જે અભિનેત્રી સાથે સલમાન ખાને કર્યો હતો રોમાન્સ હવે તેની દિકરી સાથે પણ કરશે રોમાન્સ, નામ જાણીને તમારા હોશ ઊડી જશે

Posted by

સલમાન ખાન આજની તારીખમાં બોલીવુડનાં એક એવા અભિનેતા બની ચુક્યા છે, જેની ફિલ્મો ભલે જ કમાલ કરે કે ન કરે પરંતુ તેમનો સ્ટારડમ જરૂર કમાલ કરી જાય છે. સલમાન ખાન બોલીવુડનાં એકમાત્ર એવા અભિનેતા છે, જેમના સ્ટારડમ ની પાછળ જ પબ્લિક સિનેમા ઘર સુધી પહોંચી જાય છે. થોડા સમય પહેલા સલમાનની ફિલ્મ  “રેસ-3” ને મળેલા ખરાબ રિવ્યુ પછી પણ ફિલ્મ એ માત્ર સલમાનને કારણે જ ૧૭૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

સલમાન ખાં વિશે એવું પણ કહેવામાં આવે છે કે સલમાન ખાન બોલીવુડના એક એવા અભિનેતાના રૂપમાં સામેલ છે જે બોલીવુડમાં ડેબ્યુ કરવા વાળી અભિનેત્રીને પણ લોન્ચ કરે છે અને જે પણ નવી અભિનેત્રી સલમાન સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરી લે તો સમજો તેનું નસીબ ચમકી જાય તે નક્કી છે. તેના ઘણા ઉદાહરણ આપણી સામે આવી પણ ચુક્યા છે. અત્યાર સુધી સલમાનને બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓને લોન્ચ કરી છે. જે આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુકી છે. જેનું એક સૌથી સારું ઉદાહરણ છે કેટરિના કૈફ. જેને સારી રીતે હિન્દી પણ બોલતા ન આવતી હતી, આજે તે બોલીવુડની એક જાણીતી અભિનેત્રી બની ચુકી છે.

હવે હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરીની ફોટો વાયરલ થઇ રહી છે. જી હાં, મૈંને પ્યાર કિયા ફિલ્મ તો તમને યાદ હશે, જે સલમાન અને અભિનેત્રી ભાગ્યશ્રી બન્નેની પહેલી જ ફિલ્મ હતી અને આ ફિલ્મથી ભાગ્યશ્રીનું નસીબ ચમકી ગયું હતું. ભાગ્યશ્રી નું નસીબ આ ફિલ્મ ચમકી ગયું હતું. આ ફિલ્મ તેમની પહેલી ફિલ્મ હતી, જેને લઇને તેમને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મે ભાગ્યશ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી, પરંતુ આ ફિલ્મ પછી ભાગ્યશ્રી બોલીવુડથી ગાયબ થઈ ગઈ હતી જ્યારે સલમાન બોલીવુડનાં એક સુપરસ્ટાર બની ગયા.

ભાગ્યશ્રી ને આ ફિલ્મ જોઈ લોકો આશ્ચર્યમાં રહી ગયા હતા કારણકે ભાગ્યશ્રીની સુંદરતાની સામે ઘણી અભિનેત્રીઓ ફીકી પડી ગઈ હતી. ભાગ્યશ્રીની સુંદરતાને જોયા બાદ તો દરેક તેમના દિવાના થઈ ગયા હતા. ફિલ્મ “મેને પ્યાર કિયા” પછી ભાગ્યશ્રી ઘણી ફિલ્મોમાં નજર આવી, પરંતુ તેમનું નસીબ ત્યાં જ સમાપ્ત થઈ ગયું અને તે હવે બોલીવુડમાં થી દુર થઈ ચુકી છે. ત્યારબાદ હવે તેની દીકરી તેમની જેમ જ ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરી અવંતિકા ૨૨ વર્ષની છે. જેણે લંડન થી પોતાનો અભ્યાસ કર્યો છે. જ્યારે અવંતિકા પણ બીજા સ્ટારકિડની જેમ ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે અને દેખાવમાં પોતાની માતા ની જેમ ખુબ જ સુંદર છે. અવંતિકા ને જોઇને એવું લાગે છે કે જેમ કે ભાગ્યશ્રી પરત આવી ગઈ છે. જણાવી દઇએ કે ભાગ્યશ્રી ની દીકરી પણ પોતાની માતા ની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા ઈચ્છે છે.

હવે ખબર આવી રહી છે કે સલમાનની “મેને પ્યાર કિયા” ની અભિનેત્રી ભાગ્યશ્રી એ પણ સલમાન સાથે વાત કરી છે, પરંતુ પોતાના માટે નહીં પરંતુ પોતાની દીકરી માટે કે તે તેમની દીકરી અવંતિકાને લોન્ચ કરે. કારણ કે સલમાન જે પણ અભિનેત્રીને લોન્ચ કરે છે  તેના નસીબનાં સિતારાઓ બુલંદ થઈ જાય છે અને તે સુપરસ્ટાર બની જાય છે. અમે એજ આશા કરીએ છીએ કે અવંતિકા પોતાની માતાનું અધુરુ સપનું પુરું કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *