પણ ૩૭ કરોડ રૂપિયા છે.
મુનમુન દત્તા
શો ની સૌથી સુંદર અભિનેત્રી કહી શકાય તેવી મુનમુન દત્તા પણ ખૂબ જ લોકપ્રિય છે. તે આ શોમાં બબીતાનુ પાત્ર નિભાવે છે. શો માં જેઠાલાલ તેમના પ્રત્યે ખૂબ જ આકર્ષિત રહે છે. જેના કારણે તેમની અને જેઠાલાલ ની મસ્તી લોકોને ખૂબ જ પસંદ આવે છે. વળી ફીના મામલામાં મુનમુન દત્તા પણ ખૂબ જ ઊંચી ફી વસૂલ કરે છે. જણાવી દઈએ કે મુનમુન એક એપિસોડ માટે ૫૦ હજાર રૂપિયા જેવી ફી લે છે. તેમની નેટવર્થ ૭ કરોડ રૂપિયા છે.
શૈલેષ લોઢા
શો માં જેઠાલાલ ના સૌથી પ્રિય મિત્ર કહી શકાય તેવા તારક મહેતા નો રોલ શૈલેષ લોઢા નિભાવે છે. શૈલેષ લોઢા પણ તારક મહેતા શો માં ખૂબ જ મહત્વનું પાત્ર છે. તેમને જેઠાલાલનું ફાયરબ્રિગેડ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે શૈલેષ લોઢા ટીવી દુનિયાના એક મોટા કલાકાર છે, સાથમાં તેઓ એક મશહૂર હાસ્ય કવિ પણ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક એપિસોડ માટે અંદાજે તેઓ ૧ લાખથી ૧.૫ લાખ રૂપિયા વસૂલ કરે છે. ચોંકી ન જાવું, પરંતુ આ હકીકત છે. શૈલેષ લોઢા એક જાણીતા એક્ટર છે અને તેમની નેટવર્થ પણ અંદાજે ૭ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.