JCB મશીનનો રંગ ફક્ત પીળો જ શા માટે રાખવામાં આવે છે? લાલ, લીલો કે વાદળી શા માટે નહીં? કારણ જાણવા જેવુ છે

જેસીબી (JCB) ભારતમાં આ બ્રાન્ડ ઘણી વધારે જાણિતી છે. તમે પણ તમારી આસપાસનાં એરિયામાં JCB કંપનીની ઘણી મશીન જોઈ હશે. ભારતમાં લોકોને JCB ને લઈને અલગ જ લેવલનો ક્રેઝ છે. જ્યારે પણ કોઈ જગ્યાએ JCB નું ખોદકામ થાય છે તો તેને જોવા લોકોની ભીડ જાતે જ આવી જાય છે. હદ તો ત્યારે થઇ જાય છે. જ્યારે લોકો ઘણા કલાકો સુધી કંટાળ્યા વગર JCB નુ ખોદકામ જોતા રહે છે. હવે આ વાતથી તમે ભારતમાં JCB કંપનીની બ્રાન્ડ વેલ્યુ નો અંદાજો લગાવી શકો છો.

જો તમે નોટિસ કર્યું છે તો JCB ની વધારે મશીન પીળા રંગની જ હોય છે. તેને લાલ, લીલા કે વાદળી રંગ નથી આપવામાં આવતો. આ તમને એક ખાસ પીળા રંગમાં જ જોવા મળશે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે JCB વાળા પોતાની મશીનોને પીળા રંગથી જ કેમ રંગે છે. આજે અમે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલા ચાલો JCB સાથે જોડાયેલી થોડી ખાસ વાતો જાણી લો.

JCB મશીન એક નિર્માણ કંપની છે. જેનું મેઇન હેડક્વાટર સ્ટેફોર્ડશાયર ઇંગ્લેન્ડમાં છે. હકીકતમાં આ એક બ્રિટિશ મશીન નિર્માણ કંપની છે. તેની બનાવવામાં આવેલી મશીન દુનિયાભરમાં ઉપયોગમાં થાય છે. તે વધારે બાંધકામ સાથે જોડાયેલા કામમાં આવનારી મશીનો જ બનાવે છે. આ કંપનીની યોજના વિશ્વના ચાર મહાદ્વીપમાં છે.

આ કંપનીની એક બીજી ખાસ વાત એ છે કે તે વિશ્વની પહેલી અનામ મશીન પણ છે. આ મશીનને ૧૯૪૫માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે તેને બનાવવા વાળા ઘણા દિવસો સુધી તેના નામ વિશે વિચાર્યું પરંતુ કંઈક સારું સૂઝ્યું નહીં. પછી તેનું નામ જોસેફ શાયરીલ બમફોર્ડ (JCB) રાખવામાં આવ્યું.

તમારા માંથી ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે JCB ભારતમાં પોતાની ફેક્ટરી શરૂ કરવા વાળી પહેલી બ્રિટિશ પ્રાઇવેટ કંપની હતી. વર્તમાનમાં હિન્દુસ્તાન વિશ્વમાં JCB મશીનનો સૌથી મોટો એક્સપોર્ટર છે. જોસેફ શાયરીલ બમફોર્ડની પહેલી મશીન એક ટીપિંગ ટ્રેલર હતી, જેને ૧૯૪૫માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે તેની માર્કેટમાં કિંમત ૪૫ પાઉંડ (લગભગ ૪ હજાર રૂપિયા) હતી.

JCB જ તે કંપની હતી, જેનાથી દુનિયાની પહેલી અને સૌથી ઝડપી ટ્રેક્ટર “ફાસ્ટ્રેક” બનાવવામાં આવ્યું. આ ટ્રેક્ટર તેમણે વર્ષ ૧૯૯૧માં લોન્ચ કર્યું હતું. ત્યારે આ ટ્રેકટરની ઝડપ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ટ્રેક્ટરને “પ્રિન્સ ઓફ વેલ્સ” નો અવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૪૮માં JCB કંપનીમાં માત્ર ૬ કર્મચારી કામ કરતા હતા. પરંતુ વર્તમાનમાં આ  કંપનીમાં ૧૧ હજારની આસપાસ કર્મચારી છે. જે સમગ્ર વિશ્વમાં કામ કરી કંપનીનું નામ રોશન કરી રહ્યા છે.

આ કારણથી પીળા રંગની હોય છે JCB

શરૂઆતમાં JCB મશીનને સફેદ તથા લાલ રંગમાં બનાવવામાં આવતી હતી. જોકે પછી કંપનીએ તેનો રંગ પીળો કરી લીધો. હવે તે પોતાની બધી મશીનોને પીળા રંગની જ બનાવે છે. તેનું કારણ એ છે કે પીળા રંગની JCB ને ખોદકામ વાળા સ્થળ પર સરળતાથી દુરથી જોઈ શકાય છે. તેનાથી લોકોને ખબર પડે છે કે અહીં JCB નું ખોદકામ ચાલી રહ્યું છે.