જે પુરુષમાં કુતરાનાં આ ૫ ગુણ હોય છે તેની પત્ની હંમેશા સંતુષ્ટ રહે છે

Posted by

આચાર્ય ચાણક્ય એ ઘણા જાનવરોના ગુણના આધાર પર મનુષ્યને જીવનનો સાર સમજાવેલ છે. ચાણક્ય અનુસાર દરેક જાનવર પાસેથી મનુષ્યએ કંઈક ને કંઈક શીખવું જોઈએ. ચાણક્ય જણાવે છે કે સ્ત્રીઓએ એક કાગડા સમાન અને પુરુષોએ એક કુતરા સમાન હોવું જોઈએ.

Advertisement

આચાર્ય ચાણક્ય કહે છે કે જો કુતરાના આ પાંચ ગુણ એક પુરુષમાં હોય તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણવાળા પુરુષો પરિવારમાં ખુશી જાળવી રાખે છે અને હંમેશા સંપન્ન રહે છે. તો ચાલો આજના આ લેખમાં અમે તમને જણાવી દઈએ કે ચાણક્ય અનુસાર કયા કયા એવા ગુણ છે જે પુરુષને તે આવડત આપે છે.

થોડામાં સંતુષ્ટ રહેવું

પુરુષે યથાશક્તિ કામ કરવું જોઈએ અને કામ બાદ જે ધન મળે છે તેમાં ખુશ રહેવું જોઈએ. કમાવવામાં આવેલા ધનમાં જ પરિવારનું પાલનપોષણ કરવું જોઈએ. જે પુરુષ આવું કરે છે તે સર્વશ્રેષ્ઠ પુરુષ હોય છે. જેમ કે એક કુતરાને જેટલું ભોજન મળે છે, એટલામાં જ તે સંતોષ થઈ જાય છે. એવી જ રીતે એક પુરુષે પણ જેટલો પ્રેમ મળે, તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ.

સતર્ક રહેવું

કુતરા ગાઢ નિંદ્રામાં પણ સતર્ક હોય છે. બિલકુલ એવી જ રીતે પુરુષે પણ પોતાના પરિવાર સ્ત્રી અને કર્તવ્યને લઈને સતર્ક રહેવું જોઈએ. શત્રુઓથી હંમેશા સાવધાન રહો. ગમે એટલી ગાઢ નિંદ્રામાં કેમ ન હોય, પરિવારની રક્ષા માટે એક પુરુષે હંમેશા સતર્ક રહેવું જોઈએ. આવા ગુણવાળા પુરુષ સાથે લગ્ન કરવા પર મહિલા હંમેશા ખુશ રહે છે.

વફાદારી

કુતરો એક વફાદાર પ્રાણી છે, જેની ઉપર કોઈ શંકા કરી શકતું નથી. બિલકુલ એવી જ રીતે પુરુષે પણ હંમેશા વફાદાર રહેવું જોઈએ. આજકાલ એવું જોવા મળતું નથી, કારણ કે દરેક પુરુષ બીજી સ્ત્રી ને જોવાની લાલસામાં રહેતો હોય છે અને આવા ઘરની સ્ત્રી ક્યારેય પણ ખુશ રહેતી નથી. જે પુરુષમાં કુતરાની વફાદારી હોય છે, તેની સ્ત્રી હંમેશા આનંદિત રહે છે.

વીરતા

કુતરુ એક વીર પ્રાણી છે, જે પોતાના માલિક માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર રહે છે. એવી જ રીતે એક પુરુષે પણ વીર હોવું જોઈએ. જરૂરીયાત પડવા પર પોતાની સ્ત્રી માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર રહેવું જોઈએ. આવા પુરુષો ભાગ્યશાળી મહિલાને જ મળે છે.

સંતુષ્ટ રાખવું

એક પુરુષે પોતાની સ્ત્રીને હંમેશા સંતુષ્ટ રાખવી જોઈએ. પોતાની સ્ત્રીની બધી તાર્કિક વાતોને માનવી જોઈએ અને ભાવનાત્મક રૂપથી પણ પોતાની સ્ત્રીને સંતુષ્ટ રાખવી જોઈએ. આવું કરનાર પુરુષ હંમેશા પોતાની સ્ત્રીને પ્રિય રહેશે અને સંબંધ જળવાઈ રહેશે. આવી સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને ભાગ્યશાળી માનશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.