જેનો ડર હતો એ જ થયું, કોરોનાએ તોડી નાંખ્યા બધા રેકોર્ડ, ૨૪ કલાકમાં નવા મામલાનો રેકોર્ડ તુટ્યો

Posted by

ભારતમાં કોરોના વાયરસ મહામારીને કારણે ૨૨૦૦ થી વધારે મૃત્યુની સાથે દર્દીઓની સંખ્યા ૬૭ હજાર થી ઉપર પહોંચી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય એવ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર પાછલા ૨૪ કલાકમાં કોરોનાનાં સૌથી વધારે ૪૨૧૩ નવા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે ૯૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ પહેલા ૨૪ કલાકમાં આવેલ સૌથી વધારે નવા મામલાની સંખ્યા ૩૯૦૦ હતી.

આંકડાઓ અનુસાર દેશમાં કોરોના પીડિત લોકોની સંખ્યા ૬૭ હજારથી ઉપર પહોંચી ગઇ છે. તેમાંથી ૪૪,૦૨૯ લોકો હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી ગ્રસ્ત છે. જ્યારે ઉપચાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયેલ કુલ ૨૦,૯૧૭ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવેલ છે. વળી મૃત્યુ પામનાર લોકોનો કુલ આંકડો ૨૨૦૬ છે. એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે મામલા આવી રહ્યા છે. વળી હવે અંડમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મિઝોરમ માં મહામારીનાં કોઈ મામલા નથી.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૨,૧૭૧ લોકો કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટી કરવામાં આવેલ છે. જ્યારે અંદાજે ૪૦૦૦ દર્દીઓ મહામારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જોકે ૮૩૨ લોકોના મૃત્યું થવાની સાથે રાજ્યમાં મૃત્યુનો આંકડો સતત વધતો દેખાઈ રહ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં પણ સંક્રમણ ચિંતાનો વિષય બનેલ છે. અહીંયા ૮૧૯૪ લોકો કોરોના થી પ્રભાવિત છે. જેમાંથી ૨૦૧૧ દર્દીઓને સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૪૯૩ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં સોમવારે સવાર સુધીમાં ૬૯૨૬ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૭૪ થઈ ગઈ છે.

વળી, આ બાજુ કોરોના સંકટ વચ્ચે પાંચમી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. કાલે ૩ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેઓની વચ્ચે વાતચીત થઈ હતી. જાણકારો અનુસાર આ બેઠકમાં ૧૭ મે બાદ તેની રણનીતિ અને લોકડાઉનમાં આપવામાં આવેલ છૂટછાટની અસરો પર ચર્ચા કરવામાં આવી શકે છે. આવનારા સમયમાં લોકોને લઈને આ બેઠકમાં મહત્ત્વના નિર્ણય લઇ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *