ઝડપથી વજન ઓછું કરશે ૨ મિનિટની આ જાપાની એક્સરસાઇઝ, થોડા સપ્તાહમાં જ ૧૩ કિલો સુધી વજન ઘટાડી શકાશે

Posted by

સ્થૂળતાથી ફક્ત તમારો દેખાવ જ ખરાબ નથી થતો, પરંતુ તે ઘણી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. સ્થૂળતાને કારણે થાયરાઇટ, પીસીઓટી, ડિયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. એટલા માટે જો તમે સ્થૂળતાનો શિકાર ન હોય તો પણ પોતાને ફિટ અને એક્ટિવ રાખો. જેના માટે સ્વસ્થ ખાણીપીણી અને તેની સાથે એક્સરસાઇઝ પણ જરૂરી છે. અહીંયા અમે તમને એક એવી એક્સરસાઇઝ બતાવવા જઈ રહ્યા છીએ, જે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. એક જાપાની એક્ટર મીકી રેસુકેની આ એક્સરસાઇઝ તમને વજન ઓછું કરવામાં અને પીઠના દુખાવામાં પણ રાહત આપશે.

વજન ઘટાડવા માટે કેવી રીતે ફાયદાકારક છે આ જાપાની તકનીક

મીકી રેસુકેની આ વેઇટ લોસ એક્સરસાઇઝ તકનીક ખૂબ જ સરળ અને પ્રભાવી છે. મિકી દ્વારા શોધવામાં આવેલા એક્સરસાઇઝ ટેકનિકથી તેમણે થોડા સપ્તાહમાં જ પોતાની કમરમાંથી ૧૩ કિલો વજન ઓછું કર્યું અને ૪.૭ ઇંચ સુધી કમર ઓછી કરેલ છે. તે ખૂબ જઆશ્ચર્યજનક હતું કે મિકીએ આ એક્સરસાઇઝ વજન ઘટાડવા માટે નહીં, પરંતુ પોતાના પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે કરી હતી. આ એક્સરસાઇઝ તકનીકને તેઓ દરરોજ ફક્ત ૨ મિનિટ કરતા હતા.

મિકી ની આ એક્સરસાઇઝને લોંગ બ્રિથ ડાયટ તકનીકનાં નામથી ઓળખવામાં આવે છે. જેમાં આપણે ફક્ત ઊભા રહીને શ્વાસ લેવાનો અને જોરથી બહાર છોડવાનો હોય છે. આ બ્રીધિંગ એક્સરસાઇઝ તમને વજન ઓછું કરવામાં અને તમારી પીઠનો દુખાવો ઓછો કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

કેવી રીતે કામ કરે છે આ તકનીક?

લોંગ બ્રિથ એકસાઇઝમાં જ્યારે તમે શ્વાસ અંદર લો છો તો ઓક્સિજન ફેટ કોશિકાઓ સુધી પહોંચે છે અને પાણી અને કાર્બનમાં તૂટી જાય છે. જેટલો વધારે ઓકસીજન શરીર અંદર લે છે, તેનાથી વધારે તમારી ફેટ બર્ન થાય છે.

વજન ઓછું કરવા માટે આ જાપાની એક્સરસાઇઝ કેવી રીતે કરવી?

  • સ્ટેપ-૧ : સૌથી પહેલા તમે સીધા ઊભા રહી જાઓ. હવે પોતાનો એક પગ આગળ વધારો અને બીજા પગને પાછળ રાખો. જેમકે તમે વોકિંગ મોડમાં હોય.
  • સ્ટેપ-૨ : હવે તમે પોતાની બટ ને તણાવ આપો અને પોતાના શરીરનો સમગ્ર વજન પાછળના પગ ઉપર નાખો.
  • સ્ટેપ-૩ : ત્યારબાદ તમે પોતાના હાથને માથાની ઉપર ઉઠાવો. ધીરે-ધીરે ૩ સેકન્ડ માટે શ્વાસ લો.
  • સ્ટેપ-૪ : ત્યારબાદ પોતાની મસલ્સને તણાવ આપો અને ૭ સેકન્ડ માટે જોરથી શ્વાસ છોડો.

આવું તમારે ૨ થી ૧૦ મિનિટ સુધી જેટલી વખત સંભવ હોય તેટલી વખત રિપીટ કરતા રહો. તેનાથી તમને પોતાના પેટની ચરબીને જલ્દીથી ઓછી કરવામાં મદદ મળશે અને તે સિવાય તમારા શરીરના સ્નાયુઓ પણ મજબૂત બનશે અને પીઠના દુખાવામાં પણ રાહત મેળવવા માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *