જેટલી તમારી એક વર્ષની આવક નહીં હોય તેનાથી વધારે તો એક મહિનાનું વીજળીનું બિલ આવે છે આ બોલીવુડ સ્ટાર્સનું, જાણો કેટલું આવે છે બિલ

Posted by

તમને બધાને આ બતાવવાની જરૂરિયાત નથી કે બોલિવુડ કલાકાર અને સામાન્ય લોકોમાં કેટલો ફરક હોય છે. બંનેના જીવનથી લઈને રહેણીકરણી બધું જ અલગ હોય છે. ચમક દમકની દુનિયામાં કંઈ પણ થઈ શકે છે. જેની તમને કલ્પના પણ નથી હોતી. હંમેશા તમે બોલીવુડ કલાકારના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સા વિશે સાંભળો છો અથવા તો વાંચો છો. પરંતુ આ વખતે અમે તમને કંઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ પહેલાથી જાણતા હશો.

નાનામાં નાની વસ્તુ હોય છે ખુબ જ મોંઘી

બોલિવુડનાં બધા ચર્ચિત કલાકાર પોતાની એક ફિલ્મનાં કરોડો રૂપિયા લે છે. આ સાથે જ ફિલ્મની કમાણીમાં પણ ભાગ લે છે. તેઓ ઘણા પૈસા કમાય છે, તો પોતાના રહેણીકરણી પર પૈસા પણ ખર્ચ કરે છે. બોલિવુડ કલાકારમનાં રહેણીકરણી ની તુલના એક સામાન્ય વ્યક્તિનાં માટે સહેલું નથી. બોલીવુડ કલાકાર મોંઘા કપડાં પહેરે છે, મોંઘા ઘરમાં રહે છે અને લક્ઝરી ગાડીમાં ફરે છે. બોલિવુડ કલાકારની નાનામાં નાની વસ્તુઓ પણ એટલી મોંઘી હોય છે કે કિંમત સાંભળીને તમારા હોશ ઉડી શકે છે.

વ્યક્તિ આખા જીવનમાં પણ કમાઈ શકતો નથી

બોલીવુડ કલાકારની મોંઘી વસ્તુ વિષે હંમેશા જ સાંભળતા હશો, પરંતુ આજે અમે તેમના જીવનની એક એવી મોંઘી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમારા આશ્ચર્યનું કોઈ ઠેકાણું રહેશે નહીં. જી હાં, અમે વાત કરી રહ્યા છે બોલિવુડ કલાકારના વીજળીના બિલની. તમારા મનમાં ઘણીવાર આ ખ્યાલ આવતો હશે કે બોલિવુડ કલાકાર મોંઘા ઘરમાં તો રહે છે. પરંતુ તેમના ઘરનું એક મહિનાનું વીજળીનું બિલ કેટલું હશે? આજે અમે તમને બોલિવુડનાં અમુક એવા કલાકારનાં ઘરનાં વીજળીના એક મહિનાના બીલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કલાકારનાં ઘરનું એક મહિનાનું વીજળીનું બિલ એટલું હોય છે કે એક સામાન્ય વ્યક્તિ પોતાના આખા જીવનમાં પણ કમાતો નથી.

અમિતાભ બચ્ચન

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જુહુનાં એક બંગલામાં રહે છે. અમિતાભ બચ્ચનનું ઘર એટલું મોટું અને આલીશાન છે કે એક મહિનાનો વીજળીનું બિલ ૨૨ લાખ રૂપિયા આવે છે. કેમ થઈ ગયા ને તમે હેરાન?

રણબીર-કેટરીના

થોડા દિવસો પહેલાં બોલિવુડના આ બંને કલાકાર સાથે જ રહેતા હતા. તેના માટે તેમણે એક એપાર્ટમેન્ટ પણ લઈ રાખ્યો હતો. તેમાં બંને સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા. તે સમયે તેમના એપાર્ટમેન્ટનું એક મહિનાનું વીજળીનું બિલ ૧૦ લાખ રૂપિયા હતું.

શાહરુખ ખાન

બોલિવુડમાં કિંગ ખાનનાં નામથી પ્રસિદ્ધ શાહરુખ ખાનનાં નવાબી ઠાઠ વિશે બધા લોકો જાણે છે. શાહરૂખ ખાનનો બંગલો મન્નત ઘણો મોટો છે. મન્નતનું એક મહિનાનું વીજળીનું બિલ જેટલું હોય છે, એટલું એક સામાન્ય વ્યક્તિ આખા જીવનમાં કમાઈ શકતો નથી. જી હાં શાહરૂખ ખાનનાં બંગલાનું એક મહિનાનું વીજળીનું બિલ લગભગ ૪૩ લાખ રૂપિયા હોય છે.

દીપિકા પાદુકોણ

બોલિવુડની ડિમ્પલ એટલે કે દીપિકા પાદુકોણ આ સમયે બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ છે. દીપિકા જે ઘરમાં રહે છે. તેનું એક મહિનાનું વીજળીનું બિલ લગભગ ૧૩ લાખ રૂપિયા હોય છે.

આમિર ખાન

બૉલીવુડ અભિનેતા આમિર ખાનને કોઇ ઓળખાણની જરૂરિયાત નથી. આમિર ખાન એક-બે વર્ષમાં એક જ ફિલ્મમાં કામ કરે છે. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દે છે. તેમના ઘરનું એક મહિનાનું વીજળીનું બિલ લગભગ ૯ લાખ રૂપિયા હોય છે.

સૈફ અલી ખાન

બોલિવુડમાં નવાબ નાં નામથી પ્રસિદ્ધ સૈફ અલી ખાન રીયલ લાઇફમાં પણ નવાબ છે. તેમનું ઘર આલિશાન તો છે જ સાથે જ વીજળી બિલ પણ આલીશાન જ છે. તેમના ઘરનું  એક મહિનાનું વીજળીનું બિલ ૩૦ લાખ રૂપિયા હોય છે.

સલમાન ખાન

બોલિવુડના દબંગ સલમાન ખાન ની વાત જ સૌથી નિરાળી હોય છે. તેઓ દરેક કામ અલગ અંદાજમાં કરવાનું પસંદ કરે છે. સલમાન બાંદ્રાનાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના ઘરનું એક મહિનાનું વીજળીનું બિલ લગભગ ૨૩ લાખ રૂપિયા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *