Jio એ ફરી કર્યો ધમાકો : એક વર્ષ સુધી પ્રાઈમ મેમ્બરશીપ મળશે મફત : જાણો કેવી રીતે ઉઠાવશો લાભ

રિલાયન્સ જીઓ ટેલિકોમ બજારમાં ખુદને નંબર વન સાબિત કરી ચૂકી છે. લોકો જે રીતે જીઓ સાથે જોડાઈ રહ્યા છે તેને જોતા કહી શકાય કે ખુબ જ જલ્દી જીઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. રિલાયન્સ જીઓ જે સ્ટ્રેટેજી સાથે બજારમાં આવી હતી તેમાં સફળ રહી છે.

શરૂઆતમાં મફત અને ત્યારબાદ ખૂબ જ ઓછી કિંમતમાં 4G ડેટા આપીને ખૂબ જ ઝડપથી સફળતા મેળવી છે. જીઓ ગ્રાહકોને કંઈક ને કંઈક ગીફ્ટ આપતી જ રહે છે. ત્યારે ફરી હવે આવી જ કંઈક ગીફ્ટ લોકોને આપી છે. જીઓ એ ગ્રાહકોને ફરી વખત એક વર્ષ માટે જીઓ પ્રાઈમ મેમ્બરશિપ મફત આપી છે.

રિલાયન્સ જીઓ બજારમાં એન્ટ્રી કરતાં જ લોકોને છ મહિના સુધી બધી જ સર્વિસ મફત આપી હતી. કંપનીએ 4G ઇન્ટરનેટ તેમજ વોઈસ કોલ સર્વિસ એકદમ ફ્રી આપવામાં આવી હતી. ત્યારબાદ કંપની તરફથી જીઓ પ્રાઇમ મેમ્બરશિપની શરૂઆત કરી હતી. જેમાં 99 રૂપિયામાં આ પ્રાઇમ મેમ્બરશિપ લઈને એક વર્ષ માટે જીઓ ના ખાસ પ્લાન વાપરી શકો છો. પ્રાઈમ મેમ્બરશીપ વાળા ગ્રાહકો ને જીઓ ખૂબ જ સસ્તા પ્લાન આપી રહ્યું હતું તેમજ સાથે સાથે જીઓ એપ્સ પણ ફ્રી આપી રહ્યું હતું.

પોતાના ગ્રાહકોને ખુશ કરવા ફરી જીઓ પ્રાઈમ મેમ્બરશીપ ફ્રી આપશે. ગ્રાહકોએ આ મેમ્બરશીપ મેળવવા માટે કોઈપણ પ્રકાર નો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ મેમ્બરશીપ માં ગ્રાહકોને એક વર્ષ માટે જીઓ સિનેમા, જીઓ મ્યુઝિક તેમજ જીઓ ટીવી જેવી એપ્લિકેશન પણ ફ્રી માં મળશે. તો ચાલો જાણીએ કેવી રીતે ઉઠાવશો આ ફ્રી મેમ્બરશીપનો લાભ.

જીઓ દ્વારા ફ્રી માં આપવામાં આવેલી આ મેમ્બરશીપ નો લાભ ઉઠાવવા માટે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ ને ફોલો કરવું પડશે.

સૌથી પહેલા તમારા મોબાઇલમાં “My Jio” એપ ને ઓપન કરો. ત્યારબાદ તેમાં “My Plans” વાળા ઓપ્શનમાં જાઓ. ત્યાં તમારા ચાલુ પ્લાનમાં જ જીઓ પ્રાઇમ મેમ્બરશિપનું ઓપ્શન જોવા મળશે. જીઓ પ્રાઈમ મેમ્બરશીપ પ્લાનની સાથે જ તમને નોટિફિકેશન પણ જોવા મળશે કે પ્રાઇમ મેમ્બરશિપ ને એક વર્ષ સુધી વધારવા માટેની તમારે રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી “My Jio” એપમાં જીઓ પ્રાઇમ મેમ્બરશિપ વધારવા માટેનું ઓપ્શન આપવામાં આવ્યું નથી તો તમારે એ ઓપ્શન માટે થોડો વધારે સમય રાહ જોવી પડશે. કંપની તરફથી ખૂબ જ જલ્દી તમારા નંબર પર પ્રાઈમ મેમ્બરશીપ વધારવા માટેની નોટિફિકેશન તમારી એપ્લિકેશનમાં આવી જશે.