શાહિદ કપૂર મશહૂર અભિનેતા પંકજ કપૂરના દિકરા શાહિદ કપૂર જ્યારે ૩ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયા હતા. પિતા અને માં ના છૂટાછેડા બાદ શાહિદ નવી દિલ્હીમાં પોતાની માં અને પોતાના નાના સાથે રહેતા હતા. શાહિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતા ખૂબ જ ઓછું તેમને મળવા આવતા હતા. તેઓ ફક્ત શાહિદનાં જન્મદિવસ પર તેમને મળતા હતા. શાહિદ કપૂરના જણાવ્યા અનુસાર તે પોતાના પિતા અને પોતાના સાવકા ભાઇ ઇશાનની સૌથી નજીક છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શાહિદ કપૂરની બહેન પણ છે. જી હાં, શાહિદ કપૂરની એક બહેન પણ છે જેનું નામ સના કપુર છે.
શાહિદ કપૂરે બોલિવૂડમાં એક ખાસ જગ્યા બનાવી છે. દેશના મશહૂર સ્ટાર્સમાં સામેલ શાહિદ કપૂરે આજે જે સ્થાન પ્રાપ્ત કરેલ છે, તે મેળવવું બિલકુલ સરળ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાહિદ કપૂરે ક્યારેય પણ ફિલ્મ મેળવવા માટે પોતાના પિતા પંકજ કપૂરનાં નામનો ઉપયોગ કર્યો નથી. તે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય સ્ટ્રગલરની જેમ ફિલ્મમાં ઓડિશન આપવા જતા હતા. તેઓ ક્યારેય પણ એવું કહેતા ન હતા કે તેઓ મશહૂર અભિનેતા પંકજ કપૂરના દીકરા છે.
આજે શાહિદે સખત મહેનત અને સંઘર્ષથી બોલિવૂડમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ શાહિદ કપૂરે એક લાંબા સ્ટ્રગલ બાદ અહીંયા સુધીનું સફર ખેડ્યું છે. ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૧માં દિલ્હીમાં જન્મેલા શાહિદ કપૂરે પોતાના અભિનયની શરૂઆત એડ અને મ્યુઝિક વિડીયોથી કરી હતી. શાહિદ કપૂરને મોટા પડદા પર પહેલી વખત બોલિવૂડની સુપરહિટ ફિલ્મ “તાલ” માં બેગ્રાઉન્ડ ડાન્સર ના રૂપમાં જોવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૩માં શાહિદ કપૂરને પહેલી વખત અભિનેતાના રૂપમાં ફિલ્મ “ઈશ્ક વિશ્ક” માં બોલિવૂડમાં એન્ટ્રી મળી.
શાહિદ કપૂરની બહેન સના કપૂર
પરંતુ આજે આ કલાકારને ફક્ત દેશ નહી, પરંતુ એશિયાનો સૌથી સ્માર્ટ અને સૌથી સેક્સીયટ મેન કહેવામાં આવે છે. પરંતુ આજે અમે તમારો પરિચય શાહિદ કપૂરની બહેન સાથે કરાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરની બહેનનું નામ સના કપૂર છે, તે પંકજ કપૂરને બીજી પત્ની સુપ્રિયા પાઠકની દીકરી છે. શાહિદ કપૂરની બહેન સના કપૂરે પરફોર્મિંગ આર્ટિસ્ટ સાથે સગાઈ કરેલ છે. સનાએ મયંક પાહવા સાથે સગાઈ કરેલ છે, જે એક્ટર મનોજ પાહવા અને સીમા પાહવા ના દીકરા છે.
તમને જણાવી દઈએ કે સાહેબ કપૂરની બહેન સના કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેયર કરતી રહે છે. સના કપૂરને તેમના ભાઈ શાહિદ કપૂરની સાથે ફિલ્મમાં પણ જોવામાં આવેલ છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કંઈક ખાસ કમાલ દેખાડી શકી નહીં, પરંતુ સનાને તેનાથી બોલિવૂડમાં ઓળખ મળી ગઈ.