જીયો એ લોન્ચ કર્યો Jio Phone Next, દુનિયાનો સૌથી સ્માર્ટફોન હોવાનો દાવો, જાણો તેના ફીચર્સ

Posted by

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૪મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયો અને ગુગલ સાથેની ભાગીદારીમાં બનેલા નવા સ્માર્ટફોન જીયો ફોન નેક્સ્ટ ની ઘોષણા કરી. નવો સ્માર્ટફોન જીયો અને ગુગલનાં ફીચર્સનાં એપ્સ સાથે સજ્જ હશે. એન્ડ્રોઇડ બેસ્ડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જીયો અને ગુગલ દ્વારા મળીને વિકસિત કરી છે. મુકેશ અંબાણીએ એલાન કર્યું કે નવો સ્માર્ટફોન સામાન્ય વ્યક્તિનાં ખિસ્સા પ્રમાણે બનાવવામાં આવ્યો છે. તે ખુબ જ સસ્તો હશે અને ૧૦ સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થી થી માર્કેટમાં મળવા લાગશે. જીયો નાં આ ફોનની રાહ ગ્રાહકોને લાંબા સમયથી હતી.

તે સિવાય આ ફોન બ્લેક કલર માં મળશે. જણાવી દઈએ કે ગુગલ અને જીયો ની ભાગીદારી છેલ્લા વર્ષે થઈ હતી. જીયો પોતાના 5G નેટવર્ક માટે ગુગલના ક્લોઉડનો ઉપયોગ કરશે. આવો જાણીએ જીયો નાં નવા 4જી સ્માર્ટફોન Jio Phone Next વિશે.

ભારતીય બજાર માટે વિશેષ રીતે બનાવવામાં આવેલો જીયો ફોન નેક્સ્ટ સ્માર્ટફોન પર યુઝર્સ ગુગલ પ્લે થી પણ એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. ફુલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં દુનિયાનો સૌથી સસ્તા સ્માર્ટફોન જણાવેલ છે.

ગયા વર્ષે જ રિલાયન્સ જિયોએ ગુગલ સાથે ભાગીદારીની ઘોષણા કરી હતી. ગુગલના  સીઇઓ સુંદર પિચાઇ એ નવા સ્માર્ટફોન વિશે કહ્યું કે, “અમારો આગલું પગલું ગુગલ અને જીયો સાથે મળીને બનાવવામાં આવેલા એક નવા સસ્તા જીયો સ્માર્ટફોન સાથે શરૂ થાય છે. આ ભારતમાં માટે બનાવવામાં આવ્યું છે અને તે એ લાખો નવા ઉપયોગકર્તા માટે નવી સંભાવના ખુલશે, જે પહેલીવાર ઇન્ટરનેટનો અનુભવ કરશે. ગુગલ ક્લાઉડ અને જીયો વચ્ચે એક નવા 5G ભાગીદારી એક અબજથી વધારે ભારતીયોને જલ્દી ઇન્ટરનેટ સાથે જોડાવામાં મદદ કરશે તથા ભારતનાં ડિજિટલીકરણ નાં આગલા ચરણનો પાયો રાખશે.”

ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, “5G ઇકો સિસ્ટમ વિકસિત કરીને અને 5જી ઉપકરણો માટે એક શૃંખલા વિકસિત કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. જીયો ફક્ત ભારતને 2G મુક્ત બનાવવા માટે કામ નથી કરી રહ્યું છે, પરંતુ 5G યુક્ત પણ કરી રહ્યું છે.”

રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ બતાવ્યું કે રિલાયન્સ જીયો ડેટા વપરાશ વિષયમાં દુનિયાના બીજા નંબરનું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જીયો નેટવર્ક પર ૬૩૦ કરોડ GB ડેટા પ્રતિ મહિના વપરાશ થાય છે. ગયા વર્ષેની સરખામણીમાં તે ૪૫ ટકા વધારે છે.

જોકે જીયો ફોન નેકસ્ટની કિંમત વિશે ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એની કિંમત ઘણી ઓછી રાખવામાં આવશે. જીયો ગુગલનો એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટ ફોન જીયો ફોન નેકસ્ટ ગેમ ચેન્જર સાબિત થશે. તે ૩૦ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, જેના હાથમાં હજુ પણ 2G મોબાઇલ સેટ છે. વધારે સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને સસ્તા ભાવને લીધે જીયો ગુગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકો સાથે રિલાયન્સ જીયોની જોળી ભરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *