Jio ની જબરદસ્ત ઓફર, જુના ફોનનાં બદલમાં આપી રહ્યા છે નવો ફોન, જલ્દી કરજો ઓફર થોડા સમય માટે જ છે

Posted by

રિલાયન્સ દ્વારા પાછલા વર્ષે જ પોતાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન Jio Phone Next ઇન્ડિયામાં લોન્ચ કર્યો હતો, જેને લઇને ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. વળી હવે મુકેશ અંબાણી તરફથી આ ફોન ઉપર સૌથી મોટી ઓફર આપવામાં આવી છે. હકીકતમાં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઓફર અંતર્ગત ૬,૪૯૯ રૂપિયાનાં આ ફોનને ફક્ત ૪,૪૯૯ રૂપિયામાં ખરીદી શકો છો. તેના માટે ગ્રાહકોએ પોતાના જુના ફોનને એક્સચેન્જ કરવાનો રહેશે. સાથો સાથ આ ઓફર લિમિટેડ સમય મર્યાદા માટે છે, એટલે કે ખુબ જ જલ્દી આવ ઓફરને બંધ કરી દેવામાં આવશે.

Advertisement

૨ હજાર રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા લિમિટેડ ટાઈમ ઓફર અંતર્ગત ગ્રાહક કોઈપણ એન્ડ્રોઇડ ફોનન એક્સચેન્જ કરાવીને ૨ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ફોન એક્સચેન્જ કર્યા બાદ તમને આ Jio Phone Next ફક્ત ૪,૪૯૯ રૂપિયામાં પડશે. સાથો સાથ આ ફોન ઉપર EMI ઓપ્શન પણ મળે છે. તમે ફક્ત ૧,૯૯૯ રૂપિયાનું ચુકવણું કરીને આ ફોન ખરીદી શકો છો. બાકી બચેલા પૈસાને ફાઇનાન્સ પણ કરાવી શકાય છે. ફોનને એક્સચેન્જ ઓફર અંતર્ગત ખરીદવા માટે જીયો સ્ટોર, jio.com અને ઓફલાઇન રિટેલર પાસે જવાનું રહેશે.

૫૦૧ રૂપિયા છે પ્રોસેસિંગ ફી

તે સિવાય ફાઇનાન્સ કરાવવાની પ્રોસેસિંગ ફી ૫૦૧ રૂપિયા છે. સાથોસાથ બચેલા પૈસાને ૧૮/૨૪ મહિનાની EMI માં આપી શકાય છે. ફોન ખરીદ્યા બાદ તમારે ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયા મહિનાનાં આપવાના રહેશે.

Jio અને ગુગલ દ્વારા સંયુક્ત રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ Jio Phone Next દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. તેમાં કોર્નિલ ગોરીલા ગ્લાસ ની સાથે ૫.૪૫ એચડી સ્ક્રીન, 2GB રેમ, 32GB ROM, ૧૩ મેગાપિક્સલ પ્રાઇમરી કૅમેરા, ૮ મેગાપિક્સલ ફ્રંટ કેમેરા, ૩૫૦૦ એમએએચ બેટરી અને અન્ય ફીચર્સ સામેલ છે.

Jio Phone Next એક્સચેન્જ ટુ અપગ્રેડ ઓફર ગ્રાહકોને સ્માર્ટ ડિજિટલ લાઈફ અપનાવવાનો અવસર આપે છે. આ ઓફર ની સાથે તમે 4G ફીચર ફોન અને સ્માર્ટફોન યુઝર્સ હવે Jio Phone Next દ્વારા 4G જિયો ડિજિટલ લાઈફ નો પુરો આનંદ માણી શકશે. 4G ફીચર ફોન નાં હાલ ના યુઝર હવે દુનિયાના સૌથી સસ્તો 4G સ્માર્ટફોન પર મોટી સ્ક્રીનવાળા ડિજિટલ નો અનુભવ વધારે સરળતાથી માઈગ્રેટ કરવામાં સક્ષમ રહેશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.