જે મહિલાઓનાં પગનાં તળિયામાં હોય છે આવા નિશાન, તે પોતાના પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી

Posted by

સામુદ્રિકશાસ્ત્ર વ્યક્તિનાં ચહેરા તથા સંપુર્ણ શરીરનાં અધ્યયનની વિદ્યા છે. ભારતમાં સામુદ્રિકશાસ્ત્ર નું ચલણ ઘણા સમય પહેલાથી છે. આ શાસ્ત્રમાં માનવ શરીરની બનાવટ નાં આધાર પર ઘણાં પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવે છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કોઈ સ્ત્રીના પગની બનાવટનાં આધાર પર કેવી રીતે તેનું અને તેના પતિનું ભવિષ્ય નક્કી થાય છે. જી હા, આજે અમે તમને તમારા પગની બનાવટનાં આધાર પર તમારા ભવિષ્ય વિશે જણાવીશું.

પતિ માટે નસીબદાર હોય છે આવી મહિલાઓ

જો કોઇ સ્ત્રીના પગનાં તળિયા પર ચક્ર, ધ્વજ કે સ્વસ્તિકનું નિશાન હોય છે તો તેવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા વાળા પુરુષને રાજસુખ મળે છે. એટલે કે તેમને ક્યારેય પરિવાર સંબંધી કે નોકરી પૈસાનું દુઃખ નથી હોતું અને તેમને પોતાના જીવનમાં દરેક રીતનું સુખ મળે છે.

વળી મહિલાઓની ત્વચા ઘણી કોમલ હોય છે. પરંતુ જો કોઈ મહિલાના પગની એડી કોમળ, ગોળ અને આકર્ષક હોય તો એવી મહિલાઓ સાથે લગ્ન કરવા વાળા પુરુષનાં જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ આવતું નથી. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર એવી સ્ત્રીઓને પોતાના પુરુષ થી દરેક સુખની પ્રાપ્તિ થાય છે.

જો કોઇ મહિલાના પગની નાની આંગળી અને તેની પાસે વાળી આંગળી ચાલતા સમયે જમીનને અડકે, તો તે ઘણી નસીબવાળી હોય છે. એવી સ્ત્રી ઓના નસીબ થી તેમના પતિને ધન દોલત અને જમીન-જાયદાદની ક્યારેય કમી નથી થતી અને જીવન ખુબ જ આરામથી પસાર થાય છે.

જો કોઇ સ્ત્રીના પગનાં તળિયા પર કમળ કે છત્ર નું નિશાન છે. તો સમજી લો કે પતિનું ભાગ્ય ખુબ જ ઊંચું છે. એવી સ્ત્રીના પતિ રાજનિતિક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ તેમની કારકિર્દીમાં ક્યારેય વિઘ્ન નથી આવતું અને તે જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે.

જો કોઇ મહિલાના પગની અનામિકા તેના અંગુઠા ની પાસે વાળી આંગળી થી નાની છે, તો તેનો મતલબ છે કે એવી સ્ત્રી પોતાના પતિ ના જીવનમાં આવનારી બધી મુશ્કેલીઓને દુર કરે છે. સાથે જ પતિ ની સફળતા માં તેનો મોટો હાથ હોય છે.

જો કોઇ સ્ત્રીના પગની મધ્યમા અને અનામિકા ની લંબાઈ એકસરખી ન હોય તો, તેવી સ્ત્રીઓને ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આ સ્ત્રી પોતાના જીવનમાં ક્યારેય પણ પૈસા માટે પરેશાન નથી રહેતી. તેમની કારકિર્દીનો ગ્રાફ પણ જીવન સાથે સાથે ઊંચો થતો જાય છે. એટલે કે અનામિકા અને મધ્યમા બંને આંગળી નું બરાબર ન હોવુ શુભ સંકેત છે.

સામુદ્રિકશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જો કોઇ મહિલાના પગનાં તળિયા ગાદીવાળા ભાગ પર બનેલી કોઈ રેખા પગની આંગળીની તરફ જઈ રહી હોય તો તે સ્ત્રીના પતિ માટે ઘણુ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *