જે વ્યક્તિનાં નસીબમાં અઢળક પૈસા હોય છે તેની અંદર આ ૬ લક્ષણ હોય છે

Posted by

આ સંપુર્ણ વિશ્વમાં ઈશ્વર સર્વ શક્તિમાન છે અને તેમની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. આ વાત સમય પર સાબિત થઈ ચુકી છે કે ભગવાન પ્રત્યક્ષ રૂપથી ભલે દેખાતા ન હોય, પરંતુ અપ્રત્યક્ષ રૂપથી તેઓ આ સંસારના કણ કણમાં વસેલા છે. તે વાત પણ સત્ય છે કે આપણા માંથી અમુક લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. કારણ કે તેમની ઉપર ઈશ્વરની વિશેષ કૃપા રહેતી હોય છે અને અમુક એવી શક્તિઓ તેમની આસપાસ રહેલી હોય છે, જે દરેક સમયે તેમને સાચો માર્ગ બતાવે છે અને દરેક મુશ્કેલીમાં તેમની સહાયતા કરે છે.

એટલું જ નહીં આ ઈશ્વરીય શક્તિઓ અમુક એવા વ્યક્તિને પસંદ કરતી હોય છે, જે પોતે સાચા માર્ગ પર ચાલે છે અને બીજા લોકોને પણ સાચું માર્ગદર્શન આપીને તેમની સહાયતા કરતા હોય છે. પરંતુ આપણને કેવી રીતે ખબર પડે કે કઈ વ્યક્તિની પાસે અલૌકિક શક્તિ છે અથવા તો કયા વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા રહેલી છે. તો તમને જણાવી દઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અમુક એવા સંકેતો વિશે જણાવવામાં આવેલ છે, જેના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કયા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા તથા અલૌકિક શક્તિઓ રહેલી છે. તો ચાલો તમને આ સંકેતો વિશે જણાવીએ.

જે વ્યક્તિની અંદર કામ, ક્રોધ, ઈર્ષા, મોહ, માયા, લોભ તથા અહંકાર જેવી ભાવનાઓ હોતી નથી. તે વ્યક્તિ ઉપર ભગવાનની વિશેષ કૃપા રહેતી હોય છે. આવા વ્યક્તિ વ્યભિચાર કરતા નથી. તેમને ક્રોધ આવતો નથી અથવા તો પોતાના ક્રોધ ઉપર કાબુ રાખતા હોય છે. આવા વ્યક્તિ પોતાના મુખમાંથી ક્યારેય પણ અપશબ્દનો ઉપયોગ કરતા નથી. આવા વ્યક્તિ પોતાના મનમાં ઈર્ષાની ભાવના રાખતા નથી અને દયા અને પ્રેમની ભાવનાથી બીજા સાથે વર્તન કરતા હોય છે. આવા વ્યક્તિ સંતોષ વૃતિ ના હોય છે. એટલે કે તેમને કોઈ પણ વસ્તુની વધારે લાલચ હોતી નથી. તેમને જેટલું પ્રાપ્ત થયેલું હોય છે તેમાં તેઓ પોતાને સંતુષ્ટ માને છે.

જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર મંદિર અથવા તેની આસપાસનું પરિસર દેખાતું હોય તો શાસ્ત્રોમાં આવા વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવેલ છે. જે વ્યક્તિને પોતાના સ્વપ્નમાં ભગવાનનો વારંવાર સાક્ષાતકાર થાય છે, તે વ્યક્તિ સાથે ઈશ્વરીય શક્તિઓ જોડાયેલી હોય છે. ભગવાન આવા વ્યક્તિઓને અમુક વિશિષ્ટ સંકેત આપે છે. જેનાથી તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલાં પર તેનો સાથ આપી રહી છે.

જે વ્યક્તિ પોતાના દૈનિક કાર્યમાંથી બચેલો સમય ભગવાનની ભક્તિ આરાધના અને નામ સ્મરણમાં પસાર કરે છે અને ઈશ્વરને સત્ય માનીને તેની અનુભૂતિ કરવામાં સમર્થ હોય છે. હકીકતમાં તે વ્યક્તિની આસપાસ એક ઈશ્વરીય શક્તિઓનો પવિત્ર ઘેરાવો હોય છે, જેના કારણે તેને ઈશ્વરનો આભાસ થતો રહે છે.

જે વ્યક્તિ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને સદકાર્ય અને પુણ્ય કામ કરે છે તથા મુસીબતમાં ફસાયેલા લોકો તથા ગરીબ અને લાચાર વ્યક્તિઓની સહાયતા કરે છે, પરેશાનીના સમયમાં મનુષ્ય તથા પશુ પક્ષીઓની દરેક રીતે સહાયતા કરે છે તથા વૃદ્ધ, અસહાય અને અપંગ લોકોને સમર્પિત ભાવથી સેવા કરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે, આવા વ્યક્તિ હકીકતમાં સમાજ માટે ઉદાહરણ સાબિત થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ આવું કામ કરી શકતા નથી. આવું કામ ફક્ત એજ વ્યક્તિ કરી શકે છે, જેની ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય છે. એટલા માટે જ આવા વ્યક્તિની અંદર આવા ગુણ ઉત્પન્ન થયેલા હોય છે. આવા વ્યક્તિ અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી લેતા હોય છે.

ભગવાનની કૃપા પ્રાપ્ત થયેલા વ્યક્તિઓમાં એક અનોખી શક્તિ પણ હોય છે અને તે શક્તિ છે, પુર્વભાસ. પુર્વભાસ એટલે કે ભવિષ્યમાં થતી અમુક ઘટનાઓનું પહેલેથી જ આભાસ થઈ જવો. જો તમને પણ ભવિષ્યમાં થતી કોઈ વિશેષ દુર્ઘટના અથવા સારી ઘટના વિશે પહેલા જ અંદાજો આવી જાય છે તો તમારી ઉપર ભગવાનની વિશેષ કૃપા રહેલી હોય છે.

ઘણી વખત આપણે કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ ઉપર ભજન કીર્તન અથવા કથા સાંભળવા જઈએ છીએ. ભજન ગમે એટલા સુંદર હોય કે ના હોય, કથા ની વચ્ચે આપણું ધ્યાન ભટકી જાય છે અને ક્યારેક આપણે પોતાના ઘરના વિષયમાં, તો ક્યારેક પોતાની કોઈ સમસ્યા અથવા તો પોતાની આસપાસ બેસેલા લોકો વિશે વિચાર કરવા લાગીએ છીએ. પરંતુ અમુક લોકો એવા હોય છે જે ભજન કીર્તન અથવા કથા સાંભળવામાં એટલા તલ્લીન બની જાય છે કે તેમને કોઈ વાતનો ભાન રહેતું નથી. તેમને બસ પોતાની આસપાસ પવિત્રતાનો અહેસાસ થાય છે અને ખુબ જ શુભ ધ્વનિઓ સાંભળવા મળતી હોય છે, તો આવા વ્યક્તિ ઉપર અલૌકિક શક્તિઓનો વાસ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *