જે પુરુષોમાં હોય છે આ ૬ આદતો તે કહેવાય છે “ખરાબ પતિ”, ક્યાંક તમારા માં તો આવી આદતો નથી ને

Posted by

ભારતીય પરંપરામાં લગ્નનું ઘણું મહત્વ છે. તેમાં આત્માનું નહીં પરંતુ બે પરિવારનું મિલન હોય છે. લવ મેરેજ હોય કે અરેન્જ બંનેને નિભાવવા માટે સહનશીલતા હોવી જોઈએ. પરંતુ આજની યુવાપેઢીમાં સહનશક્તિ જરા પણ બચી નથી. જેના કારણે લગ્ન લાંબો સમય સુધી ટકી શકતા નથી. જોવામાં આવે છે કે લગ્ન પછી મોટાભાગની મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના પતિથી તેમને તે સન્માન નથી મળતું જેની તે હકદાર છે. પતિ-પત્નીના સંબંધમાં પ્રેમથી વધારે સન્માનનું હોવું જરૂરી છે. કોઇપણ રિલેશન ખાટા-મીઠા પળનું મિશ્રણ હોય છે. પરંતુ જો પતિ-પત્ની રિલેશનમાં માત્ર ખટાશ રહી જાય તો આ સંબંધનો કોઈ મતલબ નથી રહેતો.

પતિ-પત્ની બંને મળીને લગ્નજીવનને આગળ વધારે છે. તેવામાં જો કોઈ એકનો પણ તાંતણો કમજોર પડી જાય તો સંબંધ તૂટતા વાર નથી લાગતી. તેવામાં આજે આ પોસ્ટમાં અમે પુરૂષોની થોડી એવી આદત વિષે વાત કરીશું, જેના કારણે તે એક સારા પતિ નથી બની શકતા.

આલોચના કરવી

ઘણીવાર પતિ બીજાની સામે અજાણતામાં પોતાની પત્નીની આલોચના કરવા લાગે છે અથવા તો જ્યારે તેમને તેમનું મનપસંદ ખાવાનું નથી મળતું, ત્યારે તેઓ જાત-જાતની વાતો સંભળાવવા લાગે છે. જો તમે પણ આવું કરો છો તો પોતાની આદત બદલી નાખો. આલોચના અને ગુસ્સો કરવાની જગ્યાએ તમે પ્રેમથી પત્ની સાથે વાત કરીને જણાવો કે તેની કઈ વાત તમને પસંદ નથી આવતી. સાથે જ તેમના સારા કામોની પ્રશંસા કરવાનું પણ ભુલવું નહીં.

રોક-ટોક કરવી

ઘણી વાર લગ્ન પછી પતિ પોતાની પત્ની પર રોકટોક લગાવવા લાગે છે. પરંતુ આ વાત યાદ રાખો કે જેવી તમારી થોડી ઈચ્છા હોય છે તેવી જ બીજાની પણ હોય છે. તેમને પણ પોતાની મરજીથી ફરવા દો. વધારે રોક લગાવવા પર ચિડીયાપણું આવવું સ્વાભાવિક છે. તેમને તમારી જેમ મિત્ર બનાવવા, હરવા-ફરવાની આઝાદી હોવી જોઈએ. તેમને તમારો સાથ બંધનની જેમ લાગવો જોઈએ નહીં.

પત્નીને ફક્ત કામ કરવાનું મશીન સમજવું

થોડા પુરુષોનું એવું માનવું હોય છે કે જે મહિલાઓ ઘર પર રહે છે, તેની પાસે કંઈ કામ નથી હોતું. તો જનાબ તમને બતાવી દઈએ કે જેટલું કામ તમે ઓફિસમાં કરો છો તેનાથી ઘણી ઘણું વધારે કામ એક મહિલા ઘરમાં કરે છે. જો તમે વાત-વાત પર તેમને કામ કરવાનો ઓર્ડર આપો છો, તો એવું કરવાનું બંધ કરી દો. પત્નીને કામ કરવાની મશીન ન સમજો અને પોતાના નાના મોટા કામ જાતે કરો.

પ્રેમ બતાવવાનું ભુલી જવું

વ્યસ્ત હોવાના કારણે ઘરે ઘણીવાર પતિ પોતાની પત્નીને પર્યાપ્ત સમય નથી આપી શકતા. જો તમે પણ ખુબ જ વ્યસ્ત રહો છો તો વધારે નહીં પણ માત્ર ૨ મિનિટનો સમય કાઢીને પોતાની પત્નીને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તેમને હગ કરો અને તેમને અહેસાસ અપાવો કે તેનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે.

વાત કરવાની ખોટી રીત

ઘણીવાર પતિ તણાવમાં આવીને પોતાની પત્ની સાથે ખરાબ કે ખોટી રીતે વાત કરી લે છે. પરંતુ ધ્યાન રાખો મોઢામાંથી નીકળેલી વાતની અસર ઘણી વધારે હોય છે. તેવામાં ગુસ્સો આવવા પર પણ કોશિશ કરો કે તમે તમારી પત્ની સાથે વિનમ્ર થઈને વાત કરો. તે તમારી પાસે બસ થોડા પ્રેમનાં બે પળ ઈચ્છે છે. તેવામાં જો તમે તેમને ખરું ખોટું કહી દેશો તો  તેનું દિલ વગર કારણે દુઃખી થશે.

ખોટું ના બોલો

જો તમે વિચારો છો કે લગ્ન પછી તમે કોઈ બીજા સાથે સંબંધ રાખશો અને તમારી પત્નીને તેની જાણ લાગશે નહિ, તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. ખોટા અને નાજાયઝ સંબંધ હંમેશા સામે આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે સંબંધને નિભાવતા સમયે તમારી પત્ની પ્રત્યે ઈમાનદાર રહો અને હકીકત કેટલી પણ કડવી કેમ ન હોય તેને તમારી પત્નીને જણાવી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *