જે પુરુષ પત્નીને મારે છે તેની સાથે મૃત્યુ બાદ શું થાય છે – ગરુડ પુરાણ

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ દુનિયાનો સૌથી જુનો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે. તેના અનુસાર માનવામાં આવે છે કે બ્રહ્માનું કર્મ છે કે સૃષ્ટિની રચના કરવી. ભગવાન વિષ્ણુનું કર્મ છે, તેનું સંચાલન કરવું અને ભગવાન શિવનું કર્મ છે વિનાશ કરવો. સામાન્ય રીતે તો હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક ગ્રંથોની પોતાની એક વિશેષ મહત્વતા છે. પરંતુ વાત જ્યારે ગરુડ પુરાણની કરવામાં આવે તો તેની મહત્વતા વધી જાય છે. હકીકતમાં ગરુડ પુરાણ હિંદુ ધર્મના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથોમાંથી એક છે. વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત ગરુડ પુરાણ સનાતન ધર્મમાં મૃત્યુ બાદ સદગતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. એટલા માટે સનાતન હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ ગરુડ પુરાણ સાંભળવાનું પ્રાવધાન છે.

કહેવામાં આવે છે કે દરેક મનુષ્યને પોતાના કર્મોનું ફળ જરૂરથી મળે છે, પછી તે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય. સારા કર્મ કરવા પર પુણ્ય મળે છે તો એવી જ રીતે ખરાબ કર્મ કરનાર વ્યક્તિને નર્ક ભોગવવું પડે છે. આ સંબંધમાં ગરુડ પુરાણમાં વિસ્તારપુર્વક જણાવવામાં આવેલ છે. તેમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે ખરાબ કર્મ કરવા પર વ્યક્તિને મૃત્યુ બાદ કઈ સજા આપવામાં આવે છે અને ક્યુ નરક ભોગવવું પડે છે.

જે લોકો બીજાના પૈસા લુટે છે અથવા તો બીજાનું ધન છીનવી લેતા હોય છે તેને મહાપાપી માનવામાં આવે છે. માન્યતા છે કે આવા લોકોના મૃત્યુ બાદ યમદુત દોરડાથી બાંધીને તેમને નરકમાં લઈ જાય છે અને એટલું મારે છે કે તેઓ બેભાન થઈ જાય છે અને જ્યારે તેઓ ભાનમાં આવે છે તો ફરીથી તેમને મારવામાં આવે છે.

જે લોકો વડીલોનું અપમાન કરે છે તેઓ ક્યારેય પણ સુખી રહી શકતા નથી. તેમને પોતાના કર્મોની સજા આ જન્મમાં જ મળી જાય છે. વળી મૃત્યુ બાદ પણ તેમણે નરક ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે લોકો વડીલોનું અપમાન કરે છે, તેમને નીચા બતાવે છે અથવા તો તેમને પરેશાન કરે છે તો આવા પાપીઓને નરકની આગમાં નાખી દેવામાં આવે છે અને આવું ત્યાં સુધી કરવામાં આવે છે, જ્યાં સુધી તેમની ચામડી શરીરથી અલગ ન થઈ જાય.

એવા લોકો જે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવની હત્યા કરે છે, તેમણે પણ નરક ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે લોકો પોતાની ઈચ્છાપુર્તિ માટે નિર્દોષ જીવોને મારીને ખાય છે, તેમને નરકમાં કઠોર દંડ આપવામાં આવે છે. આવા પાપીઓને મોટી કડાઈમાં ગરમ તેલ નાખીને તળવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે એવા પતિ પત્ની જે એકબીજા સાથે ફક્ત ત્યાં સુધી જ સાથે રહે છે જ્યાં સુધી એકબીજાની જરૂરિયાત હોય અથવા તો ત્યાં સુધી જ એકબીજાની સાથે રહે છે જ્યાં સુધી તેઓ એકબીજાના પૈસાનો ઉપયોગ કરી શકે. આવા પતિ અને પત્નીને મૃત્યુ બાદ નરક ભોગવવું પડે છે. ગરુડ પુરાણ અનુસાર આવા લોકોને નરકમાં લોખંડના ગરમ સળિયાથી મારવામાં આવે છે.

વળી જે પુરુષો પોતાની પત્નીનું અપમાન કરે છે, તેમને અપશબ્દો કહે છે તથા તેની સાથે મારપીટ કરે છે તો આવા પુરુષોએ તે પાપ કર્મોનું પરિણામ ફક્ત આ જન્મમાં ભોગવવું પડતું નથી, પરંતુ આવતા અનેક જન્મો સુધી તેઓ આ પાપનું દુષ્પરિણામ ભોગવે છે. કોઈ મહિલાની હત્યા કરવી, મહિલાને પરેશાન કરવી, મુકદર્શક બનીને આંખોની સામે કોઈની ઈજ્જત લુંટાતા જોઈ રહેવું અથવા તો કોઈ ગર્ભવતી મહિલા ની સાથે પતિ મારપીટ કરે છે તો આવા કર્મ તેને તો આવા કર્મ તેને અનેક જન્મ સુધી નરકમાં મોકલવા માટે પર્યાપ્ત હોય છે.

કોઈના વિશ્વાસ ને દગો આપવો અને કોઈને મારવા માટે હથિયારના રૂપમાં ઝેરનો ઉપયોગ કરવો પણ ઘોર પાપ છે અને તેનો સીધો રસ્તો નરકમાં જાય છે. પવિત્ર સ્થળો ને ખરાબ દ્રષ્ટિથી જોવા, લોકોનું અપમાન કરવું અથવા તો તેમને અપશબ્દ કહેવા, ધર્મ, પુરાણ, વેદ વગેરેનું અપમાન કરનાર વ્યક્તિ પણ સીધો નર્કમાં જાય છે.

જે અસહાય અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરતા નથી અને કમજોરને સજા આપે છે તથા તેમને પરેશાન કરે છે તેઓ સીધા નર્કમાં જાય છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જાણી જોઈને ભોજન અને પાણી ન આપવું અને પોતાના દરવાજા ઉપર આવેલા મહેમાનને ભોજન અને પાણી વગર પરત મોકલી દેવા પણ ખુબ જ મોટું પાપ માનવામાં આવેલ છે.

જે વ્યક્તિ કોઈની મદદ કરવાને બદલે તેની પાસેથી છીનવી લે છે, જે પોતાની ભલાઈ માટે બીજાની આજીવિકા છીનવી લે છે અથવા તો કોઈ ધાર્મિક નિર્ણયને અયોગ્ય ઠેરવે છે તે મૃત્યુ બાદ સીધો નરક તરફ જાય છે.

જે શરાબ અને માંસનાં વેચાણમાં સામેલ છે અથવા તો જે મહિલા અથવા પુરુષ પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે રહે છે, તેને ગરુડ પુરાણ અનુસાર નરકની પ્રાપ્તિ થાય છે. પોતાની સંતુષ્ટી માટે જાનવરોની હત્યા કરવી સૌથી મોટું પાપ છે. આવું પાપ કરનાર વ્યક્તિ પણ સીધો નરકમાં જાય છે.