એક જમાનો હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં “લિપ ટુ લિપ” વાળો કિસિંગ સીન પણ ખૂબ જ મોટી વાત કહેવાતો હતો. ત્યારે હીરો અને હિરોઈન ની વચ્ચે જ રોમાન્સ વધારે બોલ્ડ હતો નહીં. પરંતુ સમય બદલાતો ચાલતો ગયો અને હવે કિસની સાથે સાથે ઘણા પ્રકારના અંગ પ્રદર્શન અને ઇંટીમેટ સીન કોમન થઇ ગયા છે. જ્યારે પણ આ પ્રકારના સીન આપવાની વાત આવે તો મગજમાં સૌથી પહેલું નામ સની લીયોનીનું આવે છે. આજે સની બોલિવૂડમાં ખૂબ જ જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. તેમની ફિલ્મો અને આઇટમ સોંગ્સ બંને બોલિવૂડમાં ખૂબ ચાલે છે.
બિગ બોસમાં મળી હતી “જીસ્મ-૨”
મહત્વપૂર્ણ છે કે અને બોલીવુડમાં આવતા પહેલા અમેરિકન એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. અહીંયા સની અશ્લીલ ફિલ્મોમાં કામ કરતી હતી. ત્યારબાદ તેમણે ભારતમાં બિગ બોસમાં આમંત્રણ મળ્યું. બસ આ શો બાદ તેમની લાઈફ બદલી ગઈ. સની ને ફિલ્મ મેકર મહેશ ભટ્ટે આ શો ની અંદર પોતાની ફિલ્મ “જિસ્મ-૨” ની ઓફર કરી હતી. આ ફિલ્મને તેમની દીકરી પૂજા ભટ્ટ ડાયરેક્ટ કરી રહી હતી.
“જીસ્મ-૨” 3 ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સની કિસ્મત રાતોરાત બદલાઇ ગઇ હતી. ત્યારબાદ તે એક પહેલી લીલા, વન નાઇટ સ્ટેન્ડ, રાગીની એમએમએસ-૨ અને જેકપોટ જેવી ઘણી અન્ય ફિલ્મોમાં નજર આવી. ફિલ્મમાં એક્ટ્રેસની સાથે સાથે તેમણે આઈટમ નંબર માટે પણ ઓળખવામાં આવે છે. તેમનું લેલા ઓ લેલા, લૈલા તેરી લે લેગી, પિયા મોરે, પાનીવાલા ડાન્સ, દેશી લુક અને બેબી ડોલ મેં સોને દી જેવા આઈટમ નંબર ઘણા પોપ્યુલર થયા હતા.
ફિલ્મ પહેલા હતી અજીબ ડિમાન્ડ
જીસ્મ-૨ માં સની લીયોની ની અપોઝિટ બોલિવૂડ એક્ટર રણદીપ હુડા હતા. આ ફિલ્મ એક ઈરોટિક થ્રિલર હતી. તેમાં સનીને રણદીપની સાથે ઘણા હોટ અને ઇંટીમેટ સીન આપવાના હતા. એવામાં શૂટિંગ સ્ટાર્ટ થતા પહેલા સનીએ એક મોટી અને અજીબ ડિમાન્ડ સામે રાખી હતી. માનવામાં આવે તો જીસ્મ-૨ નાં શૂટિંગ સ્ટાર્ટ થવા પહેલા પોતાના કો-સ્ટાર રણદિપ હુડા અને અરુણોદય સિંહનું મેડિકલ સર્ટિફિકેટ માંગ્યું હતું.
ફિલ્મમાં સનીએ પોતાની ઓપોઝિટ બે કલાકારોની સાથે ઘણા ઇંટીમેટ અને હૉટ સીન્સ હતાં. એટલા માટે આ પ્રકારના સીનને કારણે પહેલાં બંને એક્ટર્સનું મેડિકલ સર્ટિફિકેટ જોવા માંગતી હતી, અફવાઓનું માનવામાં આવે તો સનીએ આ બાબતમાં જીસ્મ-૨ ની ડાયરેક્ટર પૂજા ભટ્ટને એક ઇમેલ પણ કર્યો હતો. તેની સાથે તેમણે પોતાનું મેડિકલ સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું.
હકીકતમાં સની બસ એટલું જાણવા માગતી હતી કે જે લોકો તેમની સાથે આ પ્રકારના ઇંટીમેટ સીન આપી રહ્યા છે, તેમને કોઈ જીવલેણ બીમારી તો નથી ને? જોકે પુજા ભટ્ટે સનીને કહ્યું હતું કે ફિલ્મમાં ભલે હોટ સીન હોય પરંતુ તેમ છતાં પણ તે એટલા વધારે ઈન્ટિમેટ વાળા નથી, જેનાથી કોઈ બીમારી એક ઍકટર થી બીજા એક્ટરમાં ફેલાય શકે, એટલા માટે એચઆઇવી સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂરિયાત નથી.