“જય શ્રી કૃષ્ણા” માં કાન્હા નું કિરદાર નિભાવવા વાળી આ બાળકી હવે થઈ ગઈ છે મોટી, દેખાય છે ખુબ જ સુંદર અને ગ્લેમરસ

Posted by

દેશભરમાં કોરોના મહામારી ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. ભલે લોકડાઉન ખતમ થઈ ચુકયું છે, પરંતુ હજુ પણ કોરોના વાયરસનું સંકટ ટળી ગયું નથી. આવી સ્થિતિમાં બધા લોકોએ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જેમકે આપણે બધા જાણીએ છીએ કે દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન હતું ત્યારે ટીવી પર કોઈ પણ નવી સિરિયલ અથવા એપિસોડ આવી રહ્યા ન હતા. તેની વચ્ચે જુના અને મશહુર શો ફરીથી ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવતા હતા.

લોકડાઉન દરમિયાન લોકોની ડિમાન્ડ પર દુરદર્શન પર રામાયણનું રિપીટ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તે સિવાય મહાભારત, શક્તિમાન, દેખ ભાઈ દેખ સહિત ઘણા જુના શો ફરીથી પ્રસારિત કરવામાં આવતા હતા. આ શો માંથી એક કલર ટેલિવિઝનની ધારાવાહિક “જય શ્રીકૃષ્ણા” ફરીથી પ્રસારણમાં સામેલ કરવામાં આવી હતી. આ શો માં નાના કાન્હાજી દર્શકોને ખુબ જ પસંદ આવ્યા હતા અને આ શો દર્શકોની વચ્ચે ખુબ જ મશહુર થયો હતો. ભાગ્યે જ કોઈ વ્યક્તિને જાણ હશે કે કલર્સમાં “જય શ્રી કૃષ્ણા” ભગવાન શ્રીકૃષ્ણાનું કિરદાર એક યુવતીએ નિભાવ્યું હતું.

“જય શ્રીકૃષ્ણા” માં કાન્હાજી નુ કિરદાર નિભાવવાની યુવતીનું નામ ધૃતિ ભાટિયા છે. વર્ષ ૨૦૦૮માં પ્રસારિત થનારા આ ટેલિવિઝન સિરિયલ ભગવાન શ્રીકૃષ્ણનું કિરદાર નિભાવી ને આ નાની બાળકી એ પોતાની મનમોહક મુસ્કાન થી બધા લોકોનું દિલ જીતી લીધું હતું. ટેલિવિઝન પર “જય શ્રી કૃષ્ણા” ને ફરી વખત પ્રસારણ થવાથી એકવાર ફરીથી ધૃતિ ભાટિયા ની યાદ બધાને આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે હવે ધૃતિ ભાટિયા ખુબ જ મોટી થઈ ગઈ છે અને તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

જ્યારે ધૃતિ ભાટિયાએ “જય શ્રી કૃષ્ણા” માં ભગવાન શ્રીકૃષ્ણાનું કિરદાર નિભાવ્યું હતું, તો તે દરમિયાન તેની ઉંમર ફક્ત ૩ વર્ષની હતી. દર્શકો દ્વારા ધૃતિ નું કિરદાર ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. લોકો ટીવી પર સૌથી પહેલા ધ્રુતિના આવવાની રાહ જોતા હતા. આ ધારાવાહિકમાં ધૃતિ જે રીતે હસતી હતી, તેનાથી તે બધાનું દિલ જીતી લીધી હતી. હવે ધૃતિ ખુબ જ મોટી થઈ ચુકી છે. જો તમે તેની તસ્વીરો જોઈ લેશો તો તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે.

તમને જણાવી દઈએ કે ધૃતિ ભાટિયા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તેના નામનું એક ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, પરંતુ તેનું એકાઉન્ટ વેરીફાઈ એકાઉન્ટ છે કે નહીં તે કહેવું થોડું મુશ્કેલ બની શકે છે. પરંતુ જો તમે આ એકાઉન્ટમાં જુઓ તો તેમાં ધૃતિ ભાટિયા ની ઘણી તસ્વીરો જોવા મળશે. આ તસ્વીરોમાં ધૃતિ ભાટિયા ખુબ જ સુંદર નજર આવી રહી છે.

ટેલિવિઝનની મશહુર ધારાવાહિક “જય શ્રીકૃષ્ણા” માં ભગવાન શ્રી કૃષ્ણાનું બાળ સ્વરૂપ લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. વળી ધૃતિ ની મુસ્કાન પણ લોકોને આજે પણ યાદ છે. ભલે ધૃતિ હવે મોટી થઈ ચુકી છે, પરંતુ તેની માસુમિયત હજુ પણ જળવાઇ રહેલી છે.

હાલમાં ધૃતિ પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. તે આ સીરિયલ બાદ ઘણી સિરિયલમાં નજર આવી ચુકી છે, જેમાં બરુણ સોબતી ની સિરીયલ “ઇસ પ્યાર કો ક્યા નામ દુ” અને “માતા કી ચૌકી” સામેલ છે. ધૃતિ હવે ૧૭ વર્ષની થઇ ચુકી છે અને તે પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ધૃતિ ભાટિયા નાં પિતાનું નામ ગગન ભાટિયા છે, જે એક બિઝનેસમેન છે અને તેની માતાજીનું નામ પુનમ ભાટિયા છે, જે કોરિયોગ્રાફરની સાથે સાથે અભિનેત્રી પણ છે. ધૃતિ ભાટિયા પોતાની માની જેમ જ ડાન્સ કોરિયોગ્રાફર બનવા માંગતી હતી એટલા માટે તે ઘણા સમયથી ક્લાસિકલ ડાન્સ પણ શીખી રહી છે. ધૃતિ પોતાના માતા-પિતાની ખુબ જ નજીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *