જે ટુવાલનો ઉપયોગ કરીને સલમાન ખાને ગીતમાં ડાન્સ કર્યો હતો તે લાખો રૂપિયામાં વેંચાયો, કિંમત જાણીને હોશ ઊડી જશે

Posted by

સલમાન ખાનનું બોલિવુડમાં એક અલગ જ સ્થાન છે. ભાઈજાનનાં ચાહકોની સંખ્યા કરોડોમાં છે. એજ કારણ છે કે તેમની દરેક ફિલ્મ પણ ૧૦૦ કરોડથી વધારેનો બિઝનેસ સરળતાથી કરી લે છે. ભાઇજાનની ફિલ્મોની ક્રિટીક કેટલી પણ ખરાબ જણાવી દે પરંતુ ચાહકોને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તે તો બસ ભાઈજાને સિલ્વર સ્ક્રીન પર એક્શન કરતા જોવાનું પસંદ કરે છે. ચાહકો માત્ર સલમાનની ફિલ્મો જ નહીં પરંતુ તેમની લાઈફ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં દિલચસપી બતાવે છે. તેવામાં સલમાન સાથે જોડાયેલી દરેક વસ્તુની વેલ્યુ એમ જ વધી જાય છે.

તમે પણ સલમાન ખાનની “મુજસે દોસતી કરોગી” ફિલ્મ જરૂર જોઈ હશે. આ ફિલ્મમાં એક પોપ્યુલર ગીત હતું “જિને કે હૈ ચાર દિન”. આ ગીતમાં સલમાન ખાને ટુવાલ સાથે જબરજસ્ત ડાન્સ કર્યો હતો. ભાઈજાનનો આ ડાન્સ મુવ આજે પણ ઘણો પોપ્યુલર છે. તે સમય-સમય પર આજે પણ આ ડાન્સને કરતા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે “જિને કે હૈ ચાર દિન” ગીતમાં સલમાન ખાને જે ટુવાલ નો ઉપયોગ કર્યો હતો તે હરરાજીમાં વેચાઈ ચુક્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ટુવાલ ઘણી ઊંચી કિંમતમાં વેચાયો છે.

મુજસે શાદી કરોગી ફિલ્મ આજ થી ૧૭ વર્ષ પહેલા ૨૦૦૪માં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા અમરીશ પુરી લીડ રોલમાં હતાં. આ સિવાય તેમાં કાદર ખાન સાથે સતિષ શાહ અને રાજપાલ યાદવ જેવા જોરદાર કલાકાર પણ હતા. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી, જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ બનાવી હતી.

ફિલ્મની કહાની સલમાન, અક્ષય અને પ્રિયંકાના લવ ટ્રાયેન્ગલ ની આસપાસ ફરે છે. ફિલ્મ ૧૯ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી. ફિલ્મએ તે સમયે બોક્સ ઓફિસ પર લગભગ ૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. મતલબ ફિલ્મે પોતાની કિંમત થી લગભગ ત્રણ ગણી વધારે કમાણી કરી હતી. જ્યારે ફિલ્મમાં યુઝ થયેલા સલમાન ખાનનો ટુવાલ પણ સારી કિંમતમાં વેચાયો હતો.

આટલા લાખમાં સલમાન ખાનનો ટુવાલ વેચાયો હતો

એક મીડિયા રિપોર્ટ અનુસાર મુજસે શાદી કરોગી ફિલ્મનાં “જીને કે હૈ ચાર દિન” ગીતમાં સલમાન ખાને જે ટુવાલ નો ઉપયોગ કર્યો હતો. તે હરરાજીમાં ૧ લાખ ૪૨ હજાર રૂપિયા માં વેચાયો છે. એક સામાન્ય ટુવાલની આટલી મોટી કિંમત સાંભળીને દરેક લોકો આશ્ચર્યમાં છે. પરંતુ આ ટુવાલ સલમાન ખાને યુઝ કર્યો હતો અને તેમના ચાહકો ભાઈજાન માટે પાગલ છે. તેવામાં તેને ખરીદવા વાળા માટે તેની આટલી મોટી રકમ કોઈ મહત્વ નથી રાખતી.

હવે આ કંઈ પહેલી વાર નથી કે જ્યારે કોઇ કલાકારની કોઈ વસ્તુ આટલી મોટી કિંમતમાં વેચાઈ હોય. આ પહેલાં પણ ઘણા કલાકારોની ફિલ્મમાં યુઝ કરેલી આઈટમ લાખો રૂપિયામાં વેચાઈ ચુકી છે. વર્કફ્રન્ટ ની વાત કરીએ તો સલમાન ખાનને ચાહકો જલ્દી જ ટાઈગર-૩ માં જોઈ શકશે. ફિલ્મનો લુક સામે આવી ચુક્યો છે. ફિલ્મમાં ભાઈજાનની અપોઝિટ કેટરીના કૈફ હશે. જ્યારે ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. તે ફિલ્મમાં એક વિલનનો કીરદાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *