“તારક મહેતા” નાં જેઠાલાલની કાશ્મીરી પત્ની ગુલાબો અસલ જીવનમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ છે, તસ્વીરો જોઈને દિવાના બની જશો

Posted by

નાના પડદા પર એવા ઘણા કોમેડી શો છે, જે દર્શકો વચ્ચે ઘણાં લોકપ્રિય બન્યા છે. હમેશા લોકો આ કોમેડી શો જોવાનું ઘણું પસંદ કરે છે. આ શોમાં કામ કરવાવાળા કલાકારો એ પણ પોતાના સારા અભિનયને કારણે સારી ઓળખાણ બનાવી છે. લોકોને તેમનો કિરદાર ઘણો પસંદ આવે છે. આ શો માંથી એક જાણીતો અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છે, જે ઘણા વર્ષોથી લગાતાર દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. ટીવીનાં સૌથી પોપ્યુલર કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે અને આ શો લોકો વચ્ચે એટલો વધારે લોકપ્રિય છે અને તેનાથી પણ ઘણા વધારે લોકપ્રિય છે આ શોનાં કિરદાર. આ બધા કલાકાર પોતાના સારી એક્ટિંગ અને કોમેડિયન અંદાઝથી દર્શકોનું મનોરંજન કરે છે અને લોકોને ઘણું હસાવે છે.

વળી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા “શોમાં હંમેશા આપણને કઈ નવો ધમાકો જોવા મળે છે અને એ તો આપણે બધા જાણીએ જ છીએ કે આ સીરિયલમાં દયાભાભી સિવાય જેઠાલાલ ની બીજી પત્ની પણ નજર આવી હતી. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ જેઠાલાલની કાશ્મીરી પત્ની ગુલાબોની, જે જેઠાલાલનાં ઈશ્કમાં પડીને ગોકુલધામ સુધી તેમને શોધતી શોધતી પહોંચી ગઈ હતી.

જેઠાલાલની કાશ્મીરી પત્ની ગુલાબોએ શોમાં પોતાના શાનદાર અભિનયથી ખુબ જ મનોરંજન પણ કર્યું હતું અને ગુલાબોનાં આ કિરદારને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. આજે અમે વાત કરવાના છીએ જેઠાલાલની પત્ની ગુલાબો નાં કિરદાર નિભાવવાની અભિનેત્રી સિમ્પલ કૌલ વિશે, જે રિયલ લાઈફમાં ઘણી સુંદર અને ગ્લેમરસ નજર આવે છે. તો આવો જાણીએ સિમ્પલ કૌલનાં પર્સનલ લાઈફ વિષે થોડી રોચક વાતો.

સિમ્પલ કૌલ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલની કાશ્મીરી પત્ની ગુલાબોનું કિરદાર નિભાવ્યું હતું અને થોડા એપિસોડ પછી સિમ્પલ કૌલ ભુમિકાને સમાપ્ત કરી કરવામાં આવી હતી અને સિમ્પલે આ શોને અલવિદા કહી દીધો હતો. જણાવી દઇએ કે સિમ્પલ કૌલ ભલે જાશો થી દુર થઈ ગઈ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા જ પોતાની સુંદર ફોટો ફેન સાથે શેર કરતી રહે છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.

જણાવી દઇએ કે સિમ્પલ કૌલએ વર્ષ ૨૦૦૦માં પોતાના એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી અને સિમ્પલે પોતાના અભિનય કારકિર્દીમાં કુસુમ, કુટુંબ, શરારત, યે મેરી લાઈફ હૈ, બા બહુ ઔર બેબી, ઐસા દેશ હે મેરા, તીન બહુરાનીયા, સાસ બિના સસુરાલ, સુવ્રીન ગુગ્ગલ – ટોપર ઓફ ધ યર અને ભાખરવાળી જેવી પોપ્યુલર ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જણાવી દઇએ કે સિમ્પલ કૌલ એક અભિનેત્રી હોવાની સાથે-સાથે એક સફળ બિઝનેસવુમન પણ છે અને મુંબઈમાં સિમ્પલનાં ૩ રેસ્ટોરન્ટ ચાલે છે. જેનાથી સિમ્પલને સારી એવી આવક થાય છે.

વાત કરીએ સિમ્પલ કૌલનાં પર્સનલ લાઈફની તો સિમ્પલે વર્ષ ૨૦૧૦માં રાહુલ લુંબા સાથે લગ્ન કર્યા હતા અને સિમ્પલ આજે પોતાની મેરિડ લાઇફમાં ઘણી ખુશ છે. જ્યારે “બિગ બોસ સિઝન ૧૨” માં સલમાન ખાનની કોઈ વાત સિમ્પલને પસંદ ન આવી હતી, જેના કારણે તેમણે સલમાન ખાનની સોશિયલ મીડિયા પર ઘણી આલોચના પણ કરી હતી અને ખુબ જ વધારે ચર્ચામાં આવી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *