જે મનુષ્યને આ ૯ સંકેત મળે છે તે કોઈ સાધારણ મનુષ્ય હોતો નથી, ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહેલું છે

આ સંપુર્ણ વિશ્વમાં સર્વ શક્તિમાન ભગવાન જ છે અને તેમની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી. તે વાત સમય સમય પર સિદ્ધ થઈ ચુકેલ છે કે ભગવાન પ્રત્યક્ષ રૂપથી ભલે જોવા ન મળે, પરંતુ અપ્રત્યક્ષ રૂપથી તે આ સંસારના કણ-કણમાં વસેલા છે. તે વાત પણ સાચી છે કે આપણામાંથી અમુક લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. કારણ કે તેમની ઉપર ભગવાનને વિશેષ કૃપા રહેતી હોય છે અને અમુક એવી શક્તિઓ તેમની આસપાસ રહેતી હોય છે. જે દરેક સમયે તેમને સાચો માર્ગ બતાવે છે અને દરેક મુશ્કેલીમાં તેમની મદદ કરે છે.

એટલું જ નહીં આ ઈશ્વરીય શક્તિઓ અમુક એવા વ્યક્તિઓની પસંદગી કરતી હોય છે, જેઓ પોતે પણ સાચા માર્ગ ઉપર ચાલે છે અને બીજા લોકોને પણ સાચું માર્ગદર્શન કરી શકે અને તેમની સહાયતા કરી શકે. પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે કયા વ્યક્તિઓની પાસે અલૌકિક શક્તિ છે અથવા ક્યાં વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા રહેલી છે. તો તમને જણાવી દઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અમુક એવા સંકેતો વિશે જણાવવામાં આવેલ છે, જેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કયા વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા તથા અલૌકિક શક્તિઓ રહેલી છે તો ચાલો તે સંકેતો વિશે તમને જણાવીએ.

જે વ્યક્તિની અંદર કામ, ક્રોધ, ઈર્ષા, મોહ, માયા, લોભ અને અહંકાર જેવી ભાવનાઓ નથી હોતી તે વ્યક્તિ ઉપર ઈશ્વરની વિશેષ કૃપા રહેતી હોય છે. આવા વ્યક્તિ વ્યભિચાર કરતા નથી, તેમને ક્રોધ આવતો નથી અથવા તો તેઓ પોતાના ક્રોધ ઉપર કાબુ રાખતા હોય છે. આવા વ્યક્તિ પોતાના મુખેથી ક્યારેય પણ અપશબ્દોનો ઉપયોગ કરતા નથી. આવા વ્યક્તિ પોતાના મનમાં ઈર્ષાની ભાવના રાખતા નથી અને દયા અને પ્રેમની ભાવનાથી બીજા લોકો સાથે વર્તન કરે છે. આવા વ્યક્તિ સંતોષ વૃતિનાં હોય છે એટલે કે તેમને કોઈ પણ વસ્તુની વધારે લાલચ હોતી નથી. તેમને જેટલું પ્રાપ્ત થયેલું હોય છે તેમાં તેઓ પોતાને સંતુષ્ટ માનતા હોય છે.

જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર મંદિર અથવા તેની આસપાસનું પરિસર જોવા મળે છે. તો શાસ્ત્રોમાં આવા વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવેલ છે. જે વ્યક્તિને પોતાના સપનામાં ઈશ્વર વારંવાર સાક્ષાતકાર થતા હોય છે, તે વ્યક્તિ સાથે ઈશ્વરીય શક્તિઓ જોડાયેલી હોય છે. ભગવાન આવા વ્યક્તિને અમુક વિશિષ્ટ સંકેત આપી શકે છે, જેનાથી તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલાં પર તેની સાથે છે.

જે વ્યક્તિ પોતાના દૈનિક કાર્યમાંથી બચેલા સમયમાં ઈશ્વરની ભક્તિ આરાધના અને નામ સ્મરણ કરે છે અને ઈશ્વરને સત્ય માનીને તેની અનુભુતિ કરવામાં સમર્થ હોય છે, તે વ્યક્તિની આસપાસ ઈશ્વરીયા શક્તિઓનો પવિત્ર ઘેરાવો હોય છે. જેના કારણે તેને ઈશ્વરનો આભાસ થતો રહે છે.

જે વ્યક્તિ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને સદકાર્ય અને પુણ્ય કાર્ય કરતા રહે છે તથા મુસીબતમાં ફસાયેલા લોકો તથા ગરીબ અને લાચાર વ્યક્તિઓની યથાસંભવ સહાયતા કરે છે. દુર્ઘટનાના સમયમાં મનુષ્ય અને પશુ પક્ષીઓની દરેક રીતે સહાયતા કરે છે તથા વૃદ્ધ અસહય અને અપંગ લોકોને સમર્પિત ભાવથી સેવા કાર્ય કરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. આવા વ્યક્તિ સમાજ માટે ઉદાહરણ સાબિત થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ આ કામ કરી શકતા નથી. આવું કામ ફક્ત એજ વ્યક્તિ કરી શકે છે, જેની ઉપર ભગવાનની વિશેષ કૃપા રહેલી હોય. એટલા માટે જ તે વ્યક્તિની અંદર આવા ગુણ ઉત્પન્ન થાય છે. આવા વ્યક્તિ અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી લેતા હોય છે.

ભગવાનની કૃપા પ્રાપ્ત કરનાર વ્યક્તિમાં એક અનોખી શક્તિ પણ હોય છે અને તે શક્તિ છે પુર્વભાસ. પુર્વભાસ એટલે કે ભવિષ્યમાં થતી અમુક ઘટનાઓનો પહેલાથી જ આભાસ થઈ જવો. જો તમને ભવિષ્યમાં થતી કોઈ દુર્ઘટના અથવા સારી ઘટના વિશે પહેલાથી જ અંદાજો લાગી જાય છે, તો તમારી ઉપર ભગવાનની વિશેષ કૃપા રહેલી છે.

અમુક લોકોને હંમેશા પોતાની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની સુગંધનો અનુભવ થતો હોય છે. હંમેશા સુગંધિત ફુલ, અગરબત્તી, ધુપ અથવા કપુર જેવી પવિત્ર વસ્તુઓની સુગંધ મહેસુસ થતી હોય તો તે વ્યક્તિની આસપાસ ઈશ્વરની ઉપસ્થિતિનો સંકેત તથા દેવી-દેવતાઓના આશીર્વાદ હોય છે.

ઈશ્વરનો સમય એટલે કે બ્રહ્મ મુહુર્ત સવારે ૩:૩૦ વાગ્યાથી લઈને ૫:૩૦ વાગ્યા સુધીનો સમય હોય છે. આપણા શાસ્ત્રોમાં આ સમયને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવેલ છે. બ્રહ્મ મુહુર્તને દેવતાઓનો સમય માનવામાં આવેલ છે. કારણ કે આ સમયમાં વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો કોઈ વ્યક્તિની ઊંઘ દરરોજ બ્રહ્મ્ર મુહુર્તમાં આપમેળે ખુલી જાય છે અને તે વ્યક્તિ પોતાને અત્યંત પ્રસન્નચિત થી પોતાના નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈને ઈશ્વરની આરાધના કરે છે અને ઉગતા સુર્યને અર્ધ્ય આપે છે, તો આવા વ્યક્તિ નિશ્ચિત રૂપથી ભગવાનની ઈચ્છા અનુસાર આવું કાર્ય કરતા હોય છે. તેને આવું કાર્ય કરવા માટે ઈશ્વરીય શક્તિઓ પ્રેરિત કરતી હોય છે. એટલે કે આવા વ્યક્તિની ઉપર ભગવાનની કૃપા રહેલી હોય છે.

ઘણી વખત આપણે કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ ઉપર ભજન કીર્તન અથવા તથા સાંભળવા જઈએ છીએ. ભજન ગમે એટલું સુંદર હોય અથવા તો કથા ગમે તેટલી સારી હોય પરંતુ અધવચ્ચે આપણું ધ્યાન ભટકી જાય છે અને આપણે ઘણી વખત પોતાના ઘરના વિષયમાં પોતાની કોઈ સમસ્યા અથવા તો આસપાસ બેસેલા લોકો વિશે વિચારવા લાગીએ છીએ. પરંતુ અમુક લોકો એવા હોય છે જે ભજન, કીર્તન અથવા કથા સાંભળવામાં કેટલા લીન બની ગયા હોય છે કે તેમને કોઈ વાતનું ભાન હોતું નથી. તેમને બસ પોતાની આસપાસ પવિત્રતાનો અહેસાસ થાય છે અને ખુબ જ સુંદર ધ્વનિ સાંભળવા મળે છે. તો આવા વ્યક્તિનો સાથ નિશ્ચિત રૂપથી અલૌકિક શક્તિઓ આપી રહેલી હોય છે.

જે વ્યક્તિ ઈશ્વરના ચરણોમાં જ પરમ આનંદની અનુભુતિ કરે છે અને ઈશ્વરની ભક્તિને જ વાસ્તવિક આનંદ માને છે. આવા વ્યક્તિ ક્યારે દુખી રહી શકતા નથી અને કોઈ પણ વ્યક્તિ તેમને દુઃખ આપી શકતું નથી. આવા વ્યક્તિનું મન અને મસ્તિષ્ક હમેશા શાંત રહે છે. જેના કારણે તેઓ ક્યારેય પણ સત્ય અને સદાચારના માર્ગ ઉપરથી વિચલિત થતા નથી. આવા વ્યક્તિને ઈશ્વર તરફથી એક વિશેષ આશીર્વાદ મળેલા હોય છે, જેના લીધે તેઓ સમાજમાં હંમેશા માન અને સન્માન પ્રાપ્ત કરે છે.