જીન્સ પહેરવાના કારણે પતિ એ પત્નીને આપ્યા છૂટાછેડા : અજીબોગરીબ કિસ્સો

Posted by

આપણા હિન્દુ ધર્મમાં લગ્ન પછી ઘણા એવા નિયમો હોય છે જે સ્ત્રી એ પાળવા પડે છે. જેમ કે લગ્ન પછી માથામાં સિંદુર, હાથમાં બંગડી અને ગળામાં મંગળસૂત્ર આ બધું એક લગ્ન થઈ ગયેલ સ્ત્રી ની નિશાની છે. પરંતુ આજના સમયમાં કોઈ સ્ત્રી આ પરંપરાને માનતી નથી. ઘણી સ્ત્રી આ પરંપરા જાળવી રાખે છે તો અમુક સ્ત્રી આ પરંપરાને અપનાવતી નથી. પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે પરિવારના નિયમોને ના માનવાથી લગ્નજીવન પણ તૂટી શકે છે.

Advertisement

 

આવા જ એક કિસ્સામાં એક વ્યક્તિએ પોતાની પત્નીને એટલા માટે છૂટાછેડા આપ્યા કે તેની પત્ની માથામાં સિંદુર અને સાડી પહેરતી નહોતી. આ કિસ્સો રાજસ્થાનમાં બનેલ છે. આ વ્યક્તિ કોર્ટમાં જણાવ્યું કે તેની પત્ની વહુના પોશાકમાં રહેતી નહોતી એટલા માટે તેને તેની પત્નીથી છૂટાછેડા જોઈએ છે. બીજી તરફ તેની પત્નીએ ભોપાલ ની કોર્ટમાં પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ એક વ્યાપારી છે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન પછી તેની પત્ની ના તો સાડી પહેરે છે કે ના તો માથા પર સિંદૂર લગાવે છે. તેની પત્ની ઘરમાં પણ જીન્સ અને ટોપ જ પહેરે છે. તેની પત્ની તેની સાથે પત્ની તરીકે નહીં પરંતુ ગર્લફ્રેન્ડ તરીકે રહેવા માંગે છે. જે તેને પસંદ નથી.

બીજી તરફ તેમની પત્ની ને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે લગ્ન પહેલા તે મુંબઈમાં નોકરી કરતી હતી પરંતુ તેણે લગ્ન એ શરત પર કર્યા હતા કે તેના પતિએ કહ્યું હતું કે લગ્ન પછી તેને પોતાની કંપનીમાં રાખી લેશે. પરંતુ લગ્ન પછી તેનો પતિ આ વાત પરથી ફરી ગયો હતો. તમને જણાવી દઈએ કે બંને પક્ષ તરફથી છૂટા થવાનો નિર્ણય કરી લીધો છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *